સુરતમાં ફરી ભાજપમાં મોટો ખેલ! AAP અને કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરો સહિત 1000 ભાજપમાં જોડાયા
આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ સતત ભાજપની કંઠી ધારણ કરી રહ્યા છે. સુરત ઉધના ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય ખાતે આજે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને આપના કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવાર રહી ચૂકેલા ચહેરાઓ ભાજપમાં પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં જોડાયા છે.
પ્રશાંત ઢીવરે/સુરત: ભાજપ ભરતી અભિયાન પૂરજોશમાં ચાલુ છે. સુરત શહેરમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સહિત આપના હોદ્દેદારોએ કેસરિયો ખેસ ધારણ કર્યો છે. સુરતમાં CR પાટીલની હાજરીમાં AAP અને કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે.
ખતરો ટળ્યો નથી! આ જિલ્લાના ખેડૂતો સામાન સગેવગે કરી નાખજો! આ યોગ બનવાથી થશે રમણભ્રમણ
લોકસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે પક્ષ પલટાની મોસમ પણ ખૂબ જોરમાં ચાલી રહી છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ સતત ભાજપની કંઠી ધારણ કરી રહ્યા છે. સુરત ઉધના ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય ખાતે આજે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને આપના કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવાર રહી ચૂકેલા ચહેરાઓ ભાજપમાં પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં જોડાયા છે.
છોટું વસાવાના નિવેદનથી સૌ ચોંક્યા! કહ્યું; 'મહેશ ના સમજ છે, તેને મિસ ગાઈડ કરવામાં..'
- આંજણાના કોંગ્રસના પૂર્વ કપિલા પટેલ અને ભરત ભાઈ ગોસાઈ પણ જોડાયા
- આપના પ્રદેશ પ્રવક્તા કામિની પ્રજાપતિ ભાજપ માં જોડાયા
- આપના નવસારી લૉકસભા ઇન્ચાર્જ અને સુરત શહેર આપ ઉપ પ્રમુખ ભાજપ માં જોડાયા
- આપના વોર્ડ નંબર 20 વોર્ડ પ્રમુખ ધવલ પંચીગર
- આપના વોર્ડ નંબર ૨૧ ના પ્રમુખ સ્નેહલ પટેલ ભાજપ માં જોડાયા
- આપ વોર્ડ નંબર ૨૧ ના ઉમેદવાર પ્રિયંકા મૈસુરીયા ભાજપ માં જોડાયા
- આપ વોર્ડ નંબર ૨૨ ના ઉમેદવાર માલવિકા કોસંબિયા ભાજપ માં જોડાયા
- આપ ના યુવા પ્રમુખ સંભવ શાહ મજૂરા વિધાનસભા ભાજપ માં જોડાયા
- આપ મજુરા વિધાનસભા ના સગંઠન મંત્રી જીતેન્દ્ર પ્રજાપતિ ભાજપ માં જોડાયા
- આપ સુરત શહેર ના ના સહ સગંઠન મંત્રી કિરીટ પટેલ ભાજપમાં જોડાયા
ગુજરાતના આ જિલ્લામાં ચાર મિનિટમાં મોટો વિનાશ! વાવાઝોડા સાથે વરસાદે ખેડૂતોની કમર તોડી
કોંગ્રેસ સંગઠન શહેરમાં ખૂબ જ નબળું છે. આગામી ચૂંટણી આવી રહી છે. ત્યારે જે થોડા ગણ્યા ગાંઠિયા લોકો છે તે પણ હવે ધીરે ધીરે ભાજપમાં જોડાઈ રહ્યા છે. આંજણાના કોંગ્રસના પૂર્વ કપિલા પટેલ અને ભરત ગોસાઈ પણ જોડાયા હતા. કપિલા પટેલ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો તેમના ઉપર થયા હતા. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે જે પ્રકારે રૂપિયાની ઉઘરાણી કરી હતી તે જગ જાહેર છે. કેટલા દિવસો તેમણે ભૂગર્ભમાં રહેવાની ફરજ પડી હતી. કપિલા પટેલ જ્યારે કોર્પોરેટર હતા ત્યારે તેમના પતિ પણ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાના અનેક આક્ષેપો થયા હતા.
ગુજરાતના આ જિલ્લામાં વરસાદે ભુક્કા બોલાવી દીધા! કડાકા ભડાકા સાથે ભારે પવન ફૂંકાયો!
આપના પ્રદેશ પ્રવક્તા કામિની પ્રજાપતિ ભાજપમાં જોડાયા છે. આપના નવસારી લોકસભા ઇન્ચાર્જ અને સુરત શહેર આપ ઉપ પ્રમુખ ભાજપમાં જોડાયા છે. આપના વોર્ડ નંબર 20 વોર્ડ પ્રમુખ ધવલ પંચીગર અને વોર્ડ નંબર 21ના પ્રમુખ સ્નેહલ પટેલ, વોર્ડ નંબર 21ના ઉમેદવાર પ્રિયંકા મૈસુરીયા ભાજપમાં જોડાયા છે. આપ વોર્ડ નંબર 22ના ઉમેદવાર માલવિકા કોસંબિયા, આપના યુવા પ્રમુખ સંભવ શાહ, આપ મજુરા વિધાનસભાના સગંઠન મંત્રી જીતેન્દ્ર પ્રજાપતી, સુરત શહેરના સહ સગંઠન મંત્રી કિરીટ પટેલ ભાજપમાં જોડાયા છે. તેમજ તેમની સાથે કાર્યકર્તાઓ પણ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો હતો.
LIC Scheme: દરરોજ 166 રૂપિયાનો કરો બચત, બનશે 50 લાખનું ફંડ, LIC ની જોરદાર સ્કીમ