ગુજરાતમાં ફરી ઝડપાયું ફિલ્મી ઢબે MD ડ્રગ્સ; પોલીસે આ રીતે ખેલ પાડી ત્રણની ધરપકડ કરી
સુરતના ખટોદરા વિસ્તારમાં પોલીસ ફિલ્મી ઢબે MD ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ કરવામાં સફળતા મળી છે. જૂની સબજેલ પાસેથી બે આરોપીઓ મોપેટ પર MD ડ્રગ્સ લઈ પસાર થતા હતા. ત્યારે આ મામલે ડીસીબી ઝોન-4 પોલીસની ટીમે બાતમીના આધારે બંને આરોપીને પકડી પાડયા હતા.
Loksabha Election 2024, પ્રશાંત ઢીવરે/સુરત: સુરત પોલીસની ડ્રગ્સ મામલે એક પછી એક સફળતા મળી રહી છે ત્યારે વધુ એક સફળતા મળી છે ખટોદરા વિસ્તારમાં પોલીસે એમડી ડ્રગ્સ સાથે ત્રણ લોકોની ધરપકડ કરી છે.
'આ ચૈતર મચ્છર જેવો છે એને શરમ આવી જોઈએ', ગુજરાતની રાજનીતિમાં ગંગુ તૈલીની એન્ટ્રી!
સુરતના ખટોદરા વિસ્તારમાં પોલીસ ફિલ્મી ઢબે MD ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ કરવામાં સફળતા મળી છે. જૂની સબજેલ પાસેથી બે આરોપીઓ મોપેટ પર MD ડ્રગ્સ લઈ પસાર થતા હતા. ત્યારે આ મામલે ડીસીબી ઝોન-4 પોલીસની ટીમે બાતમીના આધારે બંને આરોપીને પકડી પાડયા હતા. આરોપીઓ પાસેથી પોલિસે 1.43 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું. એટલું નહિ પરંતુ આરોપીએ સગરામપુરાના મોહમ્મદ ચાંદ પાસેથી ડ્રગ્સ ખરીદ્યું હતું.
હિન્દુવાદી નેતાઓની હત્યાનું કાવતરું રચનાર કટ્ટર મુસ્લિમ મોલવીની ધરપકડ, આ લોકો નિશાને
ખટોદરા પોલીસે ડ્રગ્સ આપનાર આરોપી મોહમંદ ચાંદને પણ 3 ગ્રામ MD ડ્રગ્સ સાથે પકડી પાડયા હતા.આરોપી પાસેથી પોલીસે રૂપિયા કુલ 2લાખનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતમાં આ એક મોટી આગાહીથી લોકોમાં ફફડાટ! આગામી દિવસો બની રહેશે જોરદાર ભારે
મહત્વની વાત એ છે કે ઘણા સમયથી સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત અંતર્ગત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે એક પછી એક ડ્રગ્સ માફીઆવવાનું ધરપકડ કરીને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરાઇ રહી છે પરંતુ સુરત શહેર જાણે ધીમે ધીમે ઉડતા પંજાબ બની ગયું હોય તેમ ડ્રગ્સ માફિયા વધ્યા છે.
ટી20 વિશ્વકપ માટે અમેરિકાની ટીમ જાહેર, મૂળ ગુજરાતી ખેલાડીને બનાવ્યો કેપ્ટન