ગુજરાતનું આ શહેર ભુવા સીટી તરીકે ઓળખાઈ તો નવાઈ નહી! અનેક જગ્યા પર પડ્યા છે ભુવા
સુરત હવે ભુવા સીટી તરીકે ઓળખાઈ તો નવાઈ નહી તેવી ચર્ચા લોકો કરી રહ્યાં છે. સુરતમાં એક ભુવો રીપેર નહી થાય ત્યાં બીજો ભુવો પડી રહ્યો છે. આજે ટ્રાફિકથી ધમધતા ખાંડ બજાર વિસ્તારમાં ભુવો પડતા ટ્રાફિક સમસ્યા વકરી હતી.
ચેતન પટેલ/સુરત: સવાસોથી વધુ બ્રિજ હોવાના કારણે સુરતની ઓળખ બ્રિજ સિટી તરીકે થાય છે, પરંતુ હાલમાં પાલિકાની નબળી પ્રિમોન્સુન કામગીરીને કારણે અનેક ભુવા પડી રહ્યાં છે. તેથી સુરત હવે ભુવા સીટી તરીકે ઓળખાઈ તો નવાઈ નહી તેવી ચર્ચા લોકો કરી રહ્યાં છે. સુરતમાં એક ભુવો રીપેર નહી થાય ત્યાં બીજો ભુવો પડી રહ્યો છે. આજે ટ્રાફિકથી ધમધતા ખાંડ બજાર વિસ્તારમાં ભુવો પડતા ટ્રાફિક સમસ્યા વકરી હતી.
પાટીદાર-ક્ષત્રિય બાદ કોળી-ઠાકોર સમાજ મેદાને, આ નેતાઓમાંથી કોઈ એકને CM બનાવવા માંગ
સુરતમાં ચોમાસા પહેલાં પાલિકાએ પ્રિ-મોન્સુન કામગીરી નબળી કરી હતી. તેના કારણે શહેરમાં અનેક જગ્યાએ રસ્તા તુટી જવાના બનાવ બની રહ્યાં છે. તો બીજી તરફ શહેરમાં અનેક જગ્યાએ ભુવા પડી રહ્યાં છે. અઠવા ઝોનના વેસુમાં ભુવા પડ્યા બાદ શહેરમાં અનેક જગ્યાએ ભૂવા પડતાં પાલિકાની કામગીરી સામે પ્રશ્નો થઈ રહ્યાં છે. આજે સુરતના ટ્રાફિકથી ધમધમતા સુર્યપુર ગરનાળા પાસે આવેલા ખાંડ બજાર વિસ્તારમાં ભુવો પડી ગયો છે.
વૈભવી લાઈફસ્ટાઈલની શોખીન મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને ઝટકો, રાજ્યભરમાં આ ઘટના ચર્ચા
આ વિસ્તાર સતત ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે તેને તે સમયે જ ભુવો પડતાં વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો છે. આ ભુવો પડતા પાલિકા તંત્રએ બેરિકેટિંગ કરી દીધું છે, પરંતુ આસપાસથી જે વાહનો પસાર થાય છે તે ચાલકોને ભુવો મોટો થાય તેનો ભય સતાવી રહ્યો છે. સતત ટ્રાફિકથી ધમધમતા રોડ પર ભુવો પડતા ટ્રાફિક સમસ્યા વકરી રહી છે અને લોકોમાં પાલિકાની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે.
હવે ઘરભેગા થશે ભ્રષ્ટ બાબુઓ! લીસ્ટ તૈયાર, જાણો કોની-કોની દિવાળી બગાડશે ગુજરાત સરકાર
આ અંગે અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે જ્યાં ભુવો પડ્યો છે. ત્યાં 40 વર્ષ જૂની સ્ટોર્મ લાઈન છે. અહીં થોડા સમય પહેલાં જ્યારે ભુવો પડ્યો હતો ત્યારે લોખડની એંગલ મૂકીને કરવામાં આવ્યો હતો. પરંતુ જ્યાં નવો રોડ બનાવવામાં આવ્યો છે. તેની બાજુમાં ફરી ભુવો પડ્યો છે.જેથી આ સ્ટોર્મ લાઈનનું કામ કરતા 48 કલાક જેટલો સમય થશે.
કારમાં સીટ બેલ્ટ પર લાગેલું હોય છે આ સીક્રેટ બટન, ફાયદા સાંભળી રહી જશો દંગ
ઉલ્લેખનીય છે કે જે રીતે અહીં ભુવો પડ્યો છે, જેને કારણે લાકડાની બેરીકેટ કરી દેવામાં આવી છે. પરંતુ વરાછા પોદાર આરકેડથી ખાંડ બજાર સુધી લોકોએ કલાકો સુધી ટ્રાફિક જામમાં રહેવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.