કારમાં સીટ બેલ્ટ પર લાગેલું હોય છે આ સીક્રેટ બટન, ફાયદા સાંભળી રહી જશો દંગ
Car Seat Belt Secret Button: ઘણીવાર વસ્તુ આપણી સામેથી પસાર થઈ જાય છે, પરંતુ આપણે તેના પર ધ્યાન આપતા નથી. કારમાં જ્યારે સીટ બેલ્ટ લગાવીએ તો સીટ બેલ્ગમાં લાગેલું કાળુ બટન ઘણીવાર દેખાતું હશે. પરંતુ તેનો ઉપયોગ શું છે તેના વિશે ખુબ ઓછા લોકો જાણે છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારત સરકારે રસ્તા પર ચાલવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે. જેનું પાલન કરવું દરેક માટે જરૂરી છે. જો તમે આ નિયમનું પાલન કરતા નથી તો તમારે દંડ ભરવો પડી શકે છે. તો કાર ચલાવવા સમયે પણ લોકોએ નિયમોનું પાલન કરવું પડે છે. જેનું પાલન ન કરીએ તો મોટું નુકસાન ઉઠાવવું પડે છે. આવો એક નિયમ સીટ બેલ્ટ લગાવવાનો છે. જો તમે કાર ચલાવી રહ્યાં છો તો સુરક્ષા માટે સીટ બેલ્ટ લગાવવો ખુબ જરૂરી છે. સીટ બેલ્ટ સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ વાત છે. જેના વિશે ખુબ ઓછા લોકોને જાણકારી હશે.
આ એક મોટું રાઝ છે, આમ તો તે કાર ચાલકોની આંખની સામે હોય છે. પરંતુ તેના વિશે ખબર હોતી નથી. કારના સીટ બેલ્ટ પર એક ગુપ્ત બટન હોય છે. તે ખુબ કામનું હોય છે. ખુબ ઓછા લોકો તેના વિશે જાણે છે.
કારની સીટ બેલ્ટ પર લાગેલું હોય છે કાળું બટન
સીટ બેલ્ટ પર એક બકલ લાગેલું હોય છે. જ્યારે સીટ પર બેઠનાર વ્યક્તિ, બાજુમાં લાગેલા સીટ બેલ્ટને પોતાની તરફ ખેંચે છે, તો બકલને સાઇડમાં બનેલ ખાંચાની અંદર નાખી દે છે. જ્યાં તે ફસાય જાય છે. જ્યારે બકલ કાઢવામાં આવે છે તો તે ઢીલું હોય છે અને બેલ્ટ પર ખસતા નીચે તરફ જઈ શકે છે. તેને વારે વારે ઉપર કરવામાં અસુવિધા ન થાય તે માટે સીટ બેલ્ટ પર એક નાનું બટન બનાવી આપવામાં આવે છે. તે દબાતું નથી, પરંતુ તેનાથી બકલને પાછળ જતું રોકી શકાય છે. આગળ તરફ ટકેલું રહે છે. તે પાછળ જતું નથી. જેનાથી સીટ બેલ્ટ બાંધનારને અસુવિધા થતી નથી.
સીટ બેલ્ટ ન લગાવવા પર ભરવો પડે છે દંડ
તો સીટ બેલ્ટ લગાવી ડ્રાઇવિંગ કરવાથી દરરોજ ઘણા લોકોએ દંડ ભરવો પડે છે. કાર ડ્રાઇવ કરવા સમયે હંમેશા સીટ બેલ્ટ લગાવવો જોઈએ. કારમાં બેસનાર અન્ય વ્યક્તિને પણ સીટ બેલ્ટ લગાવવા માટે જરૂર કહો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે