નાચતા નાચતા થયો પથ્થરમારો! બાઈક-કાર બધુ રમણભમણ, વિવાદનું કારણ બન્યું વરઘોડાનું ગીત
વરઘોડામાં બબાલ થતાં કોળી પટેલો-ખલાસીઓ વચ્ચે પથ્થરમારો થયો હતો. જેમાં ડુમસ પોલીસે બંને પક્ષોના 14 શખ્સોની ધરપકડ કરી છે. આ મામલે હત્યાના પ્રયાસ અને રાયોટિંગનો ગુન્હો નોંધવામાં આવ્યો છે.
પ્રશાંત ઢીવરે/સુરત: સુરત ડુમસના વરઘોડામાં બબાલ થતાં કોળી પટેલો-ખલાસીઓ વચ્ચે પથ્થરમારો થયો હતો. જેમાં ડુમસ પોલીસે બંને પક્ષોના 14 શખ્સોની ધરપકડ કરી છે. આ મામલે હત્યાના પ્રયાસ અને રાયોટિંગનો ગુન્હો નોંધવામાં આવ્યો છે. બંને પક્ષોના 14 શખ્સોને 2 અલગ અલગ પોલીસ મથકમાં રાખવામાં આવ્યા છે. ઇચ્છાપોર અને ઉમરા પોલીસ ખાતે આરોપીઓને રાખવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ઘટના સ્થળે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.
આ શું થવા બેઠું છે? સિગારેટ પીવા મુદ્દે થયો ઝઘડો, તીક્ષ્ણ હથિયારના ઘા મારી યુવકની હત
સુરતના ડુમસમાં મોડીરાત્રે ગરાસ ફળિયા અને નવાસાથ ફળિયાના યુવકો સામસામે આવી જતા તંગદિલી સર્જાઈ હતી. ડુમસમાં મોડી રાત્રે નીકળેલા વરઘોડામાં ગીત વગાડવા બાબતે થયેલા ઝઘડા બાદ ભારે પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં કેટલીક મહિલાઓ સહિત યુવકો ઇજાગ્રસ્ત થયા હતા. ખલાસી અને કોળી પટેલ યુવકો સામસામે આવી જતાં મામલ મોડી રાત્રે તંગ બની ગયો હતો. ડુમસમાં નવાસાથ ફળિયા અને ગરાસ ફળિયાના યુવકો વચ્ચે ધિંગાણુ થયું હતું.
આ કંપનીના શેરની કિંમત અચાનક થઈ ગઈ ઝીરો, શેર બજારમાંથી થશે ડી-લિસ્ટ, ડૂબી ગયા પૈસા
ખૂબ જ સામાન્ય કહેવાય એમ થોડા દિવસ પહેલા ક્રિકેટનો એક ઝઘડો થયો હતો. આ ઝઘડો લગ્નમાં ઘૂસી ગયો તેવો માહોલ સર્જાયો હતો. શનિવારે મોડી રાત્રે એક વરઘોડો નીકળ્યો હતો. આ વરઘોડા દરમિયાન ગીત વગાડવા બાબતે ફરીથી મામલો ઉગ્ર બની ગયો હતો. સામસામે પથ્થરમારો અને હાથમાં આવે તે લાકડા કે સામાન એકબીજા પર છૂટ્ટા ફેંકાયા હતા. આ ઘટનામાં બંને પક્ષોના લોકોને માથામાં, પગમાં, હાથમાં ઇજા પહોંચતા સિવિલ ખસેડાયા હતા. ડુમસ યુવકો વચ્ચેનો ક્રિકેટથી શરૂ થયેલો ઝઘડો શનિવારે રાત્રે ધિંગાણા સુધી પહોંચી ગયો હતો. ઘણા યુવકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.
Sweating: ગરમીમાં પરસેવાની દુર્ગંધની થશે તકલીફ, ચિંતા કર્યા વિના કરો આ ઉપાય
જોકે, આવી ઘટના ભવિષ્યમાં બીજીવખત ન બને તે માટે પોલીસ અને બંને સમાજના અગ્રણીઓ ચોક્કસપણ એ વાત માનશે કે બંને સમાજના વરઘોડા મોડીરાત સુધી ન ફરે અને સમયસર લગ્નમંડપ સુધી પહોંચી જાય. જોકે આ ઘટના માં કુલ ૧૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.અને વધુ આરોપીની શોધખોળ ચાલુ છે.
Weekly Horoscope: આ અઠવાડિયામાં કઈ રાશિને થશે લાભ જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળ