સુરત: એરપોર્ટના જોઇન્ટ જનરલ મેનેજર રૂપિયા 30 હજારની લાંચ લેતા ઝડપાયા
શહેર ઇન્ટરનેશનલ એરપોર્ટ બનવા તરફ પા પા પગલી ભરી રહેલા સુરતના એરપોર્ટના જોઇન્ટ જનરલ મેનેજર આર.આર ગુપ્તાને આજે એસીબીએ કોન્ટ્રાક્ટર પાસેથી લાંચ લેતા ઝડપી પાડ્યા છે. કોન્ટ્રાકટના બિલ પેટે રુપિયા 30 હજાર લાંચ માંગી હતી. એક વર્ષ પહેલા સુરત એરપોર્ટ પર જોઇન્ટ જનરલ મેનેજર તરીકે બદલી થઇને આવેલા રાધા રમણ ગુપ્તા ઉર્ફે આર આર ગુપ્તા દ્વારા એરપોર્ટના વિસ્તરણની કામગીરી સાથે પોતાની બે નંબરની આવક મેળવવા માટે લાંચ લેવાનો પણ કાપો વાળવામાં આવ્યો હતો.
ચેતન પટેલ/સુરત: શહેર ઇન્ટરનેશનલ એરપોર્ટ બનવા તરફ પા પા પગલી ભરી રહેલા સુરતના એરપોર્ટના જોઇન્ટ જનરલ મેનેજર આર.આર ગુપ્તાને આજે એસીબીએ કોન્ટ્રાક્ટર પાસેથી લાંચ લેતા ઝડપી પાડ્યા છે. કોન્ટ્રાકટના બિલ પેટે રુપિયા 30 હજાર લાંચ માંગી હતી. એક વર્ષ પહેલા સુરત એરપોર્ટ પર જોઇન્ટ જનરલ મેનેજર તરીકે બદલી થઇને આવેલા રાધા રમણ ગુપ્તા ઉર્ફે આર આર ગુપ્તા દ્વારા એરપોર્ટના વિસ્તરણની કામગીરી સાથે પોતાની બે નંબરની આવક મેળવવા માટે લાંચ લેવાનો પણ કાપો વાળવામાં આવ્યો હતો.
આ અંગેની કર્ણોપકર્ણ ફરિયાદો સંભળાઇ રહી હતી. પરંતુ કોઇ આ બાબતે સત્તાવાર રીતે બોલવા તૈયાર ન હતું. આખરે સુરત એરપોર્ટના કોન્ટ્રક્ટર પાસે આર આર ગુપ્તાએ રૂપિયા 30 હજારની લાંચની માંગણી કરી હતી. આ લાંચની રકમ મંગાઇ હોવાની ફરિયાદ કોન્ટ્રાક્ટરે એસીબીને કરી હતી. હતી અને એસીબીની ટીમ દ્વારા તેને રંગે હાથે ઝડપી લેવામાં આવ્યો હતો.
પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિનના અક્સ્માત બાદ મદદ માટે પરિવારના વલખા
મહત્વનું છે, કે એરપોર્ટ અધિકારીને ઝબ્બે કરવા માટે પી.આઇ. બી કે વનારની આગેવાનીમાં ટીમ દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું અને સુરત એરપોર્ટનો જોઇન્ટ જનરલ મેનેજર રાધા રમણ ગુપ્તા રૂપિયા 30 હજાર લાંચ લેતા ઝડપાઇ ગયો હતો. એસીબીએ લાંચનો ગુન્હો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.