સંદીપ વસાવા/ઓલપાડ: સુરત જિલ્લામાંથી ફરીવાર ડુપ્લીકેટ ઘી બનાવતી ફેકટરી ઝડપી પાડી છે. કીમ પોલીસે બોલાવ GIDC માં રેડ કરી અશુદ્ધ દેશી ઘીના નામે બનાવતી ઘીની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે મોટી માત્રામાં દેશી ઘીનો જથ્થો સિઝ કરી એફ.એસ.એલ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં નવરાત્રિ માટે પોલીસનો શું છે એક્શન પ્લાન? આવું હોઈ શકે છે જાહેરનામું!


સુરત જિલ્લામાંથી ક્યારેક બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ દારૂ તો ડુપ્લીકેટ મસાલા તો પછી ક્યારેક ડુપ્લીકેટ ઘી બનાવતું કારખાનું અથવા ગોડાઉન ઝડપાતા રહે છે. કેટલાક બેનંબરીયાઓ પૈસા થોડા પૈસા વધુ કમાવવાની લાલચમાં લોકો સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે. જોકે આ બેનંબરિયાઓની મેલી મૂળદ વધુ ટકી નથી શકતી કારણે પોલીસ આવા લોકોને ઝડપી પાડતી હોય છે. સુરતના ઓલપાડ તાલુકામાં આવેલ બોલાવ જી.આઈ.ડી.સીમાં કીમ પોલિસે બાતમી આધારે રેડ કરી હતી. જી.આઈ.ડી.સી ની એક ફેકટરી છાપો મારતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. 


નવરાત્રિની રઢિયાળી રાતોની રંગતને વરસાદ બગાડશે! અંબાલાલે કરી ઘાતક આગાહી, જાણી ધ્રુજી


સ્થળ પર મોટા પ્રમાણમાં મુદ્દમાલ મળી આવ્યો હતો. ફેક્ટરીની અંદરથી મસમોટી બે ટાંકીઓ મળી આવી હતી. એક ટાંકીમાં ઘી તેમજ બીજી ટાંકીમાં પામોલિયન ઘી મળી આવ્યું હતું. જેમાં દાલડા ધી, વનસ્પતિ ઓઇલ, સોયાબિન ઓઇલ અને કલર નું મિશ્રણ કરી ઘી બનાવવામાં આવતું હતું. ફેકટરી વિવિધ મિશ્રણ સાથે રિફાઇન કર્યા બાદ એ ઘીને નાનેથી લઈને મોટા ડબ્બામાં પેકિંગ કરવામાં આવતા હતા. જે બોટલો પર સારાંશ ગાયનું શુદ્ધ ઘી, અનમોલ રતન શુદ્ધ ઘી જેવા સ્ટીકરો લગાડવાથી આવતા હતા. 


ગુજરાતે કરી દેખાડ્યું! પ્રદુષણ રોકતા બાયોડીગ્રેડેબલ કોટિંગ મટીરિયલની શોધ, થશે ફાયદો


મહત્વનું છે કે ના માત્ર નાની મોટી બોટલો નહિ પરંતુ નાના પાઉંચમાં પણ ઘીનું વેચાણ કરાતું હતું. કીમ પોલીસે સમગ્ર મામલે ફૂડ એન્ડ દ્રગ વિભાગને જાણ કરવામાં આવતા અધિકારીઓ સ્થળ પર પહોંચી ઘીને સેમ્પલોને લેબમાં પ્રશિક્ષણ અર્થે લઈ જવાયા છે. મહત્વનું છે કે આ થોડા દિવસો અગાઉજ ઓલપાડના સાયણ રોડ પરથી એક સોસાયટીના એક મકાનમાંથી આજ પ્રકારની એમ.ઓ ડુપ્લીકેટ ઘી બનાવવામાં આવી રહ્યું હતું. જેને સુરત જિલ્લા પોલીસે ઝડપી પડ્યું હતું. જે બાદ ઓલપાડ તાલુકામાંથી બ્રાન્ડેડ વિદેશી દારૂનું ડુપ્લીકેસન કરતું કારખાનું પણ ઝડપી પાડ્યું હતું.


દિલ્લીથી ગુજરાત ભાજપના MLA પર રખાઈ રહી છે નજર, આ 3 કેટેગરીમાં કરાઈ રહ્યો છે સર્વે


હવે બોલાવ જી.આઈ.ડી.સી માંથી ડુપ્લીકેટ ઘી બનાવતું કારખાનું કીમ પોલીસે ઝડપી પાડી સમગ્ર રેકેટ નો પર્દાફાશ કર્યો છે. કીમ પોલીસે ઘટના સ્થળ ઉપરથી હજારોની સંખ્યામાં નાના મોટા ઘીના ડબ્બાઓ સિઝ કર્યા હતા. તેમજ ૭૦૦ જેટલા પાઉંચ, તેલના ડબ્બાઓ, ઓઈલના ડબ્બાઓ, મશીનરી, સિલ સહિત 6 લાખથી વધુનો મુદ્દમાલ ઝપ્ત કર્યો હતો. તો ફેકટરી માલિક કામરેજના અંકિત રાજેશ મોદી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 


રાજકોટમાં ગુમ થયેલી બાળકીની લાશ મળી, દુષ્કર્મ બાદ પથ્થરોથી માથું છૂંદી હત્યાની આશંકા


પોલીસે ઝડપી પડેલ ડુપ્લીકેટ બનાવવા જરુરી ઓઇલનો જથ્થો સામગ્રી કેવી રીતે લાવવામાં આવતી હતી. ઘીના જથ્થાનું વેચાણ કેવી રીતે કરવામાં આવતું હતું. કોણ કોણ તેની ખરીદી કરી રહ્યા હતા. આ તમામ બાબતે હવે પોલીસ ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે. ત્યારે બિલકુલથી કહી શકાય છે જો આપ ઘીનું રોજિંદા ખાવામાં ઉપયોગ કરી રહ્યા છો અને માર્કેટમાંથી તેની ખરીદી કરી રહ્યા છો તો હવે ચેતી જજો કારણે માર્કેટમાં બનાવટી ઘી વેચાઈ રહ્યું છે અને આ ડુપ્લીકેટ ઘી આપના સ્વાસ્થ્ય સંબંધિત હાનિકારક નીવડી શકે છે. જેથી ખરાય કર્યા ઘીની ખરીદી કરો અથવા ઘરે બનાવવામાં આવતા ધીનો વપરાશ કરો.