નવરાત્રિને લઈ અમદાવાદ પોલીસ સજ્જ, વાહન પાર્કિંગથી લઈ સોશિયલ મીડિયા સુધી આવું હોઈ શકે છે જાહેરનામું!

અમદાવાદમાં આ વર્ષે 50 પાર્ટી પ્લોટ, ક્લબમાં ગરબાનું આયોજન કરાયું છે. નવરાત્રિને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ પોલીસ પણ સુરક્ષાના મુદ્દે સજ્જ બની છે. અમદાવાદ પોલીસે ગરબા આયોજકો માટે 12 મુદ્દાની ગાઈડલાઈન બહાર પાડી છે. તેના ડોયુમન્ટસ અને સર્ટિફિકેટ રજૂ કર્યા બાદ આયોજકને પરમિશન મળશે. 

નવરાત્રિને લઈ અમદાવાદ પોલીસ સજ્જ, વાહન પાર્કિંગથી લઈ સોશિયલ મીડિયા સુધી આવું હોઈ શકે છે જાહેરનામું!

Ahmedabad Police : ગરબાના આયોજનને લઈને લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે અમદાવાદના લગભગ 50 પાર્ટી પ્લોટ ઉપરાંત ફાર્મ હાઉસ અને ક્લબમાં ગરબાના આયોજનો થઈ રહ્યા છે. નવરાત્રિમાં ખેલૈયાઓના ભારે ઉત્સાહને જોતા પોલીસ પણ પોતાના એક્શન પ્લાન સાથે તૈયાર છે. અમદાવાદ પોલીસ કમિશનર ટૂંક સમયમાં નવરાત્રિને લઇને જાહેરનામું બહાર પાડશે. આગામી 15 થી 23 ઓક્ટોબરે નવરાત્રિ યોજાશે, ત્યારે ગરબા આયોજકોની 47 અરજીઓ પોલીસને મળી છે. જેના અનુસંધાને ટૂંક સમયમાં જાહેરનામું જાહેર કરાશે. જોગવાઈ મુજબ અરજી ચકાસી મંજૂરી આપવામાં આવશે. જાહેરનામામાં અનેક સૂચનો રહેશે. જેમાં ખાસ 12 વાગે સુધી લાઉડસ્પીકડ વગાડવાની પરમિશન મળી શકે છે.

સુરક્ષા અને સલામતી માટે ખાસ કામગીરી
નવરાત્રિમાં સૌથી વધુ મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે ખાસ કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. બીજી બાજુ અમદાવાદમાં ગરબા આયોજકોએ પાર્કિંગ અને ટ્રાફિકને લઈને પણ સૂચનો આપવામાં આવશે. પોલીસ વિભાગ તરફથી પાકીટ ચોરી જેવી ઘટનાઓ ન બને, છેડતી કે ઘર્ષણ ન થાય તે માટે બંદોબસ્ત ગોઠવાશે. આયોજકોને પાર્કિંગ અને ગરબા સ્થળ પર Cctv કેમેરા લગાવવાના રહેશે. પાર્કિંગ સ્થળ ગરબા સ્થળથી 100 મીટર દૂર રાખવાનું રહેશે. પૂરતી સંખ્યામાં સ્વયં સેવકો રાખવાના રહેશે. પૂરતી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત રહેશે. સિવિલ ડ્રેસમાં પણ પોલીસ રોમિયોગિરી કરનારને પકડવાની કામગીરી કરશે. મહિલા પોલીસની શી ટિમ પણ તૈનાત રહેશે. 

સ્વાસ્થ્યની તકેદારી રાખવા ખાસ સૂચન
ગરબામાં ખેલૈયાઓના સ્વાસ્થ્યની તકેદારી રાખવા સ્થળ પર તબીબોની ટીમ રાખવા સૂચના આપવામાં આવશે. સ્થળ પર એમ્બ્યુલન્સ પણ રાખવાનું સૂચન આપવામાં આવશે. ફાયરને લઈને પણ ખાસ સૂચનો આપવામાં આવશે. ગરબા પૂર્ણ થયા બાદ પણ પોલીસ રોડ રસ્તાઓ પર સતત કાયદો વ્યવસ્થા જાળવવાની કામગીરી કરશે. ખાણીપીણીના સ્થળો અને અન્ય જગ્યાઓ જ્યાં લોકો ભેગા થતા હોય ત્યાં પોલીસ પેટ્રોલીંગ કરશે. 

સોશિયલ મીડિયા પર ખાસ નજર
નવરાત્રિ વખતે જ વર્લ્ડ કપની મેચો હોવાના કારણે ખાસ તકેદારી હાથ ધરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર પણ પોલીસ ખાસ નજર રાખવામાં આવશે. નશીલા પદાર્થોનો ઉપયોગ ન થાય તે માટે બ્રિથ અનાલાઈઝર, બોડીવોર્ન કેમેરા સહિતની ટેકનોલોજીનો ઉપયોગ કરાશે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં આ વર્ષે 50 પાર્ટી પ્લોટ, ક્લબમાં ગરબાનું આયોજન કરાયું છે. નવરાત્રિને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ પોલીસ પણ સુરક્ષાના મુદ્દે સજ્જ બની છે. અમદાવાદ પોલીસે ગરબા આયોજકો માટે 12 મુદ્દાની ગાઈડલાઈન બહાર પાડી છે. તેના ડોયુમન્ટસ અને સર્ટિફિકેટ રજૂ કર્યા બાદ આયોજકને પરમિશન મળશે. 

1. નવરાત્રિ માટેની અરજી
2. આયોજકનું આધાર કાર્ડ 
3. જગ્યા માલિકનું સંમતિપત્ર (જગ્યા ભાડે આપી હોય તો તેનો પુરાવો) 
4. મહિલા તેમજ પુરુષ સિક્યોરિટી ગાર્ડની સંખ્યા સાથેની વિગતો 
5. ફાયર સેફટી અંગેનું કોર્પોરેશનનું પ્રમાણપત્ર 
6. ઈલેક્ટ્રિક ફિટિંગ અંગેનું ગર્વમેન્ટ ઓથોરાઈઝડ ઈલેક્ટ્રિશિયનનુંં પ્રમાણપત્ર 
7. જનરેટરની વ્યવસ્થા કરી છે કે નહીં તેની વિગત 
8. સીસીટીવી કેમેરા ક્યાં-કેટલા લગાવ્યા છે તેની વિગત 
9. સાઉન્ડ સિસ્ટમવાળા વ્યક્તિનું નામ-સરનામુ ં સહિતની વિગત 
10. આર્ટિસ્ટનું સંમતિપત્ર 
11. વીમા પોલિસી 
12. પાર્કિંગની વ્યવસ્થાની વિગત

ગરબાના આયોજનમાં પાર્કિંગ અને ટ્રાફિક જાળવવુ સૌથી વધુ મહત્વનું છે. તેથી જ અમદાવાદ પોલીસ દ્વારા તેના પર વધુ ફોકસ કરાયું છે. સાથે જ આયોજકોએ એન્ટ્રી-એક્ઝિટ અને પાર્કિંગ એરિયા કવર થાય તે રીતે કેમેરા લગાવવા પડશે. તેનું રેકોર્ડિંગ પોલીસ માંગે ત્યારે તે આપવું પડશે. દરેક રાસ-ગરબાના દરેક સ્થળે પુરુષ અને મહિલા સિકયોરિટી ગાર્ડ અને સ્વયંસેવક પણ રાખવા પડશે. ગરબા માટે રાતે 12 વાગ્યા સુધી જ મંજૂરી આપવામાં આવી છે. તેથી 12 વાગ્યા બાદ ગરબા બંધ કરી દેવાશે, સાથે જ અવાજની મર્યાદામાં લાઉડ સ્પીકર વગાડવું પડશે. જેથી આસપાસના વિસ્તારના દર્દી, વૃદ્ધો તથા વિદ્યાર્થીઓ અને નાગરિકોને કોઈ તકલીફ ન પડે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news