ઝી બ્યુરો/સુરત: અલથાણમાં મહિલા તબીબની માતાની ઘુંટણની સારવાર કરવાના બહાને પહોંચેલા 3 નકલી તબીબોએ ઘુંટણના ભાગે થયેલી ગંદકીનો ભરાવો ચુસકી મારીને કાઢવાની સારવાર કરવાના બહાને 6 લાખ પડાવવાનો પેતરો રચ્યો હતો અને 1 લાખ પડાવી પણ લીધા હતા. જોકે વધુ 5 લાખ માટે બંને ઠગે ધમકી આપતાં મહિલા તબીબે પોલીસને જાણ કરી ત્રણેયને સપડાવી દીધા હતા. આ ગેંગ લંગડાતું ચાલતો હોય તેમજ મોર્નિંગ કરનારા લોકોને નિશાન બનાવતા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Holi 2023: આ વર્ષે ક્યારે છે હોળીકા દહન? જાણો સાચી તારીખ અને શુભ સમય


સુરતના અલથાણ કેનાલ રોડ પર આકાશ ઈકો પોઈન્ટ ખાતે રહેતા દિનાબેન યોગેશ પટેલ ફિઝીયોથેરાપીસ્ટ છે. 22 ફેબ્રુઆરીએ તેઓ માતા રાઈબેન સાથે ઓક્સીજન પાર્ક ગાર્ડન ખાતે જતા હતા. ત્યારે વેકેન્ઝા એપાર્ટમેન્ટની સામે રોડ પર એક અજાણ્યો ઉભો હતો. જેણે તેમની માતાને ‘આન્ટી તમારા ઘુંટણમાં તકલીફ છે. મારી મમ્મીને પણ આવી તકલીફ હતી અને વગર ઓપરેશને સારું કરી આપ્યું હતું’ તેવું જણાવ્યું હતું. જેથી દિનાબેને ડોક્ટર વિશે પુછતા તેમણે માતાનો નંબર આપ્યો હતો.


હોળી પહેલા અંબાલાલ પટેલનો વરતારો, ગુજરાતમાં ક્યાં અને કઈ તારીખે વરસાદ ભૂક્કા કાઢશે?


જેથી દીનાબેને માતા આરતીબેનનો સંપર્ક કરતા તેમણે ડો. આર. મર્ચન્ડનો નંબર આપ્યો હતો. દિનાબેને તે નંબર પર વાત કર્યા બાદ મંગળવારે મહંમદ ગની અને આસિફ હાફીઝ નામના બે વ્યક્તિ ઘરે આવ્યા હતા. તેમજ હાફીઝ ગની ડોક્ટર હોવાનું અને આસિફ ખેડુત હોવાનું કહ્યું હતું. બંનેએ દિનાબેનની માતાના ઘુટણ તપાસી બેગમાંથી બ્લેડ અને પિત્તળની ભુંગળી કાઢી ઘુંટણના ભાગે બ્લેડથી કાપો મારી ભુંગળી મુકી ચુસકી મારવા લાગ્યા હતા. ત્યારબાદ બંનેએ એક ચુસકીના 6 હજાર લેખે 100 ચુસકીના 6 લાખ થયા છે તેમ કહ્યું હતું. જેથી દિનાબેને 1 લાખ જ છે તેવું કહેતા બંનેએ બળજબરીથી લઈ લીધા બાદ વધુ 5 લાખની માંગણી કરી ગાળો બોલવા લાગ્યા હતા. જેથી દિનાબેને પોલીસને જાણ કરી દીધી હતી. 


પોલીસને જાણ કરતા ની સાથે જ અલથાણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ બંને ઠગ બાજો સહિત 3ની અટકાયત પણ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન અન્ય ફરિયાદીઓ પણ સામે આવ્યા હતા જેમાં ખાસ કરીને આ ગેંગ લંગડા તું ચાલતા હોય તેવા તેમજ મોર્નિંગ વોકમાં નીકળેલા વૃદ્ધોને શિકાર બનાવતા હતા. 


જેઠાલાલનો જીવ જોખમમાં, હથિયારો લઇને ઘરની બહાર એકઠા થયા લોકો, પોલીસ થઈ દોડતી!


બાદમાં તેમનો પગ સારો થઈ જશે તેમ કહી તેમને લોભામણી સ્કીમો આપતા હતા. માત્ર અલથાણ વિસ્તારમાં જ 6 થી 7 લોકોને નિશાન બનાવ્યા હતા. આ ઉપરાંત અન્ય પોલીસ મથકના લોકોને પણ નિશાન બનાવ્યા હોવાનું સામે આવ્યું છે હાલ તો પોલીસે ત્રણેય લોકોની કડક પૂછપરછ હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.