Taarak Mehta Ka Ooltah Chashmah: 'જેઠાલાલ' ના ઘરની બહાર 25 લોકો હથિયાર સાથે ઊભા છે! નાગપુર પોલીસને ફોન આવ્યો, મુંબઈ પોલીસ અલર્ટ

જેઠાલાલની ભૂમિકા ભજવનાર દિલીપ જોશીને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 25 લોકો જેઠાલાલના ઘરની બહાર બંદૂક અને બોમ્બ લઈને ઉભા હતા.

Taarak Mehta Ka Ooltah Chashmah: 'જેઠાલાલ' ના ઘરની બહાર 25 લોકો હથિયાર સાથે ઊભા છે! નાગપુર પોલીસને ફોન આવ્યો, મુંબઈ પોલીસ અલર્ટ

Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના લીડ અભિનેતા જેઠાલાલની ભૂમિકા ભજવનાર દિલીપ જોશીને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 25 લોકો જેઠાલાલના ઘરની બહાર બંદૂક અને બોમ્બ લઈને ઉભા હતા. અહેવાલો અનુસાર, નાગપુર પોલીસ કંટ્રોલ રૂમમાં દિલીપ જોશીને લઈને આવો જ એક ફોન આવ્યો હતો.

અહેવાલો કહે છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દિલીપ જોશીને લઈને એક અજાણ્યા વ્યક્તિએ 1 ફેબ્રુઆરીએ નાગપુર પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યો હતો. તે વ્યક્તિએ ફોન પર પોલીસને માહિતી આપી અને કહ્યું- તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દેખાતા જેઠાલાલના ઘરની બહાર 25 લોકો બંદૂક અને હથિયારો સાથે ઉભા છે. એટલું જ નહીં, તે ફોન કોલ પર વ્યક્તિએ અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર અને મુકેશ અંબાણીના ઘરે પણ બોમ્બથી ઉડાવવાની વાત કરી હતી.

25 લોકો આ પ્લાનને અંજામ આપવા માટે પહોંચી ગયા છે....
તે વ્યક્તિએ જણાવ્યું હતું કે, મેં કેટલાક લોકોને વાત કરતા સાંભળ્યા છે કે આખી યોજનાને અંજામ આપવા માટે 25 લોકો પહોંચી ગયા છે. આ ફોન કોલ પછી તરત જ નાગપુર પોલીસ કંટ્રોલ રૂમે આ માહિતી મુંબઈના શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનને આપી અને તપાસ શરૂ કરવામાં આવી હતી.

એક ખાસ એપની મદદથી કોલ કરવામાં આવ્યો
કહેવામાં આવી રહ્યું છે કે તપાસ બાદ જાણવા મળ્યું કે જે ફોન પરથી કોલ આવ્યો હતો તે દિલ્હીની એક સિમ કાર્ડ કંપનીમાં કામ કરતા છોકરાનો હતો અને કોલ એક ખાસ એપની મદદથી કરવામાં આવ્યો હતો. જો કે હજુ સુધી પોલીસને આ અંગે સફળતા મળી નથી અને ફોન કરનાર પણ પકડાયો નથી.

ઉલ્લેખનીય છે કે, 26 મે 1968ના રોજ પોરબંદરમાં જન્મેલા દિલીપ જોષીની દીકરીએ 2021માં લગ્ન કર્યાં હતાં. તેમને દીકરો રિત્વક છે. દિલીપ જોષી 'મૈંને પ્યાર કિયા'(1989),' હમ આપકે હૈ કૌન'(1998),' ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની '(2000) ,'હમરાઝ'(2002) અને 'ફિરાક'(2002) જેવી લગભગ 10 ફિલ્મ્સમાં કામ કરી ચૂક્યા છે. આ ઉપરાંત ટીવી સિરિયલ ગલતનામા (1994), 'દાલ મેં કાલા'(1998), 'હમ સબ એક હૈ'(1998-2001), 'હમ સબ બારાતી' (2004), 'FIR' (2008)માં કામ કર્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news