સુરત : શહેરની નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાંથી કોરોના મુક્ત 117 વ્યક્તિઓએ પોતાનાં પ્લાઝમા ડોનેટ કર્યા છે. આ પ્લાઝમાં થકી 162 કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર શક્ય બની છે. જે પૈકી નવી સિવિલમાં 56 ડોનરો થકી 87 દર્દીઓને જ્યારે સ્મિમેર હોસ્પિટલમાં 61 ડોનરો થકી 75 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PHOTOS: સુરતમાં દારૂ ભરેલી ગાડીનો ટ્રક સાથે અકસ્માત, લોકોની દારૂની લૂંટ ચલાવી

સ્મીમેર હોસ્પિટલમાં ડોનેટ થયેલા 96 પ્લાઝમાનો ઉપયોગ ખાનગી તથા સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓ માટે કરવામાં આવ્યો છે. જેમાં  સ્મીમેરના 11 દર્દીઓ પ્લાઝમાં થકી સાજા થયા. જ્યારે 20 દર્દીઓની સ્થિતી સુધરી છે. અન્ય ખાનગી હોસ્પિટલને પણ પ્લાઝમાં આપવામાં આવી છે. 


કચ્છમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ, ગમે ત્યારે આવી શકે છે ભયાનક ધરતીકંપ

પ્લાઝમાં હોસ્પિટલમાં ડોનેટ થયેલા 96 પ્લાઝમાનો ઉપયોગ ખાનગી તથા સ્મીમેર હોસ્પિટલનાં દર્દીઓ માટે કરવામાં આવ્યા છે. જેમાં સ્મીમેર 11 દર્દીઓ પ્લાઝમાં થકી સાજા થયા. જ્યારે 20 દર્દીઓની સ્થિતી સુધારાજનક છે. અન્ય ખાનગી હોસ્પિટલને પણ પ્લાઝમાં આપવામાં આવે છે. પ્લાઝમાં ડોનેટ કરવા ખા ફરજ પરના અધિકારી મિલિંગ તોરવણે, તબીબી અધિક્ષક, મેડિકલ કોલેજનાં ડીન બ્રહ્મભટ્ટ નિયમિત માર્ગદર્ન હેઠળ સિવિલના ડોક્ટરોની ટીમ કોરોના મુક્ત દર્દીઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube