કચ્છમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ, ગમે ત્યારે આવી શકે છે ભયાનક ધરતીકંપ
Trending Photos
કચ્છ : કચ્છમાં આજે વહેલી સવારે 6.47 મિનિટે 3.7 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ ભચાઉ, કચ્છથી 23 કિલોમીટર દુર છે. તેના કારણે સુતા લોકો જાગીને ઘરની બહાર દોડી આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ભુકંપ કચ્છમાં અવારનવાર આવ્યા કરે છે. ભૂસ્તરશાસ્ત્રીઓ પ્રમાણે કચ્છમાં એક મોટો ભુકંપ ગમે ત્યારે આવી શકે છે.
ભુસ્તરશાસ્ત્રીઓએ કચ્છ મેઇન ફોલ્ટ લાઇન પર કરેલા અભ્યાસ બાદ આ તારણ બહાર આવ્યું છે. આ ફોલ્ટ લાઇન પર છેલ્લા 1 હજાર વર્ષથી મોટા ભુકંપ આવ્યો ન હોવાથી જમીન ઉર્જા વધી રહી છે. જે ગમે ત્યારે બહાર આવવા માટે મોટો ભુકંપ આવી શકે છે. જેમાં કચ્છના અંજાર અને ગાંધીધામની સાથે અમદાવાદમાં પણ ભયાનક નુકસાન થવાનો અંદાજ છે.
નોંધનીય છે કે, કચ્છ યુનિવર્સિટી સંશોધકો અને ગાંધીનગરમાં આવેલી ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ કચ્છ દ્વારા મેઇનલેઇન્ડ ફોલ્ડ લાઇન પર સંશોધન કરવામાં આવ્યું હતું. આ ફોલ્ટ લાઇન જમીનના પેટાળમાં લખપતથી લઇને ભચાઉ સુધી 150 કિલોમીટર જેટલી લાંબી લાઇન છે. ગત્ત મહિને અરેબિયન જર્નલ ઓફ ઓફ જિયો સાયન્સમાં આ અંગેનો અભ્યાસ લેખ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. આ ફોલ્ટ લાઇનમાં ક્યારે ભૂકંપના આંચકા આવ્યા તે જાણવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં આ લાઇનમાં 5600 વર્ષથી છેલ્લે 1000 વર્ષ વચ્ચે ચાર મોટા ભુકંપના આવ્યા હોવાનું તપાસ બાદ બહાર આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે