સુરત : શહેરમાં ગુનેગારો બેફામ બન્યા છે. હત્યા દુષ્કર્મ જાણે ખુબ જ સામાન્ય બાબત બની ચુકી છે. સુરતમાં લગ્નની લાલચ આપીને દુષ્કર્મ કિસ્સો સામે આવ્યો છે. જો કે આ કિસ્સામાં ભોગ બનનાર યુવતીને અન્ય કોઇ નહી પરંતુ તેના જ મામાના દીકરાએ જ છેતરી હોવાનો આક્ષેપ છે. યુવતીનો આક્ષેપ છે કે, તેના મામાના દીકરાએ લગ્નની લાલચ આપી અને તેની સાથે અવારનવાર શારીરિક સંબંધ બાધ્યો હતો અને બાદમાં પરિવારને જાણ થતા લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો. આ મુદ્દે તેની ફરિયાદ નહી લેતા તે સામાજિક કાર્યકર્તાઓ સાથે જાહેરમાં આવીને વિરોધ કર્યો હતો. આખરે પોલીસ કમિશ્નર કચેરીમાં રજુઆત કર્યાના અંતે કતારગામ પોલીસમાં તેની ફરિયાદ નોંધાઇ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આણંદ: 3.5 વર્ષની માસુમ બાળા પર દુષ્કર્મ કરનાર 44 વર્ષના નરાધમને ફાંસી

કતારગામ વિસ્તારમાં રહતેી 25 વર્ષીય તુવતીએ તેના મામાના છોકરાએ પ્રેમજાળમાં ફસાવી હતી. યુવતીનો આક્ષેપ છે કે તેને લગ્નની લાલચે શારીરિક શોષણ કરવામાં આવ્યું. આટલું જ નહી તેના વીડિયો પણ બનાવ્યા હતા. ત્યાર બાદ યુવતીને લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જો પોતાના સંબંધો અંગે કોઇને પણ જણાવશે તો વીડિયો વાયરલ કરવાની ધમકી આફીને તેને તરછોડી દીધી હતી. કતારગામ ધ્રુવતારક સોસાયટીમાં રહેતા 24 વર્ષીય હેમંત પાલા ધારૈયા તેના ફોઇની 25 વર્ષીય દીકરીને પ્રેમજાળમાં ફસાવી હતી.


સાવધાન ! સ્વામીનારાયણ સંપ્રદાયના સંતની મિત્રતાની કિંમત યુવાને પોતાનો જીવ ગુમાવીને ચુકવી પડી

હેમંતે યુવતીને લગ્નની લાલચ આપીને વિશ્વાસ અને ભરોસો કેળવ્યો હતો. છેલ્લા સાત મહિનાથી તેઓ અવાર નવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. અલગ અલગ સ્થળે લઇ જઇને શારીરિક શોષણ કર્યું હતું. પોતાના અંતરંગ પળોના વીડિયો પણ બનાવ્યા હતા. ત્યાર બાદ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જો તે કોઇ પણને તે પોતાના સંબંધો અંગે જાણ કરશે તો તેની વીડિયો વાયરલ કરી દેવાની ધમકી ઉચ્ચારી હતી. પોતે ઇચ્છે ત્યારે અને પોતે બોલાવે ત્યારે ત્યાં હાજર થવું પડશે તેવું પણ જણાવ્યું હતું. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube