• સંગીતા પાટીલે કહ્યું કે, કોઈ તમને ક્યારેય પકડે તો કહેજો, કે હું ભાજપનો માણસ છું. પેજ પ્રમુખનું આઈકાર્ડ બતાવીને કહેજો કે, હું ભાજપનો માણસ છું. જો પોલીસ ન સાંભળે તો મને ફોન કરજો


ચેતન પટેલ/સુરત :નેતાઓ અનેકવાર જાહેરમાં બફાટ કરતા જોવા મળે છે. આવામાં વધુ એક નામ ઉમેરાયું છે. સુરતના ધારાસભ્ય સંગીતા પાટીલે (sangita patil) એક જાહેર કાર્યક્રમમાં સ્ટેજ પર બફાટ કર્યો છે. એક કાર્યક્રમમાં કાર્યકર્તાઓને સંબોધન કરતા સંગીતા પાટીલે કહ્યું કે, કોઈ તમને ક્યારેય પકડે તો કહેજો, કે હું ભાજપનો માણસ છું. પેજ પ્રમુખનું આઈકાર્ડ બતાવીને કહેજો કે, હું ભાજપનો માણસ છું. જો પોલીસ ન સાંભળે તો મને ફોન કરજો. આવી સલાહ પણ સંગીતા પાટીલા કાર્યકર્તાઓને આપી. કાર્યક્રમમાં આવું નિવેદન આપતા સંગીતા પાટીલનો વીડિયો વાયરલ થયો છે.


આ પણ વાંચો :  ‘વિરોધ પક્ષવાળા ગમે તેવો પગંત કે દોરી લાવે, ચીનથી કે ઈટાલીથી... ગુજરાતમાં વિકાસનો પતંગ નહીં કપાય...’


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના લીંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલનો વીડિયો વાયરલ થયો છે. ભાજપ પેજ પ્રમુખના કાર્ડને લઈને સંગીતા પાટીલનો વીડિયો વાયરલ થયો છે. રવિન્દ્ર નામના ભાજપના કાર્યકર્તા દ્વારા વીડિયો શૂટ કરવામાં આવ્યો હતો, અને ફેસબુર પર વીડિયો લાઈવ કર્યો હતો. પરંતુ સંગીતા પટેલની બફાટ વાયરલ થઈ ગઈ હતી. સંગીતા પાટીલે લિંબાયત વિસ્તારમાં કરેલા સંબોધનનો આ વીડિયો છે. ઉત્તરાયણના પર્વ પર કાર્યકર્તાઓને તેઓએ સંબોધનમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેનું આ નિવેદન ભાજપની કાર્યશૈલી પર સવાલ ઉભા કરે છે. 


આ પણ વાંચો :સૌરાષ્ટ્રનાં સૌથી મોટા કોલ સેન્ટરનો પર્દાફાશ, ગેંગમાં 4 યુવતીઓ પણ સામેલ



ગુજરાત સરકાર જ્યાં એક તરફ રાજ્યમાં સુશાસન વ્યવસ્થાનના ઉદાહરણ આપે છે, ત્યાં બીજી તરફ ભાજપના નેતાઓ જ ખુલ્લેઆમ સરકારીન કામગીરીની મજાક ઉડાવી રહ્યાં છે. બીજો સવાલ એ પણ ઉભો થાય છે કે, શું ભાજપનું પેજ પ્રમુખ બનવું એટલે કાયદો હાથમાં લેવાનો હોય છે. શું પેજ પ્રમુખનું બિરુદ એ કાયદાનું ઉલ્લંઘન કરવાનું લાયસન્સ છે. થોડા દિવસ પહેલા ભાજપ પ્રમુખ સીઆર પાટીલ પેજ પ્રમુખ બનવાનું આહવાન કર્યું હતું. જેના બાદ અનેક નેતાઓ પેજ પ્રમુખ બન્યા હતા. આ ઉપરાંત અનેક નેતાઓ કોરોનાની ગાઈડલાઈનના ધજ્જિયા ઉડાડતા પણ દેખાયા હતા.