પતંગોનાં પેચનાં ઉદાહરણો સાથે નીતિન પટેલનો વિપક્ષ પર કટાક્ષ, કહ્યું-વિપક્ષે લંગરિયાં નાખ્યાં, ને પતંગ લૂંટવા ઝાડીયું પણ લાવ્યા

પતંગોનાં પેચનાં ઉદાહરણો સાથે નીતિન પટેલનો વિપક્ષ પર કટાક્ષ, કહ્યું-વિપક્ષે લંગરિયાં નાખ્યાં, ને પતંગ લૂંટવા ઝાડીયું પણ લાવ્યા
  • મકરસંક્રાંતિનાં તહેવાર પર નીતિન પટેલે પતંગોનાં પેચનાં ઉદાહરણો સાથે વિપક્ષ પર કટાક્ષ કર્યા 
  • તેમણે કહ્યું કે, ગમે તેવા પતંગો કપાય પણ અમારો વિકાસનો પતંગ ક્યારેય ન કપાય

હિતલ પારેખ/ગાંધીનગર :‘વિરોધ પક્ષ વાળા ગમે તેવો પગંત કે દોરી લાવે.. ચાઈનાથી લાવે કે ઈટાલીથી... ગુજરાતમાં વિકાસનો પતંગ નહીં કપાય. કોંગ્રેસનાં બધાં ફૂદાં કપાઈ જાય છે અને પૂંછડાં પણ હાથમાં નથી આવતાં...’ આ શબ્દો છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને નાયબ મુખ્યમંત્રી (nitin patel) એ ઉત્તરાયણ (uttarayan) પર આડે હાથ લીધી. તેમણે કહ્યું કે, પહેલાં હાથમાં ઝાડુ લઈને પતંગ પકડવા રોડ પર દોડતા ઝાડુ વાળા હવે ગુજરાતમાં ચૂંટણી લડવા આવ્યા છે. પરંતુ ગમે તેવા હોય બધાના પતંગ કપાઈ જાય છે અને વિકાસનો પતંગ કોઈ કાપી નહીં શકે. તેમણે કહ્યું કે, વિપક્ષે લંગરિયાં નાખ્યાં અને પતંગ લૂંટવા ઝાડીયું પણ લઈ આવ્યા. પરંતુ કોઈ ફાવ્યા નથી. મને પણ બહુ પાડવાનો પ્રયત્ન થયો પરંતુ દરેક વખતે સમર્થકો અને ભગવાન મને બચાવી લે છે. 

આ પણ વાંચો : ગુજરાતમાં બર્ડ ફ્લૂ વકરતા દિલ્હી સરકાર દોડતી થઈ, મોકલશે એક્સપર્ટસની ટીમ

નીતિન પટેલે વિપક્ષે આડે હાથ લીધા 
14 જાન્યુઆરીના રોજ ઉવારસદ જંક્શન ફ્લાયઓવર ખાતે નવનિર્મિત ફ્લાયઓવર અને ત્રિમંદિર અડાલજથી હનુમાન મંદિર સુધીના 10 લેન રોડ ખુલ્લો મૂકાયો હતો. નાયબ મુખ્યમંત્રી દ્વારા આ રોડનું લોકાર્પણ કરાયું હતું. જેના પ્રસંગે નાયબ મુખ્યમંત્રી વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, વિરોધ પક્ષવાળા ગમે તેવો પગંત કે દોરી લાવે, ચાઈનાથી લાવે. અમારો ભાજપનો પતંગ ઉપર છે. કોંગ્રેસના બધા ફુદા કપાઈ જાય છે. પૂંછડા હાથમાં નથી આવતા. ગમે તેવા હોય બધાના પતંગ કપાઈ જાય છે. 

આ પણ વાંચો : સૌરાષ્ટ્રનાં સૌથી મોટા કોલ સેન્ટરનો પર્દાફાશ, ગેંગમાં 4 યુવતીઓ પણ સામેલ

મને બહુ પાડવાનો પ્રયાસ કરાયો - નીતિન પટેલ
તેમણે વધુમાં કહ્યું કે, હું નર્મદાનો મંત્રી છુ.. આરોગ્ય વિભાગનો મંત્રી છુ. પાણી પુરવઠામાં પણ હતો. કોઈ વિભાગ બાકી નથી રાખ્યો. એટલે જે વિશેષણ ઉમેરવા હોય ઉમેરી દેજો. આમ, મકરસંક્રાંતિનાં તહેવાર પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પતંગોનાં પેચનાં ઉદાહરણો સાથે વિપક્ષ પર કટાક્ષ કર્યા હતા. તેમણે કહ્યું કે, ગમે તેવા પતંગો કપાય પણ અમારો વિકાસનો પતંગ ક્યારેય ન કપાય. વિપક્ષ દ્વારા પતંગ કાપવાના ઘણા પ્રયાસો કરાયા છે. ચાઈનાવાળી દોરી પણ વિપક્ષ લઇ આવ્યાં છે. લગંરીયા લગાવ્યા, પતગ લૂંટવા ઝાડીયું પણ લઇ આવ્યાં છતાંય અમારો પતંગ ન કપાયો. જેમ રોડ પર પતગ લૂંટવા છોકરાઓ રોડ પર આમથી આમ ડર્દીયું પાટીયું કરે તેમ વિપક્ષ કરે છે. મને બહુ પાડવાનો પ્રયત્ન કરવામો આવ્યો. હજુ સુધી હું પડ્યો નથી. 

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય અને રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગાંધીનગરના પ્રવેશદ્વાર ઉવારસદ જંકશન ખાતે 17 કરોડના ખર્ચે ફ્લાયઓવર બનાવાયો છે. આ ઉપરાંત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગાંધીનગર જિલ્લાના રૂપિયા 21.67 કરોડના ખર્ચે 10 માર્ગીય રસ્તાનું પણ લોકાર્પણ કરવામાં આવશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news