ચેતન પટેલ, સુરત: સુરત મહાનગર પાલિકા દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો કોન્સેપ્ટ વિકસાવવામાં આવ્યો છે. જેમાં શહેરના મંદિરો-દરગાહ પરથી ફૂલોના વેસ્ટ ભેગા કરીને તેમાંથી ઓર્ગેનિક ખાતર બનાવવામાં આવી રહ્યું છે. આ ખાતરનો ઉપયોગ મનપા પોતાના બાગ બગીચાઓમાં કરી રહી છે. જો કે ખાસ વાત એ છે કે આને કારણે મંદિર-મસ્જિદ બંધ હોવા છતાં પણ ઝાડ પાનના વેસ્ટમાંથી ખાતાર બનાવાયું છે.મહત્વની વાત એ છે કે વિદેશોમાં પણ આ પ્રોજેક્ટ વખાણ કરી રહ્યા છે અને ઘણા વિદેશીઓ આ પ્રોજેક્ટની રૂબરૂ મુલાકાત પણ લઇ રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- વડોદરા કોર્પોરેશનમાં કોરોના કહેર, કોગ્રેસ-ભાજપના કાઉન્સિલરો થયા સંક્રમિત


ધાર્મિક સ્થળો જેવા કે મંદિર, મસ્જિદ કે દહેરાસરો પર પૂજા વિધિ માટે ઉપયોગમાં લેવાયેલા ફૂલોને નદીમાં વિસર્જિત કરી દેવામાં આવે છે. જોકે તેનાથી તાપી નદી દૂષિત થતી હતી. જેથી બે વર્મિ કમ્પોઝ પ્લાન્ટ દ્વારા મનપા છેલ્લા 3 વર્ષથી શહેરના દરેક મંદિર, દરગાહ પર ચડાવાયેલા ફુલના કચરામાંથી અળસિયાનું ખાતર બનાવવાની કામગીરી કરી રહી છે. ખાસ કરીને મનપા સંચાલિત બાગ બગીચાઓમાં આ ખાતરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ મનપા આ ખાતરનું વેચાણ કરી આવક પણ ઉભી કરી રહી છે.


આ પણ વાંચો:- સાંસદ દર્શના જરદોશે ગુજરાતી ભાષામાં હીરા ઉદ્યોગને લગતી સમસ્યા સંસદમાં મૂકી


આ ખાતર 100% ઓર્ગેનિક હોવાથી પર્યાવરણને ફાયદાકારક છે. જોકે કોરોનાકાળમાં પણ પ્લાન્ટ બંધ ન રાખતા ઝાડ-પાનના ટ્રીમિંગ વેસ્ટમાંથી ખાતર બનાવવાની કામગીરી મનપા દ્વારા હાથ ધરાઈ હતી. મહત્વની વાત એ છે કે વિદેશોમાં પણ આ પ્રોજેક્ટ વખાણ કરી રહ્યા છે અને ઘણા વિદેશીઓ આ પ્રોજેક્ટની રૂબરૂ મુલાકાત પણ લઇ રહ્યા છે. સાથે જ હવે લોકો પણ જાગૃત થયા છે અને મંદિરમાં પૂજાપો ચડાવ્યા બાદ પોતે જ ખાતર બનાવવા માટે સેન્ટર ઉપર આપી જતાં હોય છે.


આ પણ વાંચો:- નર્મદા નદી ભયજનક લેવલથી 4 ફૂટ દૂર, ડેમમાંથી પાણી છોડાતા કાંઠાના ગામોને એલર્ટ કરાયા


પ્લાન્ટ ઈન્ચાર્જ એચ.સી.પટેલે જણાવ્યું કે, આ વર્ષે કોરોનાને કારણે મંદિર મસ્જિદ બંધ રહેવા છતાં પણ અમે ખાતર બનાવ્યું છે. ઝાડપાન અને નાના છોડવાઓના ટ્રીમિંગ બાદ જે કચરો નીકળે છે તેના દ્વારા આ ઓર્ગેનિક ખાતર બનાવ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ વર્ષમાં ૬૦૦ ટન કરતાં પણ વધુ કચરાનો ઉપયોગ કરીને ૧૬૦ ટનથી વધુ અળસિયાના ખાતરનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક  કરો...


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર