ચેતન પટેલ, સુરત: છેલ્લા કેટલાક સમયથી રાજ્યભરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે. રખડતા ઢોરના અડફેડે ઘણા લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ખાસ રાજ્યના શહેરી વિસ્તારોમાં રખડતા ઢોરોનો વધુ પડતો ત્રાસ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં રખડતા ઢોરોના ત્રાસના લીધે 3 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં પાટણમાં ઢોરની અડફેટે 2 મહિલાના મોત થયા હતા. જ્યારે સુરતના ઓલપાડ રોડ પર બાઇક ગાય સાથે અથડાતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારે હવે રખડતાં ઢોરોની સમસ્યા અટકાવવા પાલિકાએ મેગા પ્લાન બનાવ્યો છે. સુરતના કતારગામ, સરથાણા, રાંદેરમાં ત્રણ મોટા ઢોરડબ્બા બનાવવામાં આવશે. પાલિકાના ત્રણેય ઝોનમાં ઢોરડબ્બાની કેપેસિટી વધારીને 3 હજાર કરવા દરખાસ્ત રજૂ કરાશે. સુરત માં 1 વર્ષમાં ઢોરને લગતી 436 NC ફરિયાદ કરવામાં આવી છે. ઉપરાંત પશુઓ માટે RFID મફત કરી આપવામાં આવશે.

આ પણ વાંચો: ભૂવાઓએ પરિવાર પાસેથી 35 લાખ ખંખેર્યા,કહ્યું; 82 વર્ષ અગાઉ તમારા ઘરે માતા મૂકી છે...
આ પણ વાંચો: અમદાવાદનું SVPI એરપોર્ટ પસંદગીનું એરપોર્ટ બન્યુ! VIPsની અવરજવરમાં સર્જ્યો વિક્રમ
આ પણ વાંચો: હવે ટ્રાફીક ફ્રી બનશે એસજી હાઇવે, વૈષ્ણોદેવી સર્કલ અંડરપાસ ખુલ્લો મુકાયો


'Free' માં ઘરે લઇ જાવ આ ઇલેક્ટ્રિક સ્કૂટર! કંપની અલગથી કરાવશે 10 હજારનો ફાયદો
આ પણ વાંચો: એકદમ ચમત્કારી છે હવનની રાખ, આ ઉપાયોને કરવાથી ઘરમાં થશે બરકત, થશે ધનવર્ષા
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube