ચેતન પટેલ/સુરત: પાંડેસરા વિસ્તારમાં કૌટુંબિક ભાઈ પાસે મજૂરીના નીકળતા 2800 રૂપિયાની લેતીદેતી મામલે થયેલ માથાકૂટમાં બોથર્ડ પદાર્થ વડે ઘા કરી યુવકની હત્યા કરવાના કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને ઝડપી પાડી હત્યાના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. સુરતના પાંડેસરા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર,ત્રીજી ડિસેમ્બરના રોજ રામુ વર્મા નામના યુવકની બોથર્ડ પદાર્થ વડે ઘા કરી બે ઈસમોએ હત્યા કરી નાખી હતી. આ હત્યા અન્ય કોઈ નહિ પરંતુ કૌટુંબિક ભાઈ દ્વારા જ કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'મારો રામ મને કંઈ નહીં થવા દે...', રામજી મંદિરના આ મહંતે લીધી કપરી પ્રતિજ્ઞા


સમગ્ર ઘટનાની વિગત જોવા જઈએ તો મારુતિ નગર સોસાયટીમાં રહેતા રામુ વર્માના ફોઈના દીકરા બંસીલાલ વર્માએ અડાજણ ખાતે રહેતા કૌટુંબિક ભાઈ શક્તિલાલ વર્મા પાસે મજૂરીના 2800 રૂપિયા લેવાના બાકી નીકળતા હતા.જેથી રામુ અને બંસીલાલ બંને અડાજણ સ્થિત શક્તિલાલ ને ત્યાં ગયા હતા અને તેની પાસે રહેલા મોબાઈલ છીનવી લઈ આવ્યા હતા.જે બાદ રૂપિયા આપી મોબાઈલ લઈ જવા જણાવ્યૂ હતું.જે બાદ શક્તિલાલ વર્મા અને તેનો મિત્ર અનંતરામ ઉર્ફે ત્રિભુવન બહેરા પાંડેસરા સ્થિત મારુતિ નગર સોસાયટી ખાતે રહેતા બંસીલાલ ને ત્યાં આવ્યા હતા.


નવા ફોર્મેટમાં અમેરિકામાં રમાશે T20 World Cup, ફરી એકવાર IND vs PAK આમને-સામને


જ્યાં બંસીલાલ જોડે શક્તિ લાલ અને અનંતરામ ઉર્ફે ત્રિભુવન બહેરાએ માથાકૂટ કરી મોબાઈલ છીનવવાનો પ્રયાસ કર્યો હતો.. આ દરમિયાન શક્તિલાલ અને અનંતરામે ઝઘડામાં મધ્યસ્થી કરવા પડેલા રામુ વર્મા પર બોથર્ડ પદાર્થ વડે જીવલેણ હુમલો કરી દીધો હતો.જે હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત રામુ વર્માનુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. 


New Rules: WhatsApp ની ફ્રી સેવા ખતમ! હવે પૈસા ખર્ચીને કરવો પડશે ઉપયોગ


હત્યાની ઘટના બાદ ફરાર થઈ ગયેલા શક્તિલાલ અને અનંત રામ ઉર્ફે ત્રિભુવન બહેરા વિરુદ્ધ રામુ વર્માની પત્નીની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ પાંડેસરા પોલીસે હાથ ધરી હતી. જે તપાસ દરમિયાન પાંડેસરા પોલીસે હત્યાની આ ઘટનામાં સંડોવાયેલા આરોપી શક્તિલાલ વર્મા અને અનંત રામ ઉર્ફે ત્રિભુવન બહેરાને ઝડપી પાડી ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.


ડરતા શહેરીજનોને ગુહાર, કંઈક કરો સરકાર! શહેરમાંથી હવે આ ગામડામાં ઘૂસ્યો ડરામણો દીપડો


આમ, પાંડેસરા વિસ્તારમાં કૌટુંબિક ભાઈઓ વચ્ચે માત્ર રૂપિયા 2800 ની લેતીદેતી મામલે થયેલ માથાકૂટમાં અન્ય વ્યક્તિનો જીવ લેવાયો હતો. હાલ તો પાંડેસરા પોલીસે બંને હત્યારાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.