પ્રશાંત ઢીવરે/સુરત: કાળઝાળ ગરમીમાં નવી સિવિલ હોસ્પિટલમાં પંખાની અછત હોવાથી દર્દીઓને ભારે હાલાકીઓ પડી રહી છે. ગરમીથી રાહત મેળવવા દર્દીઓ પોતાના ઘરેથી જ પંખા લઈને આવી રહ્યા છે. બીજી બાજુ અમુક દર્દીના બેટ પર પંખાઓ તો છે પરંતુ ધીમી ગતિએ ફરતા હોવાથી દર્દીઓને ભારે હાલાકીઓ પડી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'દેશમાં સફાઈ અભિયાન ચાલી રહ્યું છે, કોઈને છોડવામાં નહિ આવે': ભરત બોધરા


દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી નવી સિવિલ હોસ્પિટલના વોર્ડમાં પંખાઓની અછત જોવા મળી રહી છે. વોર્ડમાં પંખા નહિ હોવાથી કાળઝાળ ગરમીઓમાં દર્દીઓ બફાઈ રહ્યા છે. કરોડો રૂપિયાનું બજેટ હોવા છતાં નવી સિવિલ હોસ્પિટલના અનેક વોર્ડમાં તંત્ર પંખા લગાવવાનું ભૂલી ગયા હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે. દર્દીઓ પોતાનું દર્દ લઈને હોસ્પિટલમાં સારવાર માટે આવતા હોય છે. જ્યારે કાળઝાળ ગરમીમાં દર્દીઓ માટે પંખાની જ સુવિધા નથી. ગરમીથી રાહત મેળવા દર્દીઓ પોતાના ઘરેથી જ પંખા લાવવા મજબૂર બન્યા છે.


ગીર સોમનાથના ઇતિહાસમાં બીજી વખત એમડી ડ્રગ્સ ઝડપાયું, છેડા છેક મુંબઈ સુધી લંબાયા


નવી સિવિલ હોસ્પિટલના આ એક વોર્ડની સમસ્યા નથી. પરંતુ અનેક વોર્ડમાં ક્યાંક પંખા બંધ હાલતમાં છે તો ક્યાંક ધીમી ગતિએ પંખા ફરી રહ્યા છે. અમુક વોર્ડમાં તો દર્દીના બેડની ઉપર પંખા લગાવવાનું જ તંત્ર ભૂલી ગયું છે. સુરતમાં 40 ડિગ્રી જેટલું તાપમાન હાલ નોંધાઈ રહ્યું છે, જ્યારે આવા તાપમાનની અંદર દર્દીઓ કઈ રીતે પંખાની હવા વગર રહી શકે. હાલ તો દર્દીઓ વોર્ડમાં પંખા લગાવવાની માંગ કરી રહ્યા છે.


સરકારી નોકરી વાંચ્છુકો માટે ખુશખબર, સરકારે વિવિધ વિભાગોમાં ભરતીના દ્વાર ખોલ્યા


હોસ્પિટલમાં પંખાની અછત અને બંધ હાલતમાં હોવાની ફરિયાદને લઈ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્સ ડૉ.ગણેશ ગોવેકરને પૂછવામાં આવતા તેઓએ સ્પષ્ટતા આપવાના બદલે ગોળ ગોળ જવાબ આપતા હોય તેવું દેખાઈ રહ્યું છે. ડો.ગણેશ ગોવેકરે જણાવ્યું હતું હતું કે જ્યારે પણ ગરમી શરૂ થવાની હોય છે માર્ચ મહિનામાં જ PIUને સિવિલ હોસ્પિટલના તમામ વોર્ડમાં પંખા, એસી, કુલર રીપેર કરવા સૂચનાઓ આપી છે. વારંવાર અમે સૂચનાઓ આપતા હોય છે. વોર્ડમાં પંખા બંધની કોઈપણ ફરિયાદ આવે છે અમે તાત્કાલિક PIUને જાણ કરતા હોય છે.


ગોધરાકાંડમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા દોષિતોને મોટી રાહત, SCએ આપ્યા જામીન


ડૉ. ગણેશ ગોવેકર સાહેબે તો PIUને પંખાઓ લગાવવા સૂચના તો આપી દીધી પરંતુ માર્ચ મહિનાની સૂચના એપ્રિલ મહિનો પૂર્ણ થવામાં આવ્યો ત્યાર સુધી આ સૂચનાનું અમલીકરણ કેમ નથી થયું. જયારે PIUની જાતે નિરીક્ષણ કરી વોર્ડના પંખા, એસીથી લઈ તમામ ઇલેક્ટ્રીશનની જવાબદારી હોય છે. પરંતુ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્સ મહિનાથી સૂચના આપી તેમ છતાં કોઈ કામગીરી કેમ નહીં કરવામાં આવતી એ સૌથી મોટો પ્રશ્ન ઉભો થઈ ગયો છે. PIUના અધિકારી એસી ચેમ્બરની ઠંડી હવામાંથી બહાર આવશે તો વોર્ડમાં કાળઝાળ ગરમીમાં પીસાતા દર્દીઓની હાલાકી નજરે પડશે.