છેલ્લા 15 દિવસમાં 6 યુવકોના મોત; આજે વધુ એક દુર્ઘટના, યમદૂત સમાન ડમ્પરે 3 નિર્દોષ લોકોને કચડી માર્યા
આજરોજ વધુ એક ડમ્પર બાઈક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી હતી. બારડોલી ગળતેશ્વર જતા માર્ગ ઉપર ટીંબા ગામ નજીક ડમ્પર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર 3 યુવકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.
ચેતન પટેલ/સુરત: જિલ્લામાં છાસવારે અકસ્માતની ઘટના સામે આવી રહી છે. જેમાં સૌથી વધુ અકસ્માત ડમ્પરો દ્વારા સામે આવી રહ્યો છે. રોડ પર બેલગામ માટેલા સાંઢની જેમ દોડતા યમરાજરૂપી ડમ્પર ચાલકો રોજબરોજ અકસ્માત કરી રહ્યા છે. છેલ્લા 1 મહિનાના સમયાંતરેની વાત કરીએ તો જિલ્લામાં અલગ અલગ ડમ્પર સાથે અકસ્માતની ઘટનામાં કુલ 15 જેટલા નિર્દોષ લોકોના મોત નિપજ્યા છે.
ઉ.ભારતમાં BJP પાર્ટીનો ચહેરો બનશે નીતિન પટેલ? મોદી સહિત 4 CM સાથે કરી ચૂક્યા છે કામ
આજરોજ વધુ એક ડમ્પર બાઈક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી હતી. બારડોલી ગળતેશ્વર જતા માર્ગ ઉપર ટીંબા ગામ નજીક ડમ્પર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર 3 યુવકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.
શું ગુજરાતમાં આ વર્ષે ચોમાસું જ નથી? જાણો ચોમાસા માટે ગુજરાતીઓને કેટલી જોવી પડશે રાહ
અકસ્માત ખુબજ ગમખ્વાર હતો કે યુવકોના મૃતદેહના ચીંથળેહાલ રોડ પર પથરાયા હતા. બેલગામ ડમ્પર ચાલકે બાઈક ને અડફેટે લેતા બાઈક ડમ્પર નીચે આવી ગઈ હતી અને આશરે 30 મીટર જેટલી દૂર ઘસડી ગયો હતો. બાઈક ડમ્પર દૂર સુધી ધસદાતા ઘર્ષણના કારણે ડમ્પરમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ ખૂબ વિકરાળ બનતા ડમ્પર બળીને ખાક થઈ ગયું હતું.
35 પૈસાથી 900 રૂપિયાને પાર પહોંચ્યો મલ્ટીબેગર શેર, 1 લાખના બનાવી દીધા 25 કરોડ
બારડોલી અને કામરેજ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. અકસ્માતને પગલે લોકટોળાઓ ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ગમખ્વાર અકસ્માતના પગલે અરેરાટી ફેલાઈ જવા પામી હતી. મૃતક યુવકો ભરૂચ જિલ્લાના પાનોલી ગામના આદિવાસી પરિવારના હોવાનું જાણવા મળ્યું હતું.
ગુજરાતમાં લોકસભાની 26 માંથી 26 બેઠકો ફરી એકવાર ફતેહ કરવા માટે ભાજપે તૈયાર કરી રણનીતિ
હાલ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જોકે અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઇ ગયો છે. તો બીજી તરફ બેફામ ડમ્પર ચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે. જેથી કરીને અન્ય નિર્દોષ લોકો આવા કાળમુખા ડમ્પર અડફેટે ચઢી જીવ ન ગુમાવે.
વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે ટીમ જાહેર, આ ખેલાડીનું પત્તું કપાયું, જાણો કોને મળી તક