ગુજરાતમાં લોકસભાની 26 માંથી 26 બેઠકો ફરી એકવાર ફતેહ કરવા માટે ભાજપે તૈયાર કરી રણનીતિ

Lok Sabha Election 2024: આવતા વર્ષે લોકસભા ચૂંટણી આવી રહી છે. ત્યારે ભાજપે પણ હવે કમર કસી લીધી છે. 2024ની લોકસભાની ચૂંટણી પહેલા ગ્રાઉન્ડ મજબૂત કરવા ભાજપ એક્ટિવ થઈ ગયું છે. ભાજપ અત્યારથી જ ગુજરાતની લોકસભાની જે 26 બેઠકો છે તેમાંથી પૂરેપૂરી એટલે કે તમામ 26 બેઠકો જીતી લેવા માટે તલપાપડ છે.

ગુજરાતમાં લોકસભાની 26 માંથી 26 બેઠકો ફરી એકવાર ફતેહ કરવા માટે ભાજપે તૈયાર કરી રણનીતિ

ઝી બ્યૂરો, અમદાવાદ: આવતા વર્ષે લોકસભા ચૂંટણી આવી રહી છે. ત્યારે ભાજપે પણ હવે કમર કસી લીધી છે. 2024ની લોકસભાની ચૂંટણી પહેલા ગ્રાઉન્ડ મજબૂત કરવા ભાજપ એક્ટિવ થઈ ગયું છે. ભાજપ અત્યારથી જ ગુજરાતની લોકસભાની જે 26 બેઠકો છે તેમાંથી પૂરેપૂરી એટલે કે તમામ 26 બેઠકો જીતી લેવા માટે તલપાપડ છે. આ માટે ભાજપ દ્વારા રણનીતિ પણ ઘડાઈ રહી છે. 

ભાજપ દ્વારા રણનીતિ
લોકસભા ચૂંટણીમાં તમામ 26 બેઠકો મેળવવા માટે ભાજપ દ્વારા ઘરે ઘરે સંપર્ક કરવા રણનીતિ ઘડાઈ છે. આ માટે ભાજપ હજારો કાર્યકરોને ગ્રાઉન્ડમાં સંપર્ક માટે ઉતારશે. 51,931 કાર્યકરોને ગ્રાઉન્ડમાં ઉતારવા માટે ભાજપની રણનીતિ તૈયાર છે. 51,931 વિસ્તારકો 182 વિધાનસભામાં પ્રવાસ ખેડશે. મળતી માહિતી મુજબ 25,26 અને 27 જૂને વિસ્તારકો ગ્રાઉન્ડમાં જશે. 2019માં ભાજપે આપેલા મેનિફેસ્ટો મુજબના થયેલા કામો અંગે પ્રચાર કરવામાં આવશે. આ ઉપરાંત વિસ્તારકો ભાજપ 9 વર્ષમાં થયેલા કાર્યોના રિપોર્ટની પત્રિકા વહેંચશે. 

બીજી બાજુ કોંગ્રેસ પણ ચૂંટણી પૂર્વે સંગઠન મજબૂત કરવા માટે કામગીરી હાથ ધરી રહી છે. આ માટે કોંગ્રેસ કાર્યાલયો ઊભા કરશે. 15 જિલ્લા-શહેરમાં કોંગ્રેસ નવા કાર્યાલયો બનાવશે. રાજકોટ, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીરસોમનાથ, ભાવનાર અને બોટાદમાં કાર્યાલય બનાવાશે. અરવલ્લી, દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટા ઉદેપુરમાં પણ નવા કાર્યાલય બનાવામાં આવશે. સુરત, તાપી અને ડાંગમાં પણ નવા કાર્યાલય ઉભા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. AICC ની ગુજરાતના નેતાઓ સાથેની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. કોંગ્રેસની ડિસ્પ્યુટ વાળી પ્રોપર્ટીનો જલ્દી નિકાલ થાય એ માટે પ્રયત્ન કરવામાં આવશે. જ્યાં કોંગ્રેસ પાસે જમીન ઉપલબ્ધ છે ત્યાં પ્રાથમિકતાના ધોરણે કાર્યાલય ઉભા થશે. તમામ જિલ્લા-શહેરોમાં કોંગ્રેસના કાર્યાલય ઉભા કરવાનું લક્ષ્યાંક છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news