શું ગુજરાતમાં આ વર્ષે ચોમાસું જ નથી? વાવાઝોડાએ ખોરવી નાંખી સિસ્ટમ, જાણો ચોમાસા માટે કેટલી જોવી પડશે રાહ

ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં આગામી પાંચ દિવસને લઇને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. બિપોરજોય વાવાઝોડાના કારણે કેરળમાંથી આવતું નૈઋત્યના ચોમાસા પર બ્રેક વાગી ગઈ છે, હજું ચોમાસું મુંબઈ પણ પહોંચ્યું નથી, ત્યારે ગુજરાતીઓની ચિંતા વધી ગઈ છે કે શું આ વર્ષે ચોમાસું આવશે કે નહીં? વાવાઝોડાએ વરસાદી સિસ્ટમને ખોરવી નાંખી છે, ત્યારે હવે ગુજરાતના ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે.
 

1/5
image

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીનું ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 5 દિવસમાં વાદળછાયું વાતાવરણ રહેશે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવના સેવવામાં આવી છે. ભેજના કારણે વરસાદની શક્યતા રહેલી છે.

2/5
image

તેમણે ઉમેર્યું હતું કે, બંગાળની ખાળીમાં સર્ક્યુલેશન બની રહ્યું છે, તેના પર હવે નજર મંડરાયેલી છે. બીજી બાજુ અમદાવાદમાં સામાન્ય વરસાદની શક્યતા છે. અમદાવાદમાં આગામી બે દિવસમાં તાપમાન યથાવત રહેશે, ત્યારબાદ બે ડીગ્રી ઘટી શકે છે. હાલ અમદાવાદમાં 37 ડીગ્રી તાપમાન નોંધાયું છે.

3/5
image

હવામાન વિભાગે જણાવ્યું છે કે, મોન્સૂન અત્યારે દક્ષિણ ભારતમાં છે, અને હાલની સ્થિતિની વાત કરીએ તો ચોમાસું ઓડીશા પહોંચ્યું છે. જેથી ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી સત્તાવાર ચોમાસાની કોઈ શક્યતા દેખાઈ રહી નથી. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. સાથે જ કેટલીક જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે.

4/5
image

તેમણે જણાવ્યું કે, બંગાળના ઉપસાગરમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય બની છે. તેની હલચલ પર હવામાન વિભાગ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. તેની હલચલને જોતાં જ દક્ષિણ-પૂર્વના ચોમાસાની ગતિવિધિ જાહેર કરાશે. મોટાભાગે સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા દક્ષિણ ગુજરાતમાં છે. 

5/5
image

જ્યારે સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર, દાહોદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. હાલ આવી રહેલા પશ્ચિમ-દક્ષિણપશ્ચિમી પવનોને લીધે ભેજનું પ્રમાણ વધારે છે. સાથે જ લોવર લેવલે પવનની ગતિ સ્ટ્રોંગ હોવાને લીધે વરસાદની સંભાવના છે.