Surat News : ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સા વધી રહ્યાં છે. ગુજરાતમાં આજે હાર્ટ એટેકથી મોતની વધુ બે ઘટના બની છે. સુરતમાં બે યુવકોના હાર્ટએટેકથી મોત થયા છે. જેમાં એક યુવકનું પોતાના પુત્રીના છઠ્ઠીના પ્રસંગમા નાચતા નાચતા મોત નિપજ્યુ છે. તો બીજા યુવકને સોડા પીધા બાદ તબિયત બગડી હતી, અને તેનું મોત નિપજ્યું છે. સુરતમાં હાર્ટએટેકના કિસ્સા વધી રહ્યાં છે. આજે સુરતમાં બે યુવકોના હાર્ટએટેકથી મોત નિપજ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુત્રની છઠ્ઠીના પ્રસંગમાં નાચતા પિતાનું મોત 
પૂત્રના જન્મનો કોને હરખ ના હોય પરંતુ મોત ક્યારે અને કેવી રીતે આવે તે નક્કી હોતું નથી. આવી જ કંઈક ઘટના સુરત વિસ્તારમાં બની છે. કોસાડ ગામના એક વ્યક્તિના ઘેર પુત્રનો જન્મ થયો જે બાદ છઠ્ઠીનો પ્રસંગ યોજાયો હતો. આ પ્રસંગે પિતાના હરખનો કોઈ પાર નહોતો. પરંતુ કુદરતને આ મંજૂર નહોતું. પુત્રની છઠ્ઠીના પ્રસંગમાં નાચતા પિતાનું ઓચિંતા મોત થયું છે.પિતાનો હરખ મોતમાં ફેરવાતા પરિવારમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે. પિતાનું મોત હાર્ટએટેકથી થયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.કોસાડ ગામના કિરણ પુંડલીકભાઈ ઠાકુર પુત્રની છઠ્ઠી નિમિત્તે સાસરીમાં ગયા હતા. સાસરીમાં પુત્ર જન્મની ખુશીનો આનંદ રાખ્યો હતો. જેમાં નાચતી વખતે તેઓ બેભાન થયા બાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. આ કેસમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. તબીબોએ જરૂરી સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.


તલાટીની પરીક્ષામાં નવી અપટેડ : ઉમેદવારોની એક માંગ પર હસમુખ પટેલે કરી આ સ્પષ્ટતા


તો અન્ય કિસ્સામાં સુરતના કાપોદ્રામાં યુવકનું મૃત્યુ થયું છે. 32 વર્ષીય યતની મોવડિયાનું સોડા પીતી વખતે મૃત્યુ થયું. યતની મોવડિયા નામનો યુવક સોડા પીતી વખતે નીચે પટકાયો હતો. જેમાં પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. 



કેન્દ્રએ આપી ટીમ બનાવવાની સૂચના
ઉલ્લેખનીય છે કે, હાર્ટ એટેકથી મોતની તપાસ માટે એક્સપર્ટ ટીમની રચના કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. જેમાં યુવાનોના આકસ્મિક મોતના કારણો પર અભ્યાસ થશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે નિષ્ણાંતોની ટીમની રચના કરવાની સૂચના આપી છે. કોવિડ-19ની રસી જવાબદાર છે કે નહીં તે પણ તપાસ કરાશે. 


મોંઘુ થયું ગુજરાતીઓના ઘરે ઘરે ભરાતું જોટાણાનું મરચું, આ વર્ષે આટલે પહોંચ્યો ભાવ


વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો
આજકાલ વાયરલ વીડિયોમાં તમે એવુ જોતા હશો કે, કેટલાક લોકો પ્રસંગોમાં ઢળી પડે છે, તો કેટલાક ચાલતા ચાલતા મોતને ભેટે છે. તો કેટલાકને નાટકોમાં રોલ ભજવતા સમયે હાર્ટ એટેક આવે છે. ત્યારે જો તમે પણ એવુ વિચારો છો કે તમારી સાથે આવુ ન થાય તો આજથી જ તકેદારી રાખવાની શરૂઆત કરી દો. આ ઘટનાઓ મતલબ હાર્ટ એટેક. આજકાલ હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. આવામાં જો તમે નાની ઉંમરમાં હાર્ટ એટેકનો શિકાર થવા ન માંગતા હોવ તો આજથી જ કેટલાક નિયમોનું પાલન કરવાનું શરૂ કરી દો. 


વર્તમાન જીવનશૈલીને નાની ઉંમરે હૃદય સંબંધિત સમસ્યા અને હાર્ટ એટેકના કેસ પણ વધી રહ્યાં છે. હાઈ બ્લડ પ્રેશરથી તેની શરૂઆત થાય છે. WHOના અહેવાલ પ્રમાણે સમગ્ર વિશ્વમાં 1.28 અરબ લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. પરતું એમાંથી 46 ટકા લોકોને ખબ જ નથી કે તેઓ હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. જ્યારે લોકો કોઈ સમસ્યાની સારવાર માટે જાય છે, ત્યારે તેમને ખબર પડે છે કે તેમને હાઈ બીપી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે 20 થી 30 વચ્ચે જો આ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો હાર્ટએટેકનું જોખમ ઘટાડી શકાય છે.


એકઝાટકે પોતાના માથા વાઢીને ગુજરાતી દંપતીએ બલી આપી, એ કમળ પૂજા શું છે જાણો


વિદ્યાર્થીઓને નાસ્તો કરીને સ્કૂલ-કોલેજમા મોકલો
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 5થી 7 વર્ષમાં યુવાઓને પણ હાર્ટ એટેક આવવાના કિસ્સા સતત વધી રહ્યાં છે. આ વિશે તબીબોનુ કહેવુ છે કે, કોરોના પછી આવા કિસ્સાઓ વધ્યા છે. છેલ્લા 10 દિવસથી ઠંડીનું જોર વધી રહ્યું છે. આ સીઝનની ઠંડી કેટલાક વર્ષો પછી અનુભવી છે. તેથી વિદ્યાર્થીઓએ નાસ્તો કર્યા બાદ જ કોલેજ કે સ્કૂલમાં જવું જોઈએ. જો વિદ્યાર્થીઓને તાવ, શરદી હોય તો સ્પોર્ટસ એક્ટિવિટી ન કરવી જોઈએ. હાલમાં શરદીના કારણે ઘણા લોકોને દમ થાય છે. તેથી સ્ટ્રેસફુલ એક્ટિવિટીથી પણ દૂર રહેવુ જોઈએ. 


વર્તમાન જીવનશૈલીને નાની ઉંમરે હૃદય સંબંધિત સમસ્યા અને હાર્ટ એટેકના કેસ પણ વધી રહ્યાં છે. હાઈ બ્લડ પ્રેશરથી તેની શરૂઆત થાય છે. WHOના અહેવાલ પ્રમાણે સમગ્ર વિશ્વમાં 1.28 અરબ લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. પરતું એમાંથી 46 ટકા લોકોને ખબ જ નથી કે તેઓ હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. જ્યારે લોકો કોઈ સમસ્યાની સારવાર માટે જાય છે, ત્યારે તેમને ખબર પડે છે કે તેમને હાઈ બીપી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે 20 થી 30 વચ્ચે જો આ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો હાર્ટએટેકનું જોખમ ઘટાડી શકાય છે.


આ વાંચીને તમે અમદાવાદ છોડીને બીજે રહેવા જશો, અહી રહેવાનો મોહ હોય તો છોડી દેજો