તેજસ મોદી/સુરત: મહિલાઓ માટે ગુજરાતને સુરક્ષિત રાજ્ય ગણવામાં આવે છે. જ્યાં મહિલાઓ રાત્રે કોઈ પણ ડર વગર ફરી શકે છે. જોકે આ બધા વચ્ચે ગૃહ રાજ્ય મંત્રીના શહેર સુરતમાં નોર્થ ઇસ્ટના મણિપુર ખાતે રહેતી ઇન્ડિયન આર્મી પરિવારની દીકરી સાથે કરોડપતિ પરિવારના નબીરાએ મારામારી કરી તેને ગંભીર ઇજા પહોંચાડી છે. આ સાથે જ આ મામલે પોલીસે મહા મહેનતે ફરિયાદ નોંધી હતી. આ સમગ્ર ઘટનાના વિડીયો ફૂટેજ પણ સામે આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર ઘટનાની મળતી માહિતી પ્રમાણે સુરતના વેસુ વિસ્તારમાં કલરટેક્સ કંપનીના માલિકના બંગલામાં થોડા દિવસો અગાઉ પોતાની ફરિયાદ કરવા બોયફ્રેન્ડ સાથે આવેલી યુવતીને કૃણાલ કબૂતરવાલાએ બચકાં ભરી હુમલો કર્યો હતો. આ કેસમાં પોલીસે ફરિયાદ નોધી આગળની તપાસ હાથ ધરી છે. ત્યારે આ કેસમાં પોલીસે ફરિયાદ માત્ર કૃણાલ સામે જ નોંધી હોવાથી પીડિતાએ તેના વકીલ આ કેસમાં આરોપી કૃણાલની સાથે તેના પિતા મહેશભાઈ કબૂતરવાલા અને સિક્યુરિટી ગાર્ડના પાંચ જવાનોને પણ આરોપી બનાવી તમામ સામે એટ્રોસિટી સહિતના ગુના દાખલ કરવાની અરજી કરવાની સાથે સખત કાર્યવાહીની માગ કરવામાં આવી છે. 


GUJARAT CORONA UPDATE: ગુજરાતમાં આ રીતે જ કેસ વધ્યા તો કોરોના કોઈને નહીં છોડે, અમદાવાદમાં ચિંતાનો વિષય


ઘટના અંગે યુવતીએ જણાવ્યું છે કે, હું અને કૃણાલ રિલેશનમાં હતાં. પરંતુ ત્યારબાદ તે વિદેશ અભ્યાસ અર્થે જતો રહ્યો હતો. કોઈ જ સંપર્ક રાખતો નહોતો. જોકે થોડા સમય પહેલાં તે પરત સુરત આવ્યો ત્યારે તેને મારા નવા રિલેશન વિશે ખબર પડી હતી. જેથી તે હેરાન કરતો. યુવતીનું કહેવું છે કે તે રિલેશન રાખવા ધમકી આપતો હતો. મને ગન સાથેનો ફોટો મોકલીને ધમકી આપી હતી. આ ઉપરાંત શારીરિક સબંધ બાંધવા પણ કહેતો હતો. જોકે આ અંગે ના કહેતા તે ગુસ્સે ભરાયો હતો. 


અડાજણ વિસ્તારમાં રહેતો અને લેબર કન્સલ્ટન્સીના કામ સાથે સંકળાયેલો યુવતીનો બોયફ્રેન્ડ રવિવારે રાત્રે સાડા અગિયાર વાગ્યાના અરસામાં ઘોડદોડ રોડ પર રહેતી યુવતી સાથે કૃણાલ કબૂતરવાલાના વેસુ જેનીલ એન્ટરપ્રાઇઝ બંગલોમાં ગયો હતો. યુવતીને કૃણાલ છેલ્લા કેટલાક વખતથી હેરાન કરી રહ્યો હોવાથી તેણે તેના બોયફ્રેન્ડને ફરિયાદ કરી હતી. સુજિત સાથે સંબંધમાં આવેલી નોર્થ-ઇસ્ટની આ યુવતીને કરાતી હેરાનગતિની ફરિયાદ કૃણાલના પિતાને પણ કરવામાં આવી હતી. બંગલાના કંપાઉન્ડમાં જ બંનેનો ભેટો કૃણાલ સાથે થતાં તે ઉશ્કેરાયો હતો અને તેણે આ યુવાનને બહાર ખદેડી ડંડો મારી માથું ફોડી નાખવાની સાથે આ યુવતી સાથે ખરાબ વર્તણૂક કરી હતી. 


CMની ખુરશી બાજુએ મૂકી બાંકડે બેસીને લોકોના પ્રશ્નો સાંભળે છે ભૂપેન્દ્ર પટેલ, જુઓ 'દાદા'નો અનોખો અંદાજ


બેફામ બનેલા આ કૃણાલે યુવતીને માર મારવાની સાથે શરીર ઉપર બચકાં પણ ભર્યાં હતાં. જેનો વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં યુવતી ચીસો પાડી રહી હોવા છતાં પણ ક્રૂર રીતે તેને બચકાં ભરવામાં આવ્યાં હતાં. ઘટનાની જાણ થતાં જ ઉમરા પોલીસનો કાફલો ત્યાં દોડી ગયો હતો. ક્રૂરતાનો ભોગ બનેલાં આ યુવક-યુવતીને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. સુજિતની ફરિયાદને આધારે કૃણાલ કબૂતરવાલા વિરુદ્ધ છેડતી અને મારામારીની કલમો અંતર્ગત ગુનો નોંધ્યો હતો. જોકે ગુનો નોંધાતાં જ આ કૃણાલ ફરાર થઇ છે. યુવતીએ પોલીસ અને સરકાર પાસે ન્યાયની અપીલ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube