સુરત : કોરોનાથી મૃત્યુ પામનાર યુવકને સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે ભારે હૈયે વિદાય આપી
સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યુ છે, ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં મેઇલ નર્સ તરીકે ફરજ બજાવતા યુવાનનું કોરોનાની સારવાર દરમ્યાન આજે સવારે મોત થયું હતું. નવી સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા યુવાનને ભારે હૈયે અંતિમ વિદાય આપવામાં આવી હતી.
ચેતન પટેલ/સુરત :સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યુ છે, ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં મેઇલ નર્સ તરીકે ફરજ બજાવતા યુવાનનું કોરોનાની સારવાર દરમ્યાન આજે સવારે મોત થયું હતું. નવી સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા યુવાનને ભારે હૈયે અંતિમ વિદાય આપવામાં આવી હતી.
Breaking : 50 વર્ષમાં પહેલીવાર સૌરાષ્ટ્રભરમાં શ્રાવણ મહિનાના લોકમેળા નહિ યોજાય
સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા છ વર્ષથી મેઇલ નર્સ તરીકે ફરજ બજાવતા સુનિલભાઇ નિમાવતને એક મહિના પહેલા કોરોનાનો ચેપ લાગ્યો હતો અને તેમને યુનિક હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ઓક્સિજન લેવલ ઓછું થઇ જતા તેમને આઇસીયુમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. તેઓને સારવાર દરમિયાન પ્લાઝમા થેરાપી પણ આપવામાં આવી હતી.
ચૂંટણીપંચનો ખુલાસો, ગુજરાતની 8 બેઠકની પેટાચૂંટણી મોકૂફ નહિ કરાય
કોરોના ગ્રસ્ત થયા તે અગાઉ સુનિલભાઇએ સ્ટેમસેલ બિલ્ડીંગમાં ઉભા કરાયેલા પોઝિટિવ વોર્ડમાં ફરજ બજાવી હતી. તાવ, શરદીની ફરિયાદ સાથે દાખલ થયેલા સુનિલભાઇને કોરોનાનું સંક્રમણ જીવલેણ સાબિત થયું હતું અને આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ અંગે નવી સિવિલ ખાતે નર્સિંગ યુનિયનના અગ્રણી ઇકબાલ કડીવાલા, કિરણ દોમડીયા સહિતના લોકોને ખ્યાલ આવતા તેઓએ સમગ્ર સ્ટાફને આ અંગે જાણ કરી હતી. નર્સિંગ સ્ટાફ દ્વારા સુનિલભાઇને આજે સવારે ભારે હૈયે અંતિમ વિદાય આપવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર