કૂતરું કરડે તો હળવાશમાં ન લેતા, સુરતના વૃદ્ધ પાણી અને લાઈટના પ્રકાશથી ડરવા લાગ્યા હતા
Dog Attack : સુરતમાં હડકાયા શ્વાનના કરડવાથી વૃદ્ધનું મોત.. 4 મહિના પહેલાં વૃદ્ધને હડકાયું શ્વાન કરડ્યું હતું.. વૃદ્ધ રસી ન લેતા તબિયત બગડી.. સારવાર દરમિયાન વૃદ્ધનું મોત..
Dog Bite Case : ડોગ બાઈટના વધેલા બનાવો વચ્ચે સોમવારે સવારે હડકવાના લક્ષણો સાથે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલા સાગબારાના વૃદ્ધનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃતક વૃદ્ધને ચાર માસ અગાઉ કુતરુ કરડી ગયું હતું. જોકે, વૃદ્ધએ હડકવા વિરોધી રસી લીધી નહોતી. ત્યારબાદ બે દિવસથી મૃતક વૃદ્ધમાં હડકવાના લક્ષણો દેખાયા હતા.
સાગબારાના ભોર આમલી ગામમાં રહેતા જ્ઞાનસીંગ વસાવાને સોમવારે સવારે ગંભીર હાલતમાં સિવિલમાં ખસેડાયા હતા. પાણી અને લાઈટના પ્રકાશથી ગભરાવવા જેવા લક્ષણો દેખાયા હતા. તબીબોએ તપાસ કરતા જાણવા મળ્યું કે, આ વૃદ્ધમાં હડકવાના લક્ષણો દેખાઈ રહ્યાં છે. તેથી તબીબોએ પરિવારજનોને પૂછતા જાણવા મળ્યું કે, તેમને થોડા દિવસ પહેલા કુતરુ કરડી ગયું હતું, પરંતુ તેઓએ રસી લીધી ન હતી.
અમેરિકા જવાના ખ્વાબ જોતા ગુજરાતીઓને મોટો ઝટકો, યુએસમાં ભણવું મોંઘુ પડશે
ગુજરાતનો સૌથી સુંદર બીચ ખતરામાં, ગમે ત્યારે ડૂબી જશે તેવો રિપોર્ટમાં ખુલાસો
સિવિલ હોસ્પિટલના આરએમઓ કેતન નાયકે જણાવ્યું કે, છેલ્લા બે દિવસથી તેમને હડકવાના લક્ષણો હોવાની હિસ્ટ્રી જાણ્યા બાદ સ્થાનિક આરોગ્ય કેન્દ્ર પરથી તેમને વધુ સારવાર માટે સુરત નવી સિવિલમાં રિફર કરાયા હતા. સોમવારે સવારે તેમને સિવિલમાં દાખલ કરી સારવાર શરૂ કરાઈ હતી. પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેઓ મોતને ભેટયા હતા.
ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં કુતરુ કરડી ગયા બાદ બે બાળકોના મોત થયા છે. જ્યારે એક કિશોરી અને એક યુવકનું શંકાસ્પદ મોત નીપજ્યું છે. તેમાય ડોગ બાઈટની હિસ્ટ્રી છે. માત્ર સુરત નહિ, આખા ગુજરાતમા રખડતા કૂતરાઓનો આતંક વધી રહ્યો છે. કૂતરાઓ હવે ઘાતક બની રહ્યાં છે.
ગુજરાતની આ યુનિવર્સિટીમાં ભૂત છે? અચાનક ખૂલે છે ક્લાસની બારી, ખુરશીઓ આપોઆપ ખસે છે