અમેરિકા જવાના ખ્વાબ જોતા ગુજરાતીઓને મોટો ઝટકો, યુએસમાં ભણવું મોંઘુ પડશે
America Visa News : અમેરિકા જવાની ઈચ્છા ધરાવતા લોકોને બાઈડેન પ્રશાસને ઝટકો આપ્યો....અમેરિકાની વિઝા ફીમાં 25 ડોલરનો વધારો કરાયો....વિઝા ફીનાં નવા ભાવનો 30 મેથી અમલ થશે.....સ્ટુડન્ટ અને ટૂરિસ્ટ વિઝા ફી 160 ડોલરથી વધીને 185 ડોલર કરાઈ.....
Trending Photos
America Visa News : અમેરિકા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને ઝટકો લાગ્યો છે. અમેરિકાના વિદેશ વિભાગે વિઝા ફીમાં વધારો કર્યો છે. બાઈડેન સરકારે વિઝા ફીમાં 2051 રૂપિયાનો વધારો કર્યો છે. નવો ફી વધારો 30મી મેના રોજ જાહેર થશે. પહેલાં વિઝા ફીના 13,126 રૂપિયા વસૂલવામાં આવતા હતા. ત્યારે હવે વિઝા ફીના 15,177 રૂપિયા ચૂકવવા પડશે. પ્રવાસી, વિદ્યાર્થી, એક્સચેન્જ વિઝિટર, બિઝનેસ વિઝા માટે વધુ નાણાં ચૂકવવા પડશે. યુએસ સરકારની ઓફિશ્યલ વેબસાઇટ state.gov પર આની જાહેરાત કરવામાં આવી છે.
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે જાહેરાત કરી છે કે હવે સ્ટુડન્ટ વિઝા ફીમાં $25 (લગભગ રૂપિયા 2 હજાર)નો વધારો કરવામાં આવ્યો છે. વધારેલી નવી ફી 30 મે, 2023થી લાગુ થશે. ઓફિશિયલ નોટીસ અનુસાર વિદ્યાર્થી વિઝા ફી જે હાલમાં US$160 છે, તે વધીને US $185 થશે. આ ફી 30 મે, 2023થી લાગુ થશે. આવી સ્થિતિમાં અમેરિકા ભણવા જતા વિદ્યાર્થીઓના ખિસ્સા પર અસર થવાની છે. હવે અમેરિકા ભણવું જવુ મોંઘુ પડશે.
નવા નિયમો અમલમાં આવશે ત્યારે આવું થશે. કેટલાક પિટિશન આધારિત નોન-ઇમિગ્રન્ટ વિઝા, જે કામચલાઉ કામદારો માટે છે, જેમ કે H, L, O, P, Q અને R કેટેગરીના, પણ વિઝાના ભાવમાં ઉછાળો જોવા મળશે. તેમની કિંમત જે પહેલા $190 હતી તે હવે વધારીને $205 કરવામાં આવી છે. આ કેટેગરીમાં ફીના રૂપિયા ૧૫,૫૮૭થી વધારીને ૧૬,૮૧૮ કરવામાં આવ્યા છે.
વેપારીઓની વિઝા ફી પણ વધી
વેપારી, ઈન્વેસ્ટર અને બિઝનેસ (ઈ શ્રેણી)ના આવેદનકારો માટેની વિઝા ફીમાં પણ વધારો જાહેર કરવામાં આવ્યો છે. અમેરિકાના વિદેશ વિભાગે આ ફીને ૧૫,૫૮૭ રૂપિયાથી વધારીને ૨૫,૮૪૨ કરી દીધી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે