પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં ફરી વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પાંડેસરા 2 વર્ષનો બાળકએ રમતા રમતા એસિડ ગડગડાવી લીધું છે. બાળક ઘરમાં રમી રહ્યો હતો દરમિયાન એસિડની બોટલ નીચે હોવાથી બાળક એસિડની બોટલ હાથમાં લઈ રમતા રમતા ગત ગડગડાવી જતા બાળકને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલના NICU દાખલ કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ફરી એકવાર મોસમે કરવટ બદલી! આ જિલ્લાઓમાં ઘટાટોપ વાદળો ફાટશે, થશે જળબંબાકાર


સુરતમાં વાલીઓની બેદરકારીના કિસ્સાઓ સતત સાથે સામે આવી રહ્યા છે. વધુ એક કિસ્સો સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ સીતાનગર સોસાયટીમાં બન્યો છે ઘરમાં રમી રહેલ બે વર્ષનો બાળક રમતા રમતા એસિડથી ગડગડાવી લેતા ગંભીર હાલતમાં નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. 


Share Market: આ ટોચની 7 કંપનીઓને ભારે નુકસાન, 80200 કરોડ રૂપિયાની ખોટ


બાળક અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો દરમિયાન એસિડથી ભરેલી બોટલ દેખાઈ આવતા બાળક હાથમાં લઈ ગડગડાવી આવી ગયો હતો. ઘટનાને લઈ પરિવારના સભ્યો દોડી આવ્યા હતા. બાળકને તાત્કાલિક સારવાર માટે નવી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં બાળકની હાલત ગંભીર હોવાથી તેને NICU માં દાખલ કરવામાં આવ્યો છે.


'હું આત્મહત્યા કરું છું, પ્રેમી દોડીને આવતા પ્રેમિકા લટકેલી હાલતમાં મળી! લાલબત્તી...


સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ મિલમાં નોકરી કરતો પિન્ટુ વિશ્વકર્મા પરિવાર સાથે રહે છે પીન્ટુનો બે વર્ષનો બાળક વિવેક ઘરમાં અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો. દરમિયાન રમતા રમતા બાળકના હાથમાં એસિડથી ભરેલ બોટલ આવી જતા ગટગટાવી ગયો હતો ઘટનાને લઇ પરિવારના લોકો ચોંકી ગયા હતા.


Alto, Wagon R કે Baleno નહી, આ છે સૌથી વધુ વેચાનારી કાર, માઇલેજ 30KM થી વધુ


તાત્કાલિક બાળકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા હાલ બાળકને નવી સિવિલ હોસ્પિટલના એનઆઇસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે વાલીઓ માટે આ ખૂબ જ ચિંતાજનક ઘટના કહી શકાય છે, ક્યાંક વાલીની પણ અહીં બેદરકારી સામે આવી રહી છે. ઘરમાં નાના બાળકો હોય તો આ રીતના એસિડથી ભરેલ બોટલ નીચે મૂકી દેતા બાળક ગટગટાવી ગયો છે. 


સુરતની ડાયમંડ હોસ્પિટલમાં એકસાથે 31 બાળકોનો જન્મ, 10 વર્ષના ઈતિહાસમાં આવું પહેલીવાર