પ્રશાંત ઢીવરે/સુરત::સુરતમાં ચોક બજાર ડબલ મર્ડર હત્યાની ઘટનામાં પોલીસે 10 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ પોલીસને બાતમી આપતો હોવાનો વહેમ રાખી બે યુવકની હત્યા કરી ફરાર થઇ ગયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માવઠું તો ટ્રેલર હતું,પિક્ચર તો બાકી છે, ગુજરાતમાં વધુ એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય


સુરતના પંડોળ વિસ્તારમાં બનેલી ડબલ મર્ડર ની ઘટનામાં પોલીસે 10 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. બે આરોપી ફરાર છે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલા આરોપીઓએ હત્યા કરનાર બંને ઇસમોને ધમકી આપી હતી કે આ વિસ્તારમાં રહેવું હોય તો પૈસા આપવા પડશે અને પોલીસને બાતમી શું કામ આપો છો કહી ઝઘડો કર્યો હતો. બાદમાં તીક્ષણ હથિયાર વડે હુમલો કરી એકનું ઘટના સ્થળે મોત નીપજો જ્યારે બીજાનું સારવાર દરમિયાન મોત થયું હતું.


Surat: ક્રિકેટ ગ્રાઉન્ડ પર વધુ એક યુવક જિંદગીની મેચ હાર્યો, આહિર સમાજમાં શોકની લાગણી


સુરતના ચોક બજાર પોલીસ મથકની હદના પંડોળ ચોકી વિસ્તારમાં આવેલ અટલજી નગરના ખાતે ગત 3 માર્ચના રોજ મળસ્કે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં મજૂરી કામ કરતા કાર્તિક અને રાજુ નામના બે યુવકોની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં 10 થી 12 અસામાજિક તત્વો દ્વારા તીક્ષણ હથિયાર વડે બંને યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં કાર્તિક નામના યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે રાજુ નામના યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. 


ગુજરાતના આ દ્રશ્યો તમારું મન મોહી લેશે! હોળી નજીક આવતા જ જંગલોએ ધારણ કર્યો કેસર્યો


ઘટનાની પગલે ઉચ્ચ પોલીસ અધિકારી ની ટીમ પહોંચીને તપાસ હાથ ધરી હતી. ત્યારે આ ઘટનામાં પોલીસે કુલ 10 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે કુલ 12 જેટલા ઇસમો સામે ફરિયાદ નોંધ હતી. 10 ની ધરપકડ કરી છે જ્યારે બેને પકડવાના બાકી હોવાથી તેમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.


હોળીએ દ્વારકા મંદિરમાં દર્શનનો સમય બદલાયો, જાણીને જજો નહિ તો ફેરો ફોગટ જશે


હાલ તો પોલીસે આ 10 આરોપીની ધરપકડ કરીને તેમની સઘન પૂછપરછ હાથ ધરી છે. હત્યા કરવા પાછળનું સાચું કારણ શું છે, કઈ રીતે ઘટનાને અંજામ આપ્યો? કેવી રીતે મળી બધાય ષડયંત્ર કર્યું? તમામ બાબતે હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે. પકડાયેલા આ તમામ આરોપીઓ કોઈ ગેંગ સાથે જોડાયેલા નથી પરંતુ આરોપીઓમાંથી ત્રણથી ચાર ઈસમો અગાઉ મારામારીના ગુનાઓમાં પકડાઈ ચૂકેલા છે. 


અમદાવાદ BMW હિટ એન્ડ રન કેસ: આરોપી સત્યમ શર્માને ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી દબોચ્યો


ઉપરાંત એક વખત પાસાના ગુનામાં પણ જેલમાં જઈ આવ્યા છે. આ અસામાજિક તત્વો સ્થાનિક વિસ્તારમાં લોકોમાં હાવ અને ડર ઊભો કરતા હતા અને પૈસા ઉઘરાવતા હતા એવું હાલ જાણવા મળ્યું છે.