ચેતન પટેલ, સુરત: સુરતના મહિધરપુરા પોલીસના હાથે લાગી ખજૂરી ગેંગ. ઘણા સમયથી સુરત શહેર પોલીસના માથાનો દુખાવો બની હતી આ ગેંગ. મહિધરપુરા પોલીસે આ ગેંગના 6 સભ્યોને આંગડિયા પેઢીના સભ્યોને બંધક બનાવી લૂંટ ચલાવે તે પહેલા જ બાતમીના આધારે ઝડપી લીધા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- સુરતમાં ભારે વરસાદના કારણે તંત્રની લોકોને સાવચેત રહેવા અપીલ, દરિયો ખેડવા પર પ્રતિબંધ


સુરતના મહિધરપુરા વિસ્તારમાં મોટા ભાગની આંગડિયા પેઢીઓ આવેલી છે અને ત્યાં જ હીરા બજાર પણ આવેલું છે. અહીં હીરા ઉદ્યોગ અને બીજા વેપરા માટે અન્ય રાજ્યોમાં રૂપિયાની લેતી દેતી થતી હોય છે. આંગડિયા પેઢી રોજ કરોડો રૂપિયા હવાલાના માધ્યમથી અન્ય રાજ્યોમાં રૂપિયાની લેતી દેતી કરતા હોય છે. બસ આ જ આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટવાના ઇરાદે આ ગેંગના 6 સભ્યો લૂંટનો પ્લાન રચ્યો હતો.


આ પણ વાંચો:- મેઘકહેર: દક્ષિણ ગુજરાતના તમામ 32 તાલુકામાં વરસાદ, ઉમરાપાડામાં 4 ઇંચ વરસાદ


મહિધરપુરા પોલીસે બાતમી મળી હતી કે ગેંગના કેટલાક લૂંટારું આ ઘાતક હથિયારો સાથે નિકળ્યા છે. પોલીસે બાતમીના આધારે લાલ દરવાજા વિસ્તારમાં વોચ ગોઠવી હતી. ત્યારે જે રીક્ષા નંબરની બાતમી મળી હતી તે રીક્ષા ત્યાં આવી પહોંચી હતી અને પોલીસે તેની તલાશી  લેતા તેમાંથી તિક્ષ્ણ ચપ્પુ, મરચાની ભૂકી, સેલો ટેપ અને દોરી કબ્જે કરી હતી. તમામ આરોપીએ પોલીસે બે રીક્ષા અને બે મોટર સાયકલ સાથે ઝડપી લીધા હતા. પોલીસે તેમામની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો:- સુરતમાં ગાડીને ટક્કર મારનાર રીક્ષા ચાલકને ગરીબ સમજી જવા દીધો, આગળ જતા તેણે એવું કર્યું કે...


પકડાયેલા આરોપી પહેલાથી જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ગેંગની મુખ્ય મોડનસ ઓપરેટિંગ સિસ્ટમ એ છે કે, સુરત રેલવે સ્ટેશન પર અને બસ સ્ટોપ પર આવતા વેપારીઓને તેઓ રીક્ષામાં બેસાડે છે. ત્યારબાદ અન્ય બે ઇસમો પણ રીક્ષામાં બેસી જાય છે અને અવાવરું જગ્યાએ પહોંચી તેની પાસે રહેલા રુપિયા, કિંમતી સામાનની માંગણી કરે છે. જો વેપારી પ્રતિકાર કરે તો આ લૂંટારૂં તેઓને ચપ્પુ મારતા પણ અચકાતા નથી. તેઓને ચપ્પુ મારી લૂંટ કરી ફરાર થઇ જાય છે. લૂંટ પહેલા આ તમામ આરોપી પ્લાન મુજબ અલગ અલગ ગાડીઓ પર રેકી કરે છે.


આ પણ વાંચો:- સુરત: રત્નકલાકારો Corona ના કારક ! ધરણા થાય તે પહેલા તમામની અટકાયત


આરોપીનું નામ અને ગુનાહિત ઇતિહાસ....
1 આસીફ ઉફ્રે એયા અઝીઝ શેખ- સુરત શહેરના અલગ-અલગ પોલીસ મથકમાં 10 જેટલા ગુના...
2 અફઝલ ખજૂર શેખ- 11 ગુનાઓમાં સામેલ...
3 મોહમ્મદ અનિષ ચીકના- 2 ગુના...
4 રહીમ ઉર્ફે ગદ્દા રહીમ શા ફકીર- 5 ગુના...
5 ઇઝરાયેલ ઉર્ફે ડેની યુસુફ ચૌહાણ- 5 ગુના...
6 અક્રમ ઉફ્રે ખટકી બીસમિલા પઠાણ- 5 ગુના...


આ પણ વાંચો:- સુરતના આ ડામયંડ ગણેશની ખ્યાતિ વિદેશ સુધી પહોંચી છે, તેની તસવીર રાખનારાનું નસીબ ચમકે છે


પકડાયેલા આરોપીઓએ સુરતના અને સુરત બહારથી આવતા અત્યાર સુધી કેટલાક વેપારીઓને પણ લૂંટી લીધાની માહિતી મળી છે. જેમાં થોડા દિવસ અગાઉ જ રાજેસ્થાન અને બનાસકાંઠાથી આવેલા વેપારી પાસેથી પણ લાખોની લૂંટ ચલાવી હતી. હાલ તો સુરત પોલીસના હાથે આ ગેંગ લાગતા સુરત પોલીસે રાહતનો શ્વાસ લીધો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર