ચેતન પટેલ/સુરત: સુરત-વાંસદા વચ્ચે દોડતી એસટી બસના ચાલકે બસમાં અપડાઉન કરતી યુવતી જોડે મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવ્યા બાદ લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારીયો હતો. છેલ્લા દોઢ વર્ષ સુધી અલગ અલગ સ્થળો પર લઈ જઈ દુષ્કર્મ ગુજારી તરછોડી દેવાતા શારીરિક શોષણનો ભોગ બનેલી યુવતીએ સુરતના અથવા પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ આપી હતી. જે ફરિયાદના આધારે અઠવા પોલીસ ગુનો નોધી એસટી બસના ચાલકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલની આવી તારીખો સાથેની નવી આગાહી! ગુજરાતમા મેઘો વંટોળ સાથે ધમાકેદાર બેટિંગ કરશે 


સુરત શહેર પોલીસ ચોપડે સમયાંતરે દુષ્કર્મની અનેક ફરિયાદો સામે આવી રહી છે. જ્યાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ સુરતના અઠવા પોલીસ મથક ચોપડે નોંધાય છે. સુરતની અઠવા પોલીસ મથક પાસેથી મળતી માહિતી મુજબ, સુરત -વાંસદા રૂટ ઉપર દોડતી એસટી બસના ચાલક મહેન્દ્ર ભોયા વિરૂદ્ધ વઘઇની યુવતીએ દુષ્કર્મની ફરિયાદ આપી છે. 


જામસાહેબ પર આ શું બોલી ગયા પી.ટી.જાડેજા? રૂપાલા સામે અપનાવી નવી રણનીતિ


યુવતીએ આપેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર, પોતે મૂળ વધઈની રહેવાસી છે અને સુરતના સગરામપુરા વિસ્તારમાં ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે. વઘઇથી દરરોજ સુરત વાંસદા રૂટ પર દોડતી એસટી બસમાં અપડાઉન કરે છે. દરમિયાન આ બસના ચાલક મહેન્દ્ર ભોયા જોડે તેણીનો સંપર્ક થયો હતો. દરરોજ અપડાઉન કરતી વખતે મહેન્દ્ર ભોયા જોડે વાતચીત થતી હતી. જે વાતચીત બાદમાં પ્રેમમાં પરિણમી હતી. બંને વચ્ચે આંખો મળી જતા છેલ્લા દોઢ વર્ષથી તેઓ વચ્ચે પ્રેમ સંબંધ ચાલી આવ્યો હતો. એસટી બસના ચાલક મહેન્દ્ર ભોયાએ યુવતીને લગ્નની લાલચ આપી અવારનવાર ગેસ્ટ હાઉસ સહિતના સ્થળો પર લઈ જઈ શારીરિક સંબંધો બાંધ્યા હતા. છેલ્લા દોઢ વર્ષ જેટલો સમય થયા છતાં તેણી જોડે કરેલ વાયદા મુજબ લગ્ન કર્યા નહોતા. 


મજબૂરી માણસને શું ના કરાવે! લોનના હપ્તા ભરવા બે યુવકો કરતા આ કામ, અડધી રાત્રે...


એટલું જ નહીં પરંતુ કોઈક ને કોઈક બહાના કાઢી સમય પસાર કરવામાં આવતો હતો. મહેન્દ્ર ભોયાની માનસિકતા વિશે યુવતીને જાણ થઈ ગઈ હતી કે તે લગ્ન કરવાનો નથી અને માત્ર તેણીનું શારીરિક શોષણ કરી રહ્યો છે. અંતે યુવતીએ એસટી બસના ચાલક મહેન્દ્ર ભોયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવા અંગેનો નિર્ણય કર્યો હતો. જેથી અઠવા પોલીસ મથકમાં યુવતીએ આપેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી આરોપી મહેન્દ્ર ભોયા ની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી. 


સાહેબ કહીને લોકો સલામ ઠોકશે, આ સરકારી નોકરીઓમાં પગાર સાથે મળે છે મોટું માનપાન


મહત્વનું છે કે આરોપી મહેન્દ્ર ભોયા સુરત એસટી બસનો ચાલક છે. બસમાં મુસાફરોની સુરક્ષા અને સલામતી એ બસના કંડકટર અને ચાલકની સાથે એસટી વિભાગની પણ જવાબદારી બને છે. પરંતુ એસટી બસના ચાલક દ્વારા આચરવામાં આવેલ દુષ્કૃત્યને લઈ અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે..