અંબાલાલની આવી ગઈ તારીખો સાથેની નવી આગાહી! ગુજરાતમાં મેઘો વંટોળ સાથે ધમાકેદાર બેટિંગ કરશે

Ambalal Patel Forecast: હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. આ ગરમીમાં કોઈ પોતાના ઘરની બહાર નીકળતું નથી. ઘરમાં સૌ કોઈ પુરાઈને રહે છે. ગરમીમાં ઘણા લોકો વોટરપાર્કની મજા માણવા ઉપડી જાય છે. પરંતુ આ ત્વચા દઝાડતી ગરમીમાં વરસાદ વરસે તો? મજા પડી જાયને? આકાશમાંથી વરસતાં અગનગોળા વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે ક્યાં ક્યારે વરસાદ વરસી શકે છે?

1/8
image

ગુજરાતમાં ભરઉનાળે માવઠાનું સંકટ મંડરાઈ રહ્યું છે. 12 થી 15 એપ્રિલે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના કેટલાક ભાગમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આંધી અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા જોવામાં આવી રહી છે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ એકઠો થતા પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદ આવશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના સેવવામાં આવી છે.

આંધી અને વંટોળની પણ આગાહી

2/8
image

16 એપ્રિલથી ગરમી વધશે. 17 મી એપ્રિલ બાદ રાજ્યમાં ફરીથી ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે. રાજ્યના કેટલાક ભાગોમાં 43 ડિગ્રી તાપમાનનો પારો જશે. મધ્ય ગુજરાતમાં અત્યંત ગરમી પડશે. ઉત્તર ગુજરાતમાં વધુ ગરમી પડશે. ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમી પડશે. આ વિસ્તારોમાં આકરી ગરમી રહેશે. 43 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે. એટલું જ નહીં, આંધી અને વંટોળની પણ આગાહી કરવામાં આવી છે.

કાળઝાળ ગરમીથી રાહત

3/8
image

હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે, ત્યાં વરસાદ પડવાની શરૂઆત પણ થઈ ગઈ છે. રાજ્યના દાહોદ અને અંબાજીમાં કમોસમી વરસાદ પડતાં લોકોમાં કુતુહલ સર્જાયું હતું. જો કે કાળઝાળ ગરમીથી રાહત મળતાં લોકોની ખુશીનો કોઈ પાર રહ્યો નહતો. ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યોમાં ગુજરાતમાં વરસાદ જોરદાર એન્ટ્રી જોઈ શકાય છે. 

વરસાદને કારણે ગરમીનો પારો પણ નીચે જવાની આગાહી

4/8
image

સમગ્ર ગુજરાતમાં હાલ ત્વચા દઝાડતી ગરમી પડી રહી છે, એવો આકરો તાપ પડી રહ્યો છે કે, બપોરના સમયે તો શહેર અને ગામમાં સન્નાટો પથરાઈ જાય છે. ગરમીથી બચવા લોકો શેરડીનો જ્યુસ, લીંબુ સોડા, તરબુચનો સહારો લે છે. ત્યારે આકાશમાંથી વરસતાં અગનગોળા વચ્ચે રાજ્યમાં વરસાદી માહોલ જામવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. તો વરસાદને કારણે ગરમીનો પારો પણ નીચે જવાની આગાહી કરાઈ છે.

5/8
image

ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામે તો નવાઈ તો લાગવાની જ  રાજ્યમાં 12થી 15 એપ્રિલ વચ્ચે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી અંબાલાલ પટેલે પણ કરી છે. આંધી અને ગાજવીજ સાથે આ વરસાદ પડવાની શક્યતા છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં ભેજ એકઠો થતાં આ પ્રિ-મોન્સુન એક્ટિવિટી સર્જાઈ છે. ગુજરાતમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે.

ક્યારે ક્યાં પડી શકે છે વરસાદ?

6/8
image

12થી 15 એપ્રિલ વચ્ચે રાજ્ય કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. આંધી અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. અરબ સાગર, બંગાળની ખાડીમાં ભેજ એકઠો થતાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. 

પારો 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે

7/8
image

15 એપ્રિલ સુધી વરસાદને કારણે ગરમીમાં ઘટાડો થવાની સંભાવના છે. પરંતુ 15 એપ્રિલ પછી એટલે કે 16 એપ્રિલથી રાજ્યમાં ફરી કાળઝાળ ગરમી શરૂ થઈ જશે અને પારો 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. એપ્રિલ અને મે મહિનામાં ગરમીની આંધી આવે તેવી પણ સંભાવના વ્યક્ત કરાઈ છે.

વરસાદે કેરીની મજા બગાડી દીધી

8/8
image

ગ્લોબલ વોર્મિંગને કારણે છેલ્લા ઘણા સમયથી ઋતુચક્ર જાણે બદલાઈ ગયું છે. કમોસમી વરસાદ શિયાળા અને ઉનાળામાં પડી રહ્યો છે. ઉનાળામાં પડેલા આ માવઠાથી મોટું નુકસાન સૌરાષ્ટ્રની શાન કહેવાતી કેસર કેરીને પણ થવાનું છે. કારણ કે કેરી માર્કેટમાં આવવાની તૈયારીમાં છે ત્યાં આ વરસાદે કેરીની મજા બગાડી દીધી છે. અને કેરીનો ભાવ ભડકે બળે તો પણ નવાઈ નહીં.