તેજસ મોદી/સુરત : શહેરની પુણાગામ પોલીસે એક ઈસમ પાસે પકડાયેલા મુદામાલમાં લખેલા નામના આધારે ગુગલ દ્વારા એડ્રેસ શોધી ગુનાનો ભેદ ઉકેલાયો અનેં કર્ણાટકની 17 લાખની ચોરી શોધી કાઢી છે. સુરતની પુણા પોલીસે વાહન ચેકીંગ દરમિયાન શંકાના આધારે એક આરોપીને બસમાંથી ઝડપી પાડ્યો હતો. જેની પુછતાછ કરતા આરોપીએ કર્ણાટકમાં ઘરફોડ ચોરીને અંજામ આપી સુરત આવતો હતો. જેની ધરપકડ કરી તેની પાસેથી સોના ચાંદીના દાગીના કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતની પુણા પોલીસ વાહન ચેકીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે એક આરોપી ચોરી કરીને સુરત તરફ આવી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેતપુરનું અનોખુ શિવમંદિર જ્યાં ગ્રહપીડાની વિધિ કરાવવાથી મળે છે અનેકગણું ફળ


જે હકીકતના આધારે પોલીસે લક્ઝરી બસની તપાસ કરતા એક આરોપી લલિત પરમારનો વ્યક્તિ મળી આવ્યો હતો. જેની પાસેથી એક બેગ મા મોટા પ્રમાણમાં માત્ર ચાંદીના દાગીના મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે બેગમા માત્ર ચાંદીના જ દાગીના જ હતા. બાદમાં પુણા પોલીસ દ્વારા આરોપીને પોલીસ મથક લાવી ઘનિષ્ઠ પૂછપરછ કરતા એક પછી એક હકીકત સામે આવે લાગી હતી. જેમાં ચોકવાનારી વાત સામે આવી હતી. પહેલા તો આરોપી આ ઘરેણાં તેના છે તેવું કહ્યું હતું પણ પોલીસે ઉલટ તપાસ શરૂ કરી હતી. પુણા પોલીસ દ્વારા બેગમાં રહેલા ચાંદીના દાગીના તપાસ કરી જેમાં પકડાયેલા દાગીના ઉપર એક કન્નર ભાષામાં લખેલા લેબલ અને નામના આધારે તપાસ હાથ ધરી તો તે દુકાન કર્ણાટકના તુમકુર જિલ્લાની હોવાનું બહાર આવ્યુ હતુ. 


સ્ટેચ્યુ ઓફ યુનિટીની યશ કલગીમાં વધારે એક પીંછુ, પ્રવાસન સ્થળને મળ્યું પોતાનું અલાયદું FM સ્ટેશન


પોલીસે આ દાગીનાના ફોટો અલગ અલગ પોલીસ મથકમાં મોકલી તેની ખરાઈ માટે મોકલી આપ્યા હતા. જ્યાં તે જ જિલ્લાના એક પોલીસ મથકના પોલીસે આ દાગીના ઓળખી બતાવ્યા હતા. જ્યાં આ દાગીના કર્ણાટક રાજ્યના એક્સ્ટેન્શન પોલીસ મથક હદમાં આવેલા એક બિઝનેસમેનના ત્યાંથી બંધ મકાનનું તાળું તોડી તેમાંથી ચોરી કરેલા હોવાનું પોલીસે જાણકારી આપી હતી. જ્યાં તેની પોલીસ મથકે 17.50 લાખ રૂપિયાની ઘરફોડ ચોરીની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. ત્યાં પુણા પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી તો તે પોલીસની પુછપરછમાં ભાગી પડ્યો હતો. પકડાયેલા આરોપીએ કબૂલાત કરી કે, તેની ગેંગ દાહોદથી અન્ય રાજ્યોમાં મજૂરી કરવાના બહાને ત્યાં ઘડફોડ ચોરીને અંજામ આપતા હતા. આ ગેંગમાં અન્ય ત્રણ ઈસમો પણ સામીલ હોવાનું કબલ્યુ છે.


PM મોદી સોમનાથમાં ભક્તિ અને મનોરંજનનું અનોખા સંગમ સમાન 100 કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે


જ્યાં સુરત પુણા પોલીસે કર્ણાટક પોલીસનો એક ઘડફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને કર્ણાટક પોલીસ હવાલે કર્યો છે. જ્યાં સાથે જ 2.29 લાખ જેટલાનો મુદ્દામાલ પણ કબ્જે કાર્યો તો અન્ય આરોપીની હવે કર્ણાટકએ પોલીસ શોધખોળ શરૂ કરી છે. જ્યાં સાથે જ આ ગેંગ દ્વારા અન્ય કેટલા ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.


પકડાયેલા આરોપીનું નામ ..
લલિત સમસુભાઈ પરમાર
અન્ય વોન્ટેડ આરોપીના નામ ...
1 અજય ભાભોર
2 રાકેશ પરમાર
3 પારસિંગ બચુભાઈ પરમાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube