જેતપુરનું અનોખુ શિવમંદિર જ્યાં ગ્રહપીડાની વિધિ કરાવવાથી મળે છે અનેકગણું ફળ
Trending Photos
જેતપુર : શ્રાવણ મહિનો એટલે શિવની ભક્તિમાં લીન થવાનો મહિનો. આદિભાગવાન શિવનું હિન્દૂ ધર્મમાં ખુબ જ મહત્વ છે અને આ આદિભાગવાન શિવના પૌરાણિક મંદિરો સૌરાષ્ટ્ર ભરમાં આવ્યા છે. આવાજ એક પૌરાણિક શિવ મંદિર જેતપુરની પાસે કેરાળેશ્વર મહાદેવ આવેલ છે. સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સાધુ સંત અને શ્રદ્ધાની ભૂમિ આ ભૂમિ સાથે અનેક ઇતિહાસ જોડાયેલ છે. મંદિરો સાથે ભગવાન કૃષ્ણ અને શિવજીનો મહિમા જોડાયેલ છે અને તેનો ઇતિહાસ પુરાણો સાથે જોડાયેલ છે. જેતપુરથી 6 કિલોમીટર દૂર આવુ જ એક 7 હજાર વર્ષ પુરાણું અને મહાભારતની કથા સાથે જોડાયેલ શિવ મંદિર આવેલ, પુરાણો અને લોકવાયકા મુજબ આ શિવ મંદિર પાંડવો દ્વારા બનાવાયું હોવાની કથા છે. આ ઉપરાંત લોકવાયકા સાથે જોડાયેલ એવા અને જેતપુર શહેરના જેને ઇષ્ટ દેવ માનવમાં આવે છે.
કેરાળેશ્વર મહાદેવ મંદિર રાજકોટ જિલ્લાના જેતપુરથી 6 કિલોમીટર દૂર આવેલ એક રમણીય સ્થળ છે. મંદિર ભાદર નદીના કાંઠે વસેલું છે, અને 80 એકર જેટલી જગ્યામાં ફેલાયેલ છે, મંદિરનો ઇતિહાસ જોવા જઈએ તો આ મંદિર અતિ પ્રાચીન છે. આ જગ્યાએ પહેલા કેળનું વન હતું. શિવજી સ્વયંભૂ પ્રગટ થયા હતા, લોકવાયકા મુજબ કેરાળેશ્વર મહાદેવ મંદિરનો 7 હજાર વર્ષ જૂનો ઇતિહાસ છે. લોકવાયકા મુજબ પાંડવોએ પોતાનો અજ્ઞાત વાસનો થોડો સમય અહીં વસવાટ કરેલો હતો. આ દરમિયાન જ અહીં મંદિરની સ્થપાના કરેલી હતી, અને કાળ ક્રમે તે લુપ્ત થયેલ હતું.
લોક વાયકા મુજબ પાંડવો અહીં રહેલા હતા અને ભીમના લગ્ન જયારે હિડિમ્બા સાથે થયા ત્યારે ભીમની જાન પણ અહીંથી જ માખીયાળાના ડુંગર અને હાલ જે ઓસમ પર્વત કહેવાય છે તેની ઉપર ગઈ હતી. પાંડવોએ અહીં પોતાના વસવાટ દરમિયાન મહાદેવને પ્રસન્ન કરવા માટે મહારુદ્ર યજ્ઞ કર્યો હતો. જેની રાખ હજુ પણ આસપાસના પરિસરમાંથી નીકળે છે અને તેમાં હજુ પણ ઘીની સુગંધ આવે છે.
મંદિરની ઉત્પત્તિ કેમ થઇ તેનો પણ ઇતિહાસ છે
વર્ષો પહેલા અહીં કેરાળી નામનું ગામ હતું અને અહીંયા પટેલો ખેડૂતની વસ્તી હતી ત્યારે આ ગામની વઘાસીયા પટેલની દીકરી રોજ આ શિવલિંગની પૂજા કરવા માટે આવતી. જયારે અહીં પૂજા કરવા આવે ત્યારે સામે કાંઠે જવા અને આવા માટે નદી રસ્તો કરી આપતી હતી. આ વઘાસીયાની દીકરી દેવ થતા તેની સમાધિ પણ હાલ આ જગ્યાએ હયાત છે અને અને તે સતીમાં તરીકે પૂજાય છે.
પુરાણોમાં ઉલ્લેખ મુજબ અને લોકવાયકા મુજબ પાંડવો જયારે અહીં વસવાટ કરતા ત્યારે અહીં કમળનું સુંદર ઉપવન હતું. તેના ઉપરથી આ જગ્યા નું નામ પ્રથમ કમલેશ્વર હતું. અહીં આ મંદિર કાળ ક્રમે લુપ્ત થયેલ અને આ જગ્યા ઉપર કેળના વન બની ગયેલ હતું. અપભ્રંશ થતા કાળ ક્રમે કેરાળેશ્વર નામ થઇ ગયુ. જયારે ઉત્પત્તિની વાત કરીયે તો જયારે કોઈ ગોવાળ અહીં પોતાની ગાયો ચરાવવા અહીં આ કેળના વનમાં આવતો ત્યારે એક ગાય રોજ એક ચોક્કસ જગ્યાએ જાય અને ત્યાં તેના આચળમાંથી દૂધની ધારાવાહી વહેવા લાગે. જયારે ગામ લોકોએ આ બાબતે જાણ થઇ તપાસ કરી તો ત્યાં એક શિવ લિંગ મળી આવી અને તે આજનું કેરાળેશ્વર મહાદેવ મંદિર છે.
જ્યોતિષો માટે પણ આ જગ્યા અતિ મહત્વની છે. જ્યોતિષીઓ અહીં ગ્રહ પીડા દૂર કરવા માટે લોકોને વિધિ કરવા માટે જણાવે છે. અહીં બ્રાહ્મણો પણ વિવિધ વિધિ વિધાનોની પૂજા અને વિધિ કરે છે અને એવું માનવમાં આવે છે કે અહીં કરવામાં આવેલ વિધિ અને વિધાનનું ફળ અનોખું છે. કેરાળેશ્વર મહાદેવને જેતપુર શહેરના ઇષ્ટ દેવ માનવમાં આવે છે. આ મંદિર ઉપર લોકોને અપાર શ્રદ્ધા છે, જયારે જયારે કેરાળેશ્વર મહાદેવના ભકતો ઉપર કોઈ આપદા આવે ત્યારે કેરાળેશ્વર મહાદેવ તેના ભક્તોના દુઃખ અવશ્ય દૂર કરે છે, ત્યારે આ મંદિરના મહંત દ્વારા આ કોરોના રૂપી મહામારીને આપણા દેશ અને સમગ્ર વિશ્વમાંથી આ કોરોના રૂપી મહામારી ભગવાન કેરાળેશ્વર મહાદેવ દૂર કરે અને આપણે બધા આ કોરોનાની મહામારી દૂર થાય તેવી આપણે સૌ મહાદેવને પ્રાર્થના કરી.
હાલ તો કોરોનાની મહામારીને લઈને શિવભક્તોને મંદિરમા ભીડ ન થાય અને સોસ્યલ ડિસ્ટશન જળવાઈ રહે તે માટે ભક્તોને શ્રાવણ માહ નિમિતે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ધાર્મિક કાર્યકમો જેવા કે રૂદ્ર અભિષેક. દર સોમવારે મહાપુજા અને ભક્તોને શિવાલયમાં દૂધ ચડાવવા માટે ખાસ વ્યવસ્થા મંદિર તરફથી ગોઠવવામાં આવી છે. ભક્તોને મંદિરમાં પ્રવેશતા પહેલા સેનિટાઇઝર લગાડવામાં આવે છે અને માસ્ક પહેરવાનું અને સોસ્યલ ડિસ્ટશન જાળવવાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે