સ્ટેચ્યુ ઓફ યુનિટીની યશ કલગીમાં વધારે એક પીંછુ, પ્રવાસન સ્થળને મળ્યું પોતાનું અલાયદું FM સ્ટેશન
Trending Photos
જયેશ દોશી/કેવડિયા : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અવનવા પ્રોજેક્ટ લાગુ કરવામાં આવી રહ્યા છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની યશ કલગીમાં વધારે એક પીંછુ ઉમેરાયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પોતાનું એફએમ સ્ટેશન શરૂ થયું છે.આ સ્ટેશનની સૌથી મોટી ખાસીયત છે કે, આ સ્ટેશનનું સંચાલન સ્થાનિક યુવાનો જ કરી રહ્યા છે. આ એફ એમ સ્ટેશનનું નામ રખાયું છે એફએમ યુનિટી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્થાનિક આદિવાસી યુવક યુવતીઓને રોજગારીની સાથે સાથે ખુબ મોટી પ્રતિષઠા પ્રાપ્ત થઇ છે. કેવડીયામાં રેડિયો યુનિટી 90 fm ની શરૂઆત થઇ છે. હવે અહીં આવતા પ્રવાસીઓ એફએમ રેડીઓ પર સ્થાનિક રેડીઓ જોકી દ્વારા આ વિસ્તારની માહિતી સુમધુર સંગીત સહીત દેશભક્તિના ગીતો અને પ્રેરણાદાયી ગીતો સાંભળી શકશે.
GUJARAT CORONA UPDATE: નવા 14 કેસ, 13 દર્દી સાજા થયા, એકપણ મોત નહી
ગઈ કાલથી ટ્રાયલ રનની શરૂઆત થઇ ગઈ છે. જેમાં સ્થાનિક કક્ષાએ આદિવાસી યુવક યુવતીઓ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ગાઈડનું કામ કરી પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી સઁલગ્ન પ્રવાસન ધામો બતાવતા હતા. તેજ યુવક-યુવતીઓ હવે રેડીઓ જોકી બન્યા છે. સુંદર લહેકામાં રેડીઓ પર પ્રવાસીઓને મનોરંજન પીરસે છે. સ્થાનિક આદિવાસી યુવાનો અને યુવતી રેડિયો જોકી બન્યા છે ત્યાંરે અહીં રેડીઓ સ્ટેશન સ્થપાય તે પરિકલ્પના પણ પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીની હતી અને તેમનું આ સ્વપ્ન સાકાર થયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે