સુરત : પોલીસ દ્વારા સતત નશીલા પદાર્થના વેચાણ અને સપ્લાય કરતા ઈસમો સામે લાલ આંખ કરવામાં આવી રહી છે, સાથે એવું નહિ કે માત્ર એક બે ઈસમોને પકડવા સતત આવા ઈસમો સામે વોચ રાખવામાં આવી રહી છે. ત્યાં સુરત SOG પોલીસ અને ગુજરાત ATS દ્વારા સયુંકત એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઓરિસ્સાથી ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા 6 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં ગર્લફ્રેન્ડ સાથે મોજ મજા કર્યા પછી બોયફ્રેન્ડ માંગતો પૈસા, કહેતો કોઇ પણ રાઇડ ફ્રી નથી હોતી પણ...


સુરત પોલીસમાં નાર્કોટીકસ અને ખુન તેમજ બીજા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને પકડવા માટે પોલીસ કમિશ્નર અઝયકુમાર તોમરે અભિયાન શરૂ કર્યું હતું. જેમાં ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી રૂપલ સોલંકી અને સુરત સીટી એસોજીની ટીમ તેમજ ગુજરાત એટીએસ ટીમની મદદથી છેલ્લા ઘણા વર્ષોથી ભાગત ફરતા આરોપીઓને પકડવા અને એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. એક પોલીસ ટીમ ઓરીસ્સાના ગંજામ જિલ્લામાં ધામા નાંખ્યા હતા. દરમિયાન ઓરિસ્સા પોલીસની મદદ લઈને પોલીસે વોન્ટેડ આરોપીઓને સીમાંચલ ઉર્ફે કાલીયા ભજરામ પ્રઘાન લિંબાયત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગાંજાના ગુનામાં છેલ્લા 9 વર્ષથી વોન્ડેટ હતો. 


GUJARAT CORONA UPDATE: 33 નવા કેસ, 37 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી


સુભાષ દેશી રાઉત કતારગામ પોલીસ સ્ટેશનના ગાંજાના ગુનામાં છેલ્લા 8 વર્ષથી પોલીસથી બચવા માટે નાસી ગયો હતો. જયારે રાજુઉર્ફે ભીકા બહેરા પણ ઝડપી લેવાયો હતો. અને તે પણ છેલ્લા ત્રણ વર્ષથી ભાગતો ફરતો હતો. બલરામ સરગીન બહેરા અને સંતોષ રઘુનાથ બિસ્નોઈ જે પણ છેલ્લા 12 વર્ષથી વોન્ટેડ હતો, તેને પણ પોલીસે પકડી પાડયો હતો. જગદીશ જુગલ કિશોર રાઉત જે ઉધના પોલીસમાં ઠગાઈના ગુનામાં વોન્ટેડ હતો તેને પણ પોલીસ ઝડપી પાડયો હતો. 


અમદાવાદમાં વિધવા મહિલાએ ફ્રેન્ડ રિકવેસ્ટ એક્સેપ્ટ નહી કરતા યુવકે કર્યો એવો કાંડ કે...


આ ઓપરેશનમાં સુરત સીટી પોલીસની સાથે એટીએસ અને વરાછા લિંબાયત અને સરથાણા તેમજ ઉધના પોલીસની ટીમ પણ જોડાઈ હતી. સુરતને નશીલા પદાર્થ મુક્ત કરવા માટે માદક પદાર્થોનું વેચાણ અને ખુન તથા બીજા ગંભીર ગુનાઓ કર્યા બાદ પોલીસને હાથતાળી આપીને ભાગી જતાં ગુનેગારાને પકડવા માટે સુરત સીટીની SOG પોલીસ અને ગુજરાત એટીએસની ટીમે સંયુકત પ્રયાસો હાથ ધર્યા હતા. 


રાધનપુરમાં પુત્રની જાન પરણવા નિકળે તે પહેલા માતાને કરંટ લાગતા મોત, સાદાઇથી લગ્ન પુર્ણ થયા


સુરત સીટી એસોજી અને અલગ અલગ પોલીસ મથકના પોલીસ અધિકારી અને કર્મચારીઓની ટીમે ઓરીસ્સાના ગંજામ ખાતે દરોડાની કાર્યવાહી કરીને છેલ્લા ઘણા સમયથી પોલીસ ચોપડે વોન્ટેડ છ રીઢા આરોપીઓને ઝડપી લીધા હતા. મહત્વનું છે કે, છેલ્લા 7-8 દિવસથી ઓરિસ્સામાં ઓપરેશન કરવામાં આવી રહ્યું હતું. આ મોટું ઓપરશન કરવું મહત્વનુંએ છે કે એકી સાથે આટલા ઇસમોને ઝડપી પાડવા એક બે ઈસમો તો પકડાતા હોય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube