‘સિંધમ’ નીકળ્યો સુરતનો આ પોલીસ જવાન, મહિલા-કિશોરીને બચાવવા જીવના જોખમે તાપીમાં કૂદી પડ્યા
સામાન્ય રીતે પોલીસ હંમેશા પ્રજાના રોષનો ભોગ બનતી હોય છે. પરંતુ પોલીસ જવાનની માનવીયતા અને બહાદુરીના કિસ્સાઓ પણ ક્યારેક સાંભળવા અને જોવા મળતા હોય છે. આવો જ એક કિસ્સો સુરતમાં પ્રકાશમાં આવ્યો છે. જ્યાં સુરતમાં એક પોલીસ જવાને તાપી નદીના કોઝવેમાં ડૂબતા મહિલા અને કિશોરીને જીવના જોખમે મોતના મુખમાંથી ઉગારી સમાજના લોકોને ઉત્તમ દાખલો પૂરો પાડ્યો છે. આજે આ પોલીસ જવાન સુરતીઓ માટે હીરો બન્યો છે.
ચેતન પટેલ/સુરત :સામાન્ય રીતે પોલીસ હંમેશા પ્રજાના રોષનો ભોગ બનતી હોય છે. પરંતુ પોલીસ જવાનની માનવીયતા અને બહાદુરીના કિસ્સાઓ પણ ક્યારેક સાંભળવા અને જોવા મળતા હોય છે. આવો જ એક કિસ્સો સુરતમાં પ્રકાશમાં આવ્યો છે. જ્યાં સુરતમાં એક પોલીસ જવાને તાપી નદીના કોઝવેમાં ડૂબતા મહિલા અને કિશોરીને જીવના જોખમે મોતના મુખમાંથી ઉગારી સમાજના લોકોને ઉત્તમ દાખલો પૂરો પાડ્યો છે. આજે આ પોલીસ જવાન સુરતીઓ માટે હીરો બન્યો છે.
કારમાં પાછળની સીટ પર ફિયાન્સી સાથે બેસ્યો હતો યુવક, બન્યું એવુ કે ઘડીકમાં લૂંટાઈ ગઈ દુનિયા
કોઈ નદીના પાણીમાં ડૂબી રહ્યું હોય અને તેણે બચાવવા માટે આપ પહેલા સૌ પ્રથમ એક વખત જરૂરથી વિચાર કરશો. પરંતુ સુરત પોલીસ મથકમાં ફરજ બજાવતા એક પોલીસ જવાને પોતાના જીવની પરવા કર્યા વિના જીવના જોખમે તાપી નદીના પાણીમાં કુદકો માર્યો હતો. એક મહિલા સહિત કિશોરીને મોતના મુખમાંથી ઉગારી માનવતનો ઉત્તમ દાખલો પૂરો પાડ્યો છે. મળતી માહિતી અનુસાર સુરત પોલીસ મથકમાં ફરજ બજાવતા રામસિંહભાઈ રબારી સવારના નવ વાગ્યાના અરસામાં પોતાની નાઈટ ડ્યુટી પૂરી કરી રાંદેરના કોઝવે રોડથી મોટર સાયકલ પર પસાર થઈ રહ્યા હતા. આ દરમ્યાન બ્રિજ પર લોકોનું ટોળું જોતા તેઓએ મોટર સાયકલ રોડની બાજુએ લગાવી દીધી હતી અને ટોળુ શા માટે જામ્યું છે તે જોવા ગયા.
PFના નિયમમાં આવી રહ્યો છે મોટો બદલાવ, તમારા પગાર પર થશે સીધી અસર
આવી રીતે માઈક્રોવેવમાં બનાવો ઢોકળા, 10 મિનીટ પણ નહિ લાગે...
પોલીસ હંમેશા કોઇને કોઇ કારણોસર ક્યાંક તો વિવાદમાં ક્યાંક તો પ્રજાના રોષનો ભોગ બનતી હોય છે. પરંતુ સુરતમાં જોવા મળેલા દ્રશ્યો ભાગ્યે જ જોવા મળે છે. જ્યાં સુરત પોલીસના આ જવાને કોઝવે પાણીમાં પોતાના જીવ જોખમમાં મુકી બે જીવોને મોતના મુખમાંથી ઉગારી લીધા છે. ત્યારે પોલીસ જવાનની આ કામગીરીને લોકો સરાહનીય અને પ્રશંસનીય ગણાવી રહ્યા છે. જોકે પોલીસ જવાનની આ બહાદુરીને સલામ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક