આવી રીતે માઈક્રોવેવમાં બનાવો ઢોકળા, 10 મિનીટ પણ નહિ લાગે...

ગુજરાતનો ફેમસ નાસ્તો ઢોકળા (Dhokla) હવે ગુજરાતમા જ નહિ, પરંતુ આખા દેશમાં બહુ જ શોખથી ખાવામાં આવે છે. હેલ્ધી હોવાથી તે ભારતીયોના નાસ્તામાં સામેલ થયો છે. ઢોકળા બનાવવામાં પહેલા જ્યા બહુ જ જફા થતી હતી, ત્યાં આજે અમે તમને ઢોકળા બનાવવાની સરળ રેસિપી બતાવીશું. આજે અમે બતાવીશું કે કેવી રીતે માઈક્રોવેવની મદદથી તમે ટેસ્ટી ઢોકળા બનાવી શકો છે. જાણી લો ગુજરાતની આ સ્વાદિષ્ટ વાનગી (Gujarati food) બનાવવાની રેસિપી...

Updated By: Feb 4, 2020, 03:04 PM IST
આવી રીતે માઈક્રોવેવમાં બનાવો ઢોકળા, 10 મિનીટ પણ નહિ લાગે...

અમદાવાદ :ગુજરાતનો ફેમસ નાસ્તો ઢોકળા (Dhokla) હવે ગુજરાતમા જ નહિ, પરંતુ આખા દેશમાં બહુ જ શોખથી ખાવામાં આવે છે. હેલ્ધી હોવાથી તે ભારતીયોના નાસ્તામાં સામેલ થયો છે. ઢોકળા બનાવવામાં પહેલા જ્યા બહુ જ જફા થતી હતી, ત્યાં આજે અમે તમને ઢોકળા બનાવવાની સરળ રેસિપી બતાવીશું. આજે અમે બતાવીશું કે કેવી રીતે માઈક્રોવેવની મદદથી તમે ટેસ્ટી ઢોકળા બનાવી શકો છે. જાણી લો ગુજરાતની આ સ્વાદિષ્ટ વાનગી (Gujarati food) બનાવવાની રેસિપી...

નેશનલ હાઈવે પરથી જવાનુ થતુ હોય તો ચેતી જવા જેવો કિસ્સો બન્યો 

ઢોકળા બનાવવા માટે શુ જરૂર પડે

 • 1 કપ બેસન  
 • 1 મોટો ચમચી રવા 
 • 2 કાપેલા લીલા મરચાં
 • 2 ઈંચ ટુકડો આદુને ક્રશ કરવું
 • અડધો કપ દહી 
 • 1 ચમચી Eno
 • ચપટી હળદર પાવડર 
 • 1 નાની ચમચી ખાંડ
 • 1 અડધી ચમચી તેલ  
 • 1/4 કપ પાની

PFના નિયમમાં આવી રહ્યો છે મોટો બદલાવ, તમારા પગાર પર થશે સીધી અસર 

આવી રીતે બનાવો સ્વાદિષ્ટ ઢોકળા

 • સૌથી પહેલા એક મોટો વાડકો લો. તેમાં બેસન, દહી, રવા, પાણીને મિક્સ કરીને સારી રીતે ખીરુ બનાવો.
 • હવે તેમાં આદુ, મરચા, હળદર પાવદર, મીઠું, ખાંડ, તેલ મિક્સ કરો અને પેસ્ટને બરાબર હલાવો. આ વાતનું ધ્યાન રાખો કે તેમાં કોઈ ગાંઠ ન પડે.
 • તમે જે પેસ્ટ બનાવી છે તે વધુ પાતળી કે જાડી ન હોવી જોઈએ. માપમાં જ હોવી જોઈએ.  
 • હવે માઈક્રોવેવ બાઉલ લો. તેમાં ચારે તરફ સારી રીતે તેલ લગાવો, જેથી ઢોકળા નીચે ચોંટે નહિ અને પેનના કિનારા પર ચોંટે નહિ.
 • હવે પેસ્ટમાં ઈનો પાવડર ઉમરો. એક મિનીટની અંદર જ પેસ્ટની માત્રા લગભગ બેગણી થઈ જશે. 
 • માઈક્રોવેવના બાઉલમાં પેસ્ટનો ઉમેરો. તેના બાદ તેને માઈક્રોવેવમાં રાખો. 
 • હવે ઓછામાં ઓછા ચાર મિનીટ માટે માઈક્રોવેવમાં ઢોકળા રાખો.
 • હવે બાઉલને બહાર કાઢો અને થોડી મિનીટ માટે ઠંડી થવા દો. બાદમાં ચોરસ ટુકડામાં ઢોકળાને કાપો. 
 • હવે સમય આવ્યો વઘાર આપવાનો. એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ, મીઠો લીમડો અને લીલા મરચા નાંખીને વઘાર આપો. તેના બાદ તેમાં પાણી, ખાંડ અને લીલા ધાણા એડ કરો.
 • હવે આ મિશ્રણને બરાબર ઉકાળી લો. તેજ ગેસ પર 2 મિનીટ સુધી પાણી ઉકાળો.
 • હવે ઢોકળા પર પાણી ઉમેરી દો. સ્વાદિષ્ટ ઢોળકા હવે સર્વ કરવા માટે તૈયાર છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક