કારમાં પાછળની સીટ પર ફિયાન્સી સાથે બેસ્યો હતો યુવક, બન્યું એવુ કે ઘડીકમાં લૂંટાઈ ગઈ દુનિયા

સુરત શહેરના ન્યુ વીઆઈપી રોડ સ્થિત સી.બી.પટેલ ફાર્મના પાર્કિગમાં પોતાની કારમાં ફિયાન્સી સાથે બેસેલા યુવાનને થોડા દિવસ પહેલા વિચિત્ર અનુભવ થયો હતો. અચાનક આવી ચઢેલા બે શખ્સોએ પિસ્તોલની અણીએ તેઓને બાનમાં લીધા હતા. એટલું જ નહિ, તેની ફિયાન્સી સાથે અશ્લીલ હરકત પણ કરી હતી. બાદમાં યુવક પાસેના રોકડા, મોબાઇલ ફોન અને એટીએમમાંથી રોકડ ઉપાડી કુલ રૂા. 43 હજારની મત્તા લૂંટી લીધી હતી. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચને બેમાંથી એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
કારમાં પાછળની સીટ પર ફિયાન્સી સાથે બેસ્યો હતો યુવક, બન્યું એવુ કે ઘડીકમાં લૂંટાઈ ગઈ દુનિયા

ચેતન પટેલ/સુરત :સુરત શહેરના ન્યુ વીઆઈપી રોડ સ્થિત સી.બી.પટેલ ફાર્મના પાર્કિગમાં પોતાની કારમાં ફિયાન્સી સાથે બેસેલા યુવાનને થોડા દિવસ પહેલા વિચિત્ર અનુભવ થયો હતો. અચાનક આવી ચઢેલા બે શખ્સોએ પિસ્તોલની અણીએ તેઓને બાનમાં લીધા હતા. એટલું જ નહિ, તેની ફિયાન્સી સાથે અશ્લીલ હરકત પણ કરી હતી. બાદમાં યુવક પાસેના રોકડા, મોબાઇલ ફોન અને એટીએમમાંથી રોકડ ઉપાડી કુલ રૂા. 43 હજારની મત્તા લૂંટી લીધી હતી. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચને બેમાંથી એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

સુરતના ખટોદરા મહાત્મા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહેતો અને તે વિસ્તારમાં જ પિતા સાથે લુમ્સનું કારખાનું સાંભળતો 28 વર્ષીય યુવક ગતરાત્રે પોતાની કારમાં સુરતના કોટ વિસ્તારમાં રહેતી ફિયાન્સી સાથે તેની સહેલીઓની પાર્ટીમાં યુનિવર્સિટી રોડના એક પાર્ટીપ્લોટમાં ગયો હતો. બાદ બંને બહેનપણીઓને ઘોડદોડ ઉતારી યુવક-યુવતી ન્યુ વીઆઇપી રોડ સી.બી.પટેલ ફાર્મના પાર્કિંગમાં કાર પાર્ક કરી લોક કર્યા વગર પાછળની સીટ પર બેસી વાતો કરતા હતા. ત્યારે લગભગ સવાબાર વાગ્યે 25 થી 30 વર્ષના બે અજાણ્યા ઈસમો ધસી આવ્યા અને પાછળનો દરવાજો ખોલ્યો હતો. બંને ચોરોએ પિસ્તોલ તાકીને ‘જો હો વો નિકાલ કે દેદે નહી તો ઠોક દુંગા....’ કહેતા યુવકે વોલેટ આપતા તેમાંથી 5 હજાર અને એટીએમ કાર્ડ કાઢું લીધું હતું. આ ઉપરાંત એટીએમ કાર્ડનું પાસવર્ડ પણ માંગી લીધું હતું. બાદમાં પિસ્તોલ તાકનાર યુવાન કારની આગળની સીટ ઉપર આવી બેસી ગયો હતો. જ્યારે બીજો યુવાન એટીએમ કાર્ડ લઇ રૂપિયા ઉપાડવા ગયો હતો.

ઘટના બાદ યુવક અને તેની ફિયોન્સીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આ બાબતે ખટોદરા પોલીસે આજે મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી અને જ્યારે બે પૈકી એક લુંટારૂ સુનીલ ઉર્ફે સોનુ મનાલાજી નાઇને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી રોકડા રૂા. 7800, મોબાઈલ ફોન અને પલ્સર મોટરસાઇકલ મળી કુલ રૂા. 78,300નો મુદ્દામાલ કબ્જે લીધો છે. હાલમાં પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ શરૂ કરી છે કે, આવી રીતે બીજા કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે નહીં તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે તેવુ સુરત ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ સમીર જોશીએ જણાવ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news