ઓહ તારી! કોન્સ્ટેબલે PI બનીને કર્યો લાખોનો તોડ, સુરતની આ ઘટના જાણી તમારું માથું ભમી જશે!
સુરત પોલીસ હેડ ક્વાર્ટરમાં ડ્રાઇવરની નોકરી કરતા ચિંતન રાજ્યગુરૂ નામના કોન્સ્ટેબલે પીઆઈ બનીને બુટલેગરનો 1.92 લાખનો તોડ કર્યો હોવાનુ સામે આવ્યુ છે.
ચેતન પટેલ/સુરત: સુરત પોલીસ હેડ ક્વાર્ટરમાં ડ્રાઇવરની નોકરી કરતા ચિંતન રાજ્યગુરૂ નામના કોન્સ્ટેબલે પીઆઈ બનીને બુટલેગરનો 1.92 લાખનો તોડ કર્યો હતો. પોતાનો ઘર ખર્ચ ચલાવવા માટે હોમ ડિલિવરી કરનાર યુવાનનું ક્રેટા કારમાં અપહરણ કરીને તેને માર મારીને તેની પાસેથી 1.92 લાખની રકમ પડાવી લીધી હોવાની ફરિયાદ કાપોદ્રા પોલીસ ચોપડે દાખલ કરવામાં આવી હતી.
તથ્ય પટેલ કેસમાં ચાર્જશીટ દાખલ : 1684 પાનાંમાં કાળા કારનામા કેદ, મનુષ્યવધની કલમ
આ મામલે અજય ભૂપત સવાણી (ઉ. 27, રહે, સુદામા ચોક, મોટા વરાછા, રિવેરા કાપોદ્રા મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે પોતે લાંબા સમયથી બેકાર છે. તેથી ઘર ખર્ચ કાઢવા માટે તે દારૂનો ધંધો કરે છે. તે દારૂની હોમ ડિલિવરી કરે છે. અજય સવાણી પર ગઇ તા. 23 ના રોજ દારૂ માટે તુલસી હોટલ, વરાછા ચોપાટી પાસે ડિલિવરી કરવા માટે ફોન આવ્યો હતો. તે સમયે તેણે બ્લેક ડોગ નામની દારૂની બોટલની ડિલિવરી કરી હતી ત્યારબાદ તેના પર તા. 24 ના રોજ પર પણ દારૂની બોટલની ડિલિવરી માટે ફોન આવ્યો હતો. તે સમયે તુલસી હોટલ પાસે અજાણ્યા ઇસમે આવીને તેની ક્રિટા ગાડીમાં બેસાડી દીધો હતો.
કોંગ્રેસના મોટા નેતાઓની આ લાલ ડાયરીનું નામ સાંભળતા જ બોલતી બંધ થઈ જાય છે- PM મોદી
આ કારમાં પોતે પોલીસવાળા છે તેમ જણાવ્યું હતું. આગળ જે સાહેબ બેઠા છે તે પીઆઇ સાહેબ છે. તેમ કહીને અજયને તેણે દારૂનો સ્ટોક ક્યાં મુકયો છેતેમ પુછીને તેને માર માર્યો હતોગભરાયેલા અજય સવાણીએ તેનું ઠેકાણુ બતાવી દીધુ હતુજેથી આ લોકોએ જો કેસ કરવો નહીં હોય તો બે લાખ રૂપિયાની માંગણી કરી હતી. દરમિયાન અજયે તેના મિત્રો અને પત્ની પાસે ફોન કરીને 1.92 લાખ જેટલી રકમ આ લોકોને આપી હતી ત્યારબાદ આ ઘટનાની જાણ કોઈને નહીં કરવા માટે ક્રેટા કારમાં બેસેલા 3 ઇસમોએ ચેતવણી આપી હતી. આથી ગભરાયેલા અજયે આ મામલે કોઇને જાણ કરી ન હતી.
Good News! ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરાયા 2000 રૂપિયા, તમને મળ્યા કે નહીં?
બાદમાં તેણે તેના મિત્રોને જાણ કરતા આ મામલે તપાસ કરતા સ્થાનિક કોઇ પોલીસે આ રીતે કાર્યવાહી નહીં કરી હોવાનું બહાર આવતા તેણે કાપોદ્રા પોલીસ ચોપડે ફરિયાદ દાખલ કરાવી.
ધનના મામલે યાદગાર રહેશે ઓગસ્ટ, વરસશે એટલા રૂપિયા કે ગણી ગણીને થાકી જશો