પ્રશાંત ઢીવરે/સુરત: ઝારખડની કુખ્યાત જામતારા ઠગ ટોળકીના ત્રણ સાથીઓને સચિન GIDC પોલીસે ઝડપી પડ્યા છે. દેશના અલગ-અલગ રાજયના ક્રેડિટ કાર્ડ ધારકોનો ડેટા ચોરી કરી તેમાં જમા થયેલા રીવર્ડ પોઇન્ટનું કેશમાં કન્વર્ટ કરવાની લોભામણી લાલચ આપતી હતી. ત્યારબાદ લીંક મોકલાવી મોબાઇલ ક્લોન કરી તેના થકી મેળવેલી બેંક માહિતીના આધારે રૂપિયા તફડાવી લેતા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આયુષ્માન કાર્ડમાં આબરૂની ધૂળધાણી: સરકારે કરવા પડ્યા ખુલાસા, સરકારી તિજોરી ખંખેરાઈ


સચિન જીઆઇડીસી પોલીસને મળેલી બાતમીના આધારે સચિનના પાલીવાલ ચાર રસ્તા પાસેથી ઝારખંડના જામતારાની કુખ્યાત ઠગ ટોળકીના સાથીદાર સંજય દુલાર મંડલ, વિકાસ ઉર્ફે વિક્કી વિનોદ શુકલાઅને મૌમુર્જમિલ ઉર્ફે મુજ્જુ ઐયુબ મલેક ઝડપી પડ્યા છે. તેમની પાસેથી ૩ મોબાઇલ ફોન, ઓનલાઇન ફ્રોડ થકી મેળવેલા રૂ. 52,200 અને ત્રણ ક્રેડિટ કાર્ડ મળી કુલ રૂ. 95 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.


મુંબઈ-અમદાવાદ હાઈ-વે પર ગમખ્વાર અકસ્માત; બસ-ટ્રક ધડાકાભેર અથડાયા, માંડ માંડ 25 બચ્યા


ઉલ્લેખનીય છે કે ઝારખંડના ગીરીદીહ ખાતે રહેતા વિક્કી મંડલ અને શંકર બહાદુર મંડલ દેશના અલગ-અલગ રાજયોના ક્રેડિટ કાર્ડ ધારકાનો યેનકેન પ્રકારે ડેટા મેળવતો હતો. કાર્ડમાં જમા થયેલા રીવર્ટ પોઇન્ટ કેશનમાં કન્વર્ટ કરવાની લોભામણી લાલચ આપી એક લીંક મોકલાવી મોબાઇલ ક્લોન કરી બેંકની માહિતી મેળવી લેતા હતા. જે પૈકી બેંકનીમાહિતીનો ઉપયોગ કરી એકાઉન્ટમાંથી પૈસા તફડાવી લેતા હતા.


હવેથી ગુજરાતમાં નવું વાહન નંબર પ્લેટ લાગ્યા બાદ જ મળશે, TC નંબર સિસ્ટમ દૂર કરાઈ


પકડાયેલા આરોપી વિકાસ ઉર્ફે વિક્કી અને મૌમુર્જમિલ ઉર્ફે મુજ્જુ હસ્તક સુરતના ક્રેડિટ કાર્ડમાં ટ્રાન્સફર કરાવતા હતા. ક્રેડિટ કાર્ડમાં રૂપિયા ટ્રાન્સફર કરવા કાર્ડ આપનારને ૧૦ ટકા કમિશન આપી બાકીના રૂપિયા સંજય મંડલને આપતા હતા.સંજય પોતાનું પ ટકા કમિશન કાપી લઇ વિક્કી મંડલનો સંર્પક કરાવી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતો હતો.ત્રણેય આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ઉપરાંત તેલંગણાના સુલતાન બજાર પોલીસ સ્ટેશન અને પંજાબના સિવીલ લાઇન્સ પટીયાલા પોલીસ સ્ટેશનના ગુનાનો ભેદ ઉકેલાયો છે.


કરોડો ગુજરાતીઓના શ્વાસ થંભાવી દેશે આ વાત! વરસાદને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી


પોલીસના હાથે ઝડપાયેલા આરોપી 25 વર્ષીય સંજય દુલાર મંડલ મૂળ ઝારખંડના ગિરિહિદ જિલ્લાનો વતની છે અને હાલ સુરત શહેરના સચિન જીઆઇડીસી ખાતે આવેલ તલંગપુર રોડ શ્રીજી પ્રવેશ સોસાયટીમાં રહે છે. બીજો આરોપી વિકાસ ઉર્ફે વિક્કી વિનોદ શુકલા ઉત્તર પ્રદેશના ગોરખપુરનો વતની છે. 


VIDEO: પ્લેનના ટોયલેટને કપલે બેડરૂમ બનાવી દીધો, કપલનો સંબંધો બનાવતો વીડિયો વાયરલ


સુરતના સચિન જીઆઇડીસી ખાતે આવેલ તિરુપતિ બાલાજી ટાઉનશીપમાં રહેતો હતો. અન્ય આરોપી મૌમુર્જમિલ ઉર્ફે મુજ્જુ ઐયુબ મલેક ભરૂચ જંબુસરનો રહેવાસી છે.સુરતના ઉન વિસ્તારમાં રહેતી હતી. હાલ સચિન જીઆઇડીસી પોલીસી આ ત્રણે આરોપીઓને મુદ્દા માલ સાથે પકડી જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી છે. 


રૂપરૂપના અંબાર સમી મોડલ દેખાય એટલી સીધી નથી, 263 કરોડના ગોટાળામાં છે નામ