ચેતન પટેલ/સુરત :શહેરના કતારગામ વિસ્તારમાં હૃદય કંપાવી નાખે એવી ઘટના સામે આવી છે, જેમાં આજે લક્ષ્મી રેસિડેન્સીના આઠમા માળેથી બે વર્ષનું બાળક નીચે પટકાયું અને તેનું કરુણ મોત નિપજ્યું હતું. રમતાં રમતાં બાળક નીચે પટકાવાની ઘટના CCTVમાં થઈ કેદ થઈ છે. જેમાં જણાઇ આવે છે કે, ફ્લેટના આગળના પેસેજમાં બાળક ગ્રિલ પાસે રમતું હતું અને આ દરમિયાન તે નીચે પટકાયું. આ ઘટના માતા-પિતા અને પરિવારજનો માટે લાલબત્તી સમાન કિસ્સો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા લક્ષ્મી રેસિડેન્સીના આઠમા માળે ફ્લેટના પેસેજમાં એક બાળક રમી રહ્યો હતો. આ દરમિયાન તે ગ્રિલ પર ચડ્યો અને રમતાં રમતાં નીચે જોઈ રહ્યો હતો. દરમિયાન તેણે શારીરિક સમતોલન ગુમાવ્યું હતું અને તે નીચે પટકાયો હતો, જેમાં તેનું કરુણ મોત થયું હતું. CCTVમાં કેદ દૃશ્યોમાં બાળક જ્યારે પેસેજની ગ્રિલ પકડી ઉપર ચઢી રમી રહ્યું હતું ત્યારે એમાં કોઇ પરિવારજન નજીકમાં દેખાઈ રહ્યાં નથી.


મોટા ડેમોવાળી ગ્રિલ બિલ્ડરોએ પણ ન રાખવી જોઈએ અને આ પ્રકારની ગ્રિલ હોય તો ફ્લેટ લેતી વખતે જ માતા-પિતાએ અન્ય નાની-નાની ગ્રિલ ફિટ કરાવી દેવી જોઈએ, જેથી કરીને ત્યાંથી કોઈ વસ્તુ નીચે ના પડી જાય. સમગ્ર ઘટના પ્રકાશમાં આવતાંની સાથે જ કતારગામ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.