ચેતન પટેલ/સુરત :ઑનલાઈન અભ્યાસ કરતા બાળકોના માતા-પિતા માટે ચેતવણી સમાન કિસ્સો સુરતથી સામે આવ્યો છે. જેમાં ગેમમાં રૂપિયા ખર્ચાઈ જતા 13 વર્ષનો તરૂણ ઘર છોડીને ચાલ્યો ગયો. ભણવા માટે આપેલા ફોનમાં તરૂણ ગેમ રમતો હતો. અને આ ગેમ રમવામાં તેણે માતાનો પગાર પણ વાપરી નાખ્યો. આ વાતનો જ્યારે તેને અફસોસ થયો ત્યારે તરૂણે ભાઈને કહ્યું હતું કે, ઘરે મારા કારણે બધા હેરાન થાય છે. ભણવા માટે આપેલા ફોનમાં બેંકની એપ્લિકેશન હતી. જેમાંથી તરૂણે પૈસા વાપરી નાખ્યા છે..જે બાદ બીજી ફેબ્રુઆરીએ તે ઘર છોડીને ચાલી જતા પરિવારે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બન્યુ એમ હતું કે, સુરતમાં મૂળ ઉત્તરપ્રદેશનો પરિવાર રહે છે. સુરતના પાંડેસરા વિસ્તારમા તેરેનામ રોડ પર માતા-પિતા અને બે દીકરા સાથેનો નાનકડો પરિવાર રહે છે. જેમા મોટો દીકરો 13 વર્ષનો અને નાનો દીકરો 8 વર્ષનો છે. મોટા દીકરાને પરિવારે ઓનલાઈન અભ્યાસ માટે માતાનો ફોન આપ્યો હતો. પરંતુ આ વચ્ચે જ માતાના ખાતામાં તેના પગારના 5853 રૂપિયા જમા થયા હતા. આ ઉપરાંત ખાતામાં બીજા 6 હજાર રૂપિયા હતા. પગાર આવતા જ તેમણે બેલેન્સ ચેક કર્યુ તો ખાતામાંથી 5000 રૂપિયા ગાયબ હતા.


આ પણ વાંચો : ઊંચો ગઢ ગિરનાર વાદળથી વાત્યું કરે... સ્વર્ગ જ્યાં ઝાંખું પડે, એવું દ્રશ્ય બતાવું શામળા


ટેન્શનમાં આવેલા માતાપિતા બેંકમાં ગયા હતા અને આ અંગેની પૂછપરછ કરી હતી. જેમાં બેંકમાંથી જાણવા મળ્યુ કે, ઓનલાઈન ગેમ માટે ખાતામાંથી રૂપિયા કપાયા હતા. આ જાણીને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. કારણ કે, ફોન 13 વર્ષના દીકરાને ઓનલાઈન અભ્યાસ માટે આપ્યો હતો.


બીજી તરફ, 13 વર્ષનો કિશોર 2 ફેબ્રુઆરીએ 3 વાગ્યેથી ઘરેથી નીકળી ગયો હતો. કારણ કે, તેણે આ રૂપિયા ઓનલાઈન ગેમ રમીને ગુમાવ્યા હતા. માતાપિતાને આ વાતની ખબર પડી ગઈ છે, તેથી તે ડરીને ઘરમાંથી ભાગી ગયો હતો. જતા જતા તેણે 8 વર્ષના ભાઈને કહ્યું કે, આ બેંકમાંથી પૈસા ગેમ માટે મે વાપરેલા છે અને મારા કારણે ઘરમાં બધા હેરાન થાય છે, જેથી હું ઘરેથી જતો રહું છું, એમ કહી નીકળી ગયો હતો. નાનાભાઈએ રોકવા પ્રયાસ કર્યો જો કે રોકાયો ન હતો.


પરિવારે પાંડેસરા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો છે. પોલીસ તપાસ કરતા જોવા મળ્યુ કે, સીસીટીવી કેમેરામાં 13 વર્ષનો તરુણ પાંડેસરા તેરેનામ ચોક્ડી પાસેથી પસાર થઈ રહ્યો છે.