ઊંચો ગઢ ગિરનાર વાદળથી વાત્યું કરે... સ્વર્ગ જ્યાં ઝાંખું પડે, એવું દ્રશ્ય બતાવું શામળા
સૂર્યની પહેલી કિરણ ગિરનારના દર્શન કરવા આવી, આનાથી અદભૂત દ્રશ્ય ક્યાંય જોવા મળે તો કહેજો...
ભાવિન ત્રિવેદી/જૂનાગઢ :આમ, તો ગિરનાર (girnar) ના ખૂણે ખૂણે સૌંદર્ય વિખરાયેલુ પડ્યુ છે. પરંતુ ક્યારેક એવી અદભૂત તસવીરો સામે આવતી હોય જે વિચારમાં મૂકી દે. આવી સુંદર પળ કેમેરામાં કેદ થઈ જાય છે, અને તેને રજૂ કરવા માટે શબ્દો પણ ખૂટી પડે. આવામાં ગિરનારનો એક મનમોહક નજારો સામે આવ્યો છે. સૂર્યની પહેલી કિરણ ગિરનારના દર્શન કરવા આવી હોય તેવો અદભૂત નજારો (gujarat tourism) જોવા મળ્યો. સાથે જ વાદળોથી વાતું કરતો ગિરનાર પણ જોવા મળ્યો. ગિરનાર પર્વત પરનો મનમોહક નજારો સામે આવ્યો છે. ગિરનારની છેલ્લી ટુંકથી સૂર્યના કિરણનો અદભુત નજારો જોવા મળ્યો. ગિરનાર પર્વત વાદળથી વાતું કરતા હોઈ તે રીતે જૉવા મળે છે. ગિરનારના પહાડો પર ઠંડી પણ ખૂબ જૉવા મળે છે. ત્યારે સૂરજની પહેલી કિરણ અને પહાડો સાથેનું અદભુત દ્રશ્ય કોઈ પ્રવાસીએ પોતાના મોબાઈલમાંકેદ કર્યુ હતું. આ વીડિયો લોકોને ગમી ગયો છે.
Trending Photos