Surat Latest News : સુરત શહેરના કવાસ બ્રિજ ઉપર આજે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. બે ટ્રક વચ્ચે થયેલી ટક્કરમા એક ટ્રકનો ડ્રાઈવરના શરીરના બે ટુકડા થઈ ગયા હતા. શરીરના બે કટકાના દ્રશ્યો જોઈને અરેરાટી થઈ હતી. એટલુ જ નહિ, ડ્રાઈવરનું શરીર એવી રીતે ટ્રકમાં ફસાયુ હતુ કે મહામુસીબતે તેનો મૃતદેહ ટ્રકમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના કવાસ બ્રિજ પર વિચિત્ર અકસ્માતમાં ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. બન્યુ એમ હતું કે, કવાસ બ્રિજ પર એક લોડેડ ટ્રકમાં આગ લાગી હતી. આગ લાગતા જ ડ્રાઇવરે સતર્કતા દાખવીને ટ્રકને રોડ બાજુએ ઉભી કરી દીધી હતી. ડ્રાઈવરે આગ બૂઝવવા એકાએક ટ્રકને કંટ્રોલ કરીને સાઈડમાં મૂકી, તો ભાગદોડમાં પાછળથી આવતી ટ્રક અટવાઈ હતી. પાછળથી બ્રિજ ઉપર ચઢતી ટ્રક રિવર્સમાં આવતી લોડેડ ટ્રક સાથે ભટકાઈ હતી. આ બંને ટ્રક વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે, પળવારમાં અકસ્માત સર્જાયો.


આ પણ વાંચો : 


શું ધારાસભ્ય કુમાર કાનાણીએ હુમલો કરવા માણસો મોકલ્યા? બસ એસો.ના પ્રમુખનો મોટો આરોપ


પાણી બચાવવાનું અત્યારથી શરૂ કરી દો, શિયાળાના વિદાય પહેલા જ ખાલીખમ થયા ગુજરાતના જળાશય


આ ટક્કરમાં બંને ટ્રકની અડફેટે એક ડ્રાઇવર આવી ગયોહ તો. જેના શરીરના બે ટુકડા થઈ ગયા હતા. ડ્રાઇવરનો કમર નીચેથો આખો ભાગ છૂટો થઈ ગયો હતો. જોનારા માટે આ દ્રષ્ય અરેરાટીભર્યુ હતું. જોકે, મોત બાદ પણ ડ્રાઈવરનો મૃતદેહ ટ્રકમાં ફસાયો હતો. ત્યારે ફાયરની ટીમે મહા મુસીબતે તેનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. તો બીજી તરફ, સ્થાનિક પોલીસે સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, મૃતક ડ્રાઈવરનું નામ કૃષ્ણા કુમાર પ્રમોદભાઈ (ઉ.વ. 25) છે. તે સુરતના ભાટપોર ગામમાં રહે છે અને મૂળ બિહારનો વતની છે. આ ઘટનામા અન્ય એક ડ્રાઈવર પણ ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્ત ડ્રાઈવર રાજેશ કુમાર મગવું સિંગ (ઉ.વ. 25)  મોરા ગામ રહેવાસી અને મૂળ MP નો વતની હોવાનું બહાર આવ્યું.


આ પણ વાંચો : 


‘તમારી મિત્રતા તમારા ઘર સુધી રાખો, અહીં તમે મેયર છો ધ્યાન રાખીને સમય ફાળવો’


શિક્ષકોની બદલી અને ભરતીને લઈને મોટા સમાચાર, સરકારે લીધો આ નિર્ણય