Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરતના ઉધના વિસ્તારમાં એક છ વર્ષીય બાળકનું રહસ્યમય મોત નીપજ્યું હતું. ઘરમાં રમી રહેલું બાળક પડી ગયું હતું ત્યારબાદ તેની માતાએ તેને નીચેથી એક દુકાને પાપડીનું પેકેટ અપાવ્યું હતું. ત્યારબાદ પાપડી ખાતા ખાતા ઘરે બાળક ઘરે સૂઈ ગયો હતો. માતાએ ઉઠાડવાનો પ્રયાસ કરતા ઉઠ્યો ન હતો. જેથી 108 માં બાળકને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલના તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રડતો હોવાથી માતાએ પેકેટ અપાવ્યું 
મૂળ મહારાષ્ટ્રના રાહુલ સુરવાડે પરિવાર સાથે ઉધના વિસ્તારમાં આવેલા ભીમ નગર આવાસમાં રહે છે. તેમના પરિવારમાં પત્ની એક દીકરો અને એક દીકરી છે. રાહુલ ટેક્સટાઇલ માર્કેટમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. એકનો એક દીકરો કુલદીપ છ વર્ષનો હતો. આજે કુલદીપ ઘરે હતો ત્યારે ઘરે રમતા રમતા પડી ગયો હતો, જેથી રડવા લાગ્યો હતો. ત્યારબાદ માતાએ તેને લઈને ઘરની નીચે લઈ ગઈ હતી અને એક દુકાનેથી પાપડીનું પેકેટ અપાવ્યું હતું. કુલદીપ પાપડી ખાતા ખાતા માતા સાથે ઘરે આવ્યો હતો. ત્યારબાદ કુલદીપ સુઈ ગયો હતો જેથી માતાને તેને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કુલદીપ ઉઠ્યો ન હતો. 


ગુજરાતનો આ સરકારી વિભાગ સૌથી વધુ ભ્રષ્ટ, પાટીલના ખાસ સંભાળે છે આ વિભાગ


માતાએ ઘણા સમય સુધી દીકરાને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો. છતાં તે ન ઉઠતા આખરે 108 માં તેને છેલ્લી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. બાળકને તાત્કાલિક ટ્રોમા સેન્ટરમાં લઈ જઈને તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ બાળકને મૃતક જાહેર કરવામાં આવ્યો હતો. દીકરાના મોતની જાણ થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.


કુલદીપ ના મોતની જાણ થતા પરિવારના સભ્યો હોસ્પિટલ દોડી આવ્યા હતા. એકના એક દીકરાના મોતના પગલે માતા અને પિતા આઘાતમાં સરી પડ્યા હતા. જ્યારે માતાના હૈયાફાટ રૂદનના કારણે સિવિલ હોસ્પિટલમાં ગમગીની છવાઈ ગઈ હતી. હાલતો બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ ફરતે ખસેડવામાં આવ્યો છે.બાળકના મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે. 


37 હજાર આહીરાણીઓનું એક જ મિશન : મહારાસથી ઈતિહાસ રચીને દ્વારકાધીશને ધજા ચઢાવશે