Surat News ચેતન પટેલ/સુરત : સુરતના વેસુ વિસ્તારમાં ધોરણ 12 માં અભ્યાસ કરતો વિધાર્થી રહસ્યમય સંજોગોમાં દસમા માળે આવેલી બાલ્કનીમાંથી નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રત વિદ્યાર્થીનું હોસ્પિટલના બિછાને મોત નિપજ્યું છે. ગત રોજ લગ્ન પ્રસંગમાંથી આવેલ પરિવાર નિંદ્રાધીન હતું. જે દરમ્યાન બનેલી ઘટના બાદ પરિવારજનો વચ્ચે દોડધામ મચી ગઇ હતી. વિદ્યાર્થીના મોતના પગલે પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વિદ્યાર્થી તો પરિવાર વચ્ચે નથી રહ્યો, પરંતુ તેની આંખોનું દાન કરી અન્યના જીવનમાં પ્રકાશ લાવવાનો ઉમદા પ્રયાસ પરિવારજનો તરફથી કરવામાં આવ્યો છે. ઘટના અંગે વેસુ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લગ્નપ્રસંગથી આવીને દીકરાએ આપઘાત કર્યો 
સુરતના વેસુ વિસ્તારમાં આવેલ નંદનવન એપાર્ટમેન્ટના દસમા માળે આવેલ બાલ્કનીમાંથી રહસ્યમય સંજોગોમાં પટકાયેલા વિધાર્થીનું કરુણ મોત નિપજ્યું છે. ગણેશ ગરોડિયાનો 17 વર્ષીય પુત્ર ખુશાલ ધોરણ 12 માં અભ્યાસ કરતો હતો. સહપરિવાર જોડે ખુશાલ બહેનના લગ્ન પ્રસંગ નિમિત્તે નાસિક ગયો હતો. જ્યાં લગ્ન પ્રસંગમાં પણ ખૂબ જ મોજમસ્તી કરી હતી. ગત રોજ સાંજે સહપરિવાર નાસિકથી સુરત પરત ફર્યું હતું. જ્યાં પરિવારના સૌ કોઈ સભ્યો ઘરમાં નિંદ્રાધીન હતા. આ વચ્ચે બિલ્ડીંગના વોચમેન દ્વારા બુમાબુમ કરતા પરિવારના સૌ સભ્યો જાગી ઉઠ્યા હતા અને બિલ્ડીંગ નીચે દોડી આવ્યા હતા. જ્યાં પુત્રને લોહીથી લથપથ હાલતમાં જોઈ પરિવારજનોના પગ તળેથી જમીન સરકી પડી હતી.


કેનેડા ગયેલા યુવકોએ વર્ણવી દુખદાયક કહાની, અહીં બાથરૂમ સાફ કરવાનું પણ કામ મળે છે!


ખુશાલે કેમ મોત વ્હાલુ કર્યું
ઈજાગ્રસ્ત ખુશાલને પરિવારજનો તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના હાજર તબીબોએ ખુશાલને મૃત જાહેર કરતા પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાને લઈ વેસુ પોલીસ દ્વારા લાશનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુશાલ બિલ્ડીંગના દસમા માળે આવેલ ઘરની બાલ્કનીમાંથી નીચે પટકાતા મોતને ભેટ્યો હોવાનું બહાર આવ્યું છે. જો કે વિધાર્થીનું અકસ્માત કે આપઘાત તે અંગેનું રહસ્ય હાલ ઘેરાઈ રહ્યું છે. જેની તપાસ પોલીસ કરી રહી છે.


99 ટકા લોકો કરે છે અંગ્રેજીમાં આ ભૂલ, C અક્ષરને ‘ક’ થી વાંચવુ કે ‘સ’ થી?


પરિવારે દીકરાના આંખનું દાન કર્યું 
પુત્રના અકાળે મોતના પગલે પરિવાર શોકાતુર બન્યો હતો. ત્યારે આવા સંજોગોમાં પણ પરિવારે સમાજને એક નવી દિશા બતાવવાનો પ્રયત્ન કર્યો છે. પુત્ર તો પરિવાર વચ્ચે નથી રહ્યો, પરંતુ તેની આંખોનું દાન કરવાનો નિર્ણય પરિવારે કર્યો છે. જ્યાં આંખોનું દાન કરી અન્યના જીવનમાં ઉજાશ પાથરવાનો ઉમદા નિર્ણય પરિવારે કર્યો છે. પરિવારના આ નિર્ણયની સૌ કોઈ સરાહના કરી રહ્યાં છે.


ગુજરાતમાં એક એવુ મંદિર છે જ્યાં કોઈ મૂર્તિ જ નથી, ભારતનો નક્શો જ આ મંદિરની પ્રતિમા