ઝી મીડિયા/બ્યૂરો :રક્ષાબંધન (raksha bandhan) ના પર્વ પર સુરતમાં અજીબ ઘટના બની છે. સુરત (Surat) માં એક પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી છે. જેમાં પ્રેમિકા સગીર છે. બંનેએ એલ્યુમિનિયમ ફોસફાઈડની ગોળીઓ ખાઈ લેતા બંનેને સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. માતાપિતા ન માનતા બંનેએ આત્મહત્યા (suicide) નો રસ્તો અપનાવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રક્ષાબંધન પર દવા ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો 
પ્રાપ્ત માહિતી અનુસાર, 21 વર્ષના યુવકને સગીર કિશોરી સાથે પ્રેમ થયો હતો. યુવક ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલો છે. તો સગીર કિશોરી સારોલીની રહેવાસી છે. બંનેએ લગ્ન કરવાનુ નક્કી કર્યું હતું. આવામાં તેમના પરિવારજનોને આ વિશેની જાણ થઈ હતી. જેથી કિશોરીને પરિવારે ઘરમાં પૂરી હતી. તેના બહાર આવવા-જવા પર પ્રતિબંધ મૂકાયો હતો. આવામાં રક્ષાબંધનના પર્વ પર જ્યારે લોકો તહેવાર ઉજવી રહ્યા હતા, ત્યારે બંનેએ એલ્યુમિનિયમ ફોસફાઈડની ગોળીઓ ખાઈને આત્મહત્યા કરવાનું મન બનાવ્યું હતું. આ બાદ બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.


આ પણ વાંચો : મહેસાણા : કાનમાં ઈયરફોન નાંખીને સેલ્ફી લેતા યુવકને પાછળથી આવતુ મોત ન દેખાયું, અને...


જો સાથે નહિ રહીએ તો, નહિ જીવી શકીએ 
જોકે, સિવિલ હોસ્પિટલમાં તબીબો પણ યુવક અને કિશોરીનો પ્રેમ જોઈને આશ્ચર્ય પામ્યા હતા. સગીર પ્રેમિકાએ લગ્ન કરવા માટે બે વાર ઘરથી ભાગી જવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ યુવકે તેને પરિવારની મરજીથી લગ્ન કરવાના વચન આપ્યા હતા. તો બીજી તરફ યુવકે હોસ્પિટલમાં કહ્યું કે, મે 3 અને પ્રેમિકાએ 2 ગોળીઓ ખાધી છે. જોકે આ બાબતે 108ને જાણ કરતા તેઓ સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા છે. સાહેબ અમને મરી જવા દો, જો અમે સાથે નહીં રહી શકીએ તો જીવી નહીં શકીએ, એટલે આપઘાત સિવાય બીજો કોઈ રસ્તો નથી.


આ પણ વાંચો : જામનગરના વિજુને અમદાવાદમાં મળ્યું બીજુ જીવન : સરકારી યોજના બની આશીર્વાદરૂપ