સુરત : શહેરના ઉધના વિસ્તારમાં આવેલા પેરિસ પ્લાઝામાં અશોક ઓક્સિજન બોટલ સપ્લાયના ગોડાઉનમાં ઓક્સિજન સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા અફડા તફડી મચી ગઇ હતી. ત્યાર બાદ આગ ફાટી નિકળી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયું હતું. ફાયર વિભાગે આગને કાબુમાં લેવાની સાથે ફસાયેલા લોકોને રેસક્યું કરવાની કામગીરી હાથ ધરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દ્વારકામાં 1 કલાકમાં દોઢ ઇંચ, જૂનાગઢ પંથકમાં ધોધમાર, ભાવનગર,જામનગર અમરેલીમાં ધીમીધારે

જેના પગલે પહેલા માળે ફસાયેલા હાર્ડવેરની દુકાનમાંથી 15થી 20 જેટલા લોકોને રેસક્યું કરવામાં આવ્યા હતા. દરમિયાન એકનો મૃતદેહ સિલિન્ડર નીચેથી મળી આવ્યો હતો. જ્યારે ચાર જેટલા ઇજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ આગ કાબુમાં આવી ચુકી છે. આગ કાબુમાં આવી જતા ફાયર વિભાગ દ્વારા ગોડાઉનમાંથી ઓક્સિજન સિલિન્ડર બહાર કાઢી લેવામાં આવ્યા છે. 


Gujarat Corona Update : નવા 1118 દર્દી, 1140 દર્દી સાજા થયા 23 લોકોનાં મોત

બોટલમાં ઓક્સિન સિલિન્ડર ભરતી વેળા અચાનક બ્લાસ્ટ થો હતો. ત્યાર બાદ ભભુકી ઉઠેલી આગને કાબુમાં લેવા માટે 4 ફાયર ફાઇટરની ગાડીઓને કામે લગાવવામાં આવી હતી. રેસક્યુંની કામગીરીમાં પણ 20 જેટલા લોકોને કામે લગાવવામાં આવ્યા હતા. જ્યારે ગોડાઉનમાંથી 45 વર્ષીય મનોજ યાદવ નામના વ્યક્તિની સિલિન્ડર નીચેથી મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે ગોડાઉન માલિક અજય શાહ સહિત ચાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. 


શું પીડિતોને મળશે ન્યાય? શ્રેય હોસ્પિટલ આગકાંડની તપાસ A ડિવિઝનના એસીપી મુકેશ પટેલ કરશે

સ્થાનિક વેપારીઓએ જણાવ્યું કે, બ્લાસ્ટનો જોરદાર અવાજ આવતા જ ઓફીસની બહાર જોયું હતું. 100 ફુટ જેટલી દુકાનમાં આગ લાગી હોવાનું દેખાઇ રહ્યું હતું. જેથી તત્કાલ ફાયર વિભાગને જાણ કરી હતી. ગણતરીની મિનિટોમાં જ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર