સુરત : શહેરના ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે ટ્રાફિક પોલીસ ઉપરાંત ટ્રાફિક બ્રિગેડનાં જવાનોને રાખવામાં આવી રહ્યા છે. જો કે ચા કરતા કિટલી ગરમ હોય તે પ્રકારે ટ્રાફીક પોલીસ કરતા ટીઆરબીઓ જવાનો સતત વિવાદમાં રહેતા હોય છે. સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં સત્તા નહી હોવા છતા પણ રીક્ષાને ડંડા મારીને ટીઆરબી જવાન નુકસાન પહોંચાડી રહ્યો છે.  હાલ તો આ વીડિયોના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ જવાન વિરુદ્ધ કાર્યવાહી માટેની માંગ ઉઠી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અષાઢી બીજ પર અમદાવાદ સહિત આ શહેરમાં યોજાઈ રથયાત્રા, જુઓ તસવીરો


અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રાફીક બ્રિગેડના જવાનો પૈસા ઉઘરાવતા હોવાના તો અનેક વીડિયો સામે આવી ચુક્યા છે. પરંતુ હવે તેમની દાદાગીરી પણ હદપાર થઇ ચુકી હોવાનું સામે આવી રહ્યું છે. લોકો હવે સુરતમાં ટ્રાફીક જવાનોની દાદાગીરીથી ત્રસ્ત થઇ ચુક્યા છે. અત્રે નોંધનીય છે કે, સુરતમાં કાયદો અને વ્યવસ્થાની ખુબ જ કથળેલી છે. ટ્રાફીક જવાનો હોય કે સ્થાનિક પોલીસ તંત્ર હોય કોઇ પણ સ્તરે પોલીસ સદંતર નિષ્ફળ રહી છે. લોકો ત્રસ્ત છે. તેવામાં આવા વીડિયો બળતામાં ઘી હોમવાનું કામ કરી રહ્યા છે. 


ડીસામાં વીજળી પડતાં એક મહિલાનું મોત, મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં ધીમી ધારે વરસાદ


અત્રે નોંધનીય છે કે, TRB જવાનોને માત્ર ટ્રાફીક નિયમન રાખવા માટે ફરજ પર રાખવામાં આવે છે. જો કે ટીઆરબી જવાનો પહેલા પણ પૈસાની ઉઘરાણી કરવા અને વાહનચાલકોને પરેશાન કરવા સહિતનાં અનેક મુદ્દે વારંવાર વિવાદોમાં આવતા રહે છે. રીક્ષા રસ્તા પર ઉભી હતી ત્યારે અચાનક જવાન તુટી પડ્યો હતો. રિક્ષાઓને નુકસાન કરે છે. બેક લાઇટ તોડી નાખવાથી માંડીને રિક્ષાના હુડ ફાડી નાખતા હોવાની ફરિયાદો ઉઠતી હતી. હવે તેનો વીડિયો વાયરલ થતા લોકોમાં રોષ છે. જો કે પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube